क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
17 : 2

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِی اسْتَوْقَدَ نَارًا ۚ— فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِیْ ظُلُمٰتٍ لَّا یُبْصِرُوْنَ ۟

૧૭. તેઓ (મુનાફિકો)નું ઉદાહરણ તે વ્યક્તિની માફક છે, જેણે (અંધારામાં) આગ સળગાવી, જ્યારે તે આગે આજુ બાજુની વસ્તુઓને પ્રકાશિત કરી દીધી, તો (તે જ સમયે) અલ્લાહએ તેઓની (આંખોના) પ્રકાશને લઇ લીધો અને તેઓને (ફરીથી) અંધકારમાં છોડી મુક્યા, જેથી તેઓ (કંઈ પણ) જોઇ નથી શકતા. info
التفاسير:

external-link copy
18 : 2

صُمٌّۢ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَرْجِعُوْنَ ۟ۙ

૧૮. આવા લોકો બહેરા, મુંગા અને આંધળા છે, તેઓ (ઈમાન લાવવા માટે) પાછા નહીં ફરે. info
التفاسير:

external-link copy
19 : 2

اَوْ كَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ ۚ— یَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ؕ— وَاللّٰهُ مُحِیْطٌ بِالْكٰفِرِیْنَ ۟

૧૯. અથવા (ફરી તે મુનાફિકોનું ઉદાહરણ આમ સમજો) જેવું કે આકાશ માંથી ભારે વરસાદ થઈ રહ્યો હોય, જેમાં અંધારુ, મેઘગર્જના અને વિજળી પણ થતી હોય, આ લોકો વાદળોના ગર્જવાના કારણે મૃત્યુથી ભયભીત થઈ પોતાના કાનોમાં પોતાની આંગળીઓ નાખી દે છે. અને અલ્લાહ તઆલાએ કાફિરોને બધી બાજુથી ઘેરાવમાં લઈ રાખ્યા છે. info
التفاسير:

external-link copy
20 : 2

یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ— كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙۗ— وَاِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

૨૦. (એવુ લાગે છે કે) તરત જ વિજળી તેમની આંખોની દ્રષ્ટિને ઝુંટવી લેંશે, જ્યારે વીજળીના પ્રકાશથી કંઈક પ્રકાશ થાય છે તો તેમાં ચાલવા લાગે છે અને જ્યારે અંધારુ થાય છે, તો ઉભા રહી જાય છે. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો (આ જ સ્થિતિમાં વીજળી દ્વારા) તેમની સાંભળવાની શક્તિ અને (તેના પ્રકાશથી) જોવાની દ્રષ્ટિ છીંનવી શકતો હતો, નિંશંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
21 : 2

یٰۤاَیُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ وَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ

૨૧. હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો. info
التفاسير:

external-link copy
22 : 2

الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً ۪— وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ۟

૨૨. તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો. info
التفاسير:

external-link copy
23 : 2

وَاِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰی عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ ۪— وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૨૩. અને (હે કાફિરો!) અમે જે કંઇ પણ પોતાના બંદા (મુહમ્મદ) પર ઉતાર્યું છે, તેમાં જો તમને કંઇ પણ શંકા હોય, તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, જો તમે સાચા હોય તો અલ્લાહ તઆલાને છોડીને પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો. info
التفاسير:

external-link copy
24 : 2

فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوا النَّارَ الَّتِیْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖۚ— اُعِدَّتْ لِلْكٰفِرِیْنَ ۟

૨૪. અને જો તમે આ કામ ન કરી શકો, અને તમે આ કામ ક્યારેય પણ નથી કરી શકતા, તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. info
التفاسير: