क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
275 : 2

اَلَّذِیْنَ یَاْكُلُوْنَ الرِّبٰوا لَا یَقُوْمُوْنَ اِلَّا كَمَا یَقُوْمُ الَّذِیْ یَتَخَبَّطُهُ الشَّیْطٰنُ مِنَ الْمَسِّ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْۤا اِنَّمَا الْبَیْعُ مِثْلُ الرِّبٰوا ۘ— وَاَحَلَّ اللّٰهُ الْبَیْعَ وَحَرَّمَ الرِّبٰوا ؕ— فَمَنْ جَآءَهٗ مَوْعِظَةٌ مِّنْ رَّبِّهٖ فَانْتَهٰی فَلَهٗ مَا سَلَفَ ؕ— وَاَمْرُهٗۤ اِلَی اللّٰهِ ؕ— وَمَنْ عَادَ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

૨૭૫. (આ લોકો વિપરીત) જે લોકો વ્યાજ ખાઈ છે, તે લોકો એવા માણસની જેમ ઉભા હશે કે જેને શેતાને પોતાના સ્પર્શથી ધૂની બનાવી દીધો હોય, આ એટલા માટે કે આ લોકો કહેતા હતા કે વેપાર પણ વ્યાજની માફક જ છે, પરંતુ અલ્લાહ તઆલાએ વેપારને હલાલ અને વ્યાજને હરામ કર્યુ, જે વ્યક્તિ પોતાની પાસે આવેલી અલ્લાહ તઆલાની શિખામણ સાંભળી રોકાઇ ગયો, તેના માટે તે છે જે પસાર થઇ ગઇ અને તેનું પરિણામ અલ્લાહ પાસે જ છે, અને જે ફરી બીજીવાર (વ્યાજ તરફ) ફર્યો તો તેઓ જ જહન્નમી છે, આવા લોકો હંમેશા તેમાં રહેશે. info
التفاسير:

external-link copy
276 : 2

یَمْحَقُ اللّٰهُ الرِّبٰوا وَیُرْبِی الصَّدَقٰتِ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِیْمٍ ۟

૨૭૬. અલ્લાહ તઆલા વ્યાજ ને ખતમ કરે છે અને સદકાને વધારે છે અને અલ્લાહ તઆલા કોઇ કૃતધ્ન અને પાપીથી મોહબ્બત નથી કરતો. info
التفاسير:

external-link copy
277 : 2

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟

૨૭૭. નિઃશંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા નમાજોની પાબંદી કરી અને ઝકાત આપી, તેઓનું બદલો તેમના પાલનહાર પાસે છે, તેઓ પર ન કોઇ ભય છે અને ન તો કોઈ ગમ. info
التفاسير:

external-link copy
278 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوْا مَا بَقِیَ مِنَ الرِّبٰۤوا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟

૨૭૮. હે ઇમાનવાળાઓ! અલ્લાહથી ડરતા રહો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તેને છોડી દો, જો તમે સાચે જ ઇમાનવાળા છો. info
التفاسير:

external-link copy
279 : 2

فَاِنْ لَّمْ تَفْعَلُوْا فَاْذَنُوْا بِحَرْبٍ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖ ۚ— وَاِنْ تُبْتُمْ فَلَكُمْ رُءُوْسُ اَمْوَالِكُمْ ۚ— لَا تَظْلِمُوْنَ وَلَا تُظْلَمُوْنَ ۟

૨૭૯. અને જો તમે આ પ્રમાણે ન કર્યું તો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સામે લડવા માટે તૈયાર થઇ જાઓ, હાઁ જો તમે તૌબા કરી લો તો તમારો ખરો માલ તમારો જ છે, ન તમે અત્યાચાર કરો ન તમારા પર અત્યાચાર કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
280 : 2

وَاِنْ كَانَ ذُوْ عُسْرَةٍ فَنَظِرَةٌ اِلٰی مَیْسَرَةٍ ؕ— وَاَنْ تَصَدَّقُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

૨૮૦. અને જો કોઇ (દેવાદાર) સંકટમાં હોય તો તેને સરળતા સુધી મોહલત આપવી જોઇએ, અને જો (મૂળ કિંમત પણ) સદકો કરી દો તો તમારા માટે ઘણું જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ. info
التفاسير:

external-link copy
281 : 2

وَاتَّقُوْا یَوْمًا تُرْجَعُوْنَ فِیْهِ اِلَی اللّٰهِ ۫— ثُمَّ تُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟۠

૨૮૧. અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરો બદલો આપવામાં આવશે, અને તેમના પર જુલ્મ કરવામાં નહી આવે. info
التفاسير: