क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
94 : 2

قُلْ اِنْ كَانَتْ لَكُمُ الدَّارُ الْاٰخِرَةُ عِنْدَ اللّٰهِ خَالِصَةً مِّنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૯૪. તમે કહી દો કે જો આખિરતનું ઘર ફકત તમારા માટે જ છે, અને અલ્લાહની નજીક બીજા કોઇ માટે નથી તો આવો પોતાની સત્યવાતના પૂરાવા માટે મૃત્યુની ઇચ્છા કરો. info
التفاسير:

external-link copy
95 : 2

وَلَنْ یَّتَمَنَّوْهُ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟

૯૫. પરંતુ તેઓ પોતે કરેલા કાર્યોના કારણે કયારેય મૃત્યુની ઇચ્છા નહી કરે, અલ્લાહ તઆલા અત્યાચારીઓને ખુબ સારી રીતે જાણે છે. info
التفاسير:

external-link copy
96 : 2

وَلَتَجِدَنَّهُمْ اَحْرَصَ النَّاسِ عَلٰی حَیٰوةٍ ۛۚ— وَمِنَ الَّذِیْنَ اَشْرَكُوْا ۛۚ— یَوَدُّ اَحَدُهُمْ لَوْ یُعَمَّرُ اَلْفَ سَنَةٍ ۚ— وَمَا هُوَ بِمُزَحْزِحِهٖ مِنَ الْعَذَابِ اَنْ یُّعَمَّرَ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا یَعْمَلُوْنَ ۟۠

૯૬. (અને સત્ય વાત તો એ છે, હે નબી!) સૌથી વધારે દૂનિયાના જીવન માટે લોભી, તમે તેઓને જ જોશો, આ જીવનના લોભી મુશરિકો કરતા પણ વધારે લોભ્યા છે, તેઓ માંથી તો દરેક વ્યક્તિ એક હજાર વર્ષની વય ઇચ્છે છે, જો તેઓને આ વય આપવામાં પણ આવે તો પણ તેઓને અઝાબથી છુટકારો નહી અપાવે, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખુબ જ સારી રીતે જોઇ રહ્યો છે. info
التفاسير:

external-link copy
97 : 2

قُلْ مَنْ كَانَ عَدُوًّا لِّجِبْرِیْلَ فَاِنَّهٗ نَزَّلَهٗ عَلٰی قَلْبِكَ بِاِذْنِ اللّٰهِ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَهُدًی وَّبُشْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟

૯૭. (હે નબી) તમે કહી દો કે જે જીબ્રઇલનો શત્રુ હશે, (તે જાણી લે કે જિબ્રઇલે જ) આ કુરઆન અલ્લાહના આદેશથી તમારા દિલ ઉપર ઉતાર્યું છે, જે પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, અને આ કિતાબમાં ઇમાનવાળાઓ માટે હિદાયત અને ખુશખબરી છે. info
التفاسير:

external-link copy
98 : 2

مَنْ كَانَ عَدُوًّا لِّلّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَرُسُلِهٖ وَجِبْرِیْلَ وَمِیْكٰىلَ فَاِنَّ اللّٰهَ عَدُوٌّ لِّلْكٰفِرِیْنَ ۟

૯૮. જે વ્યક્તિ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઇલ અને મીકાઇલ નો શત્રુ હોય, તો નિઃશંક અલ્લાહ પોતે જ એવા કાફિરોનો દુશ્મન છે. info
التفاسير:

external-link copy
99 : 2

وَلَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ۚ— وَمَا یَكْفُرُ بِهَاۤ اِلَّا الْفٰسِقُوْنَ ۟

૯૯. અને નિંશંક અમે તમારી તરફ સ્પ સ્પષ્ટ નિશાનીઓ ઉતારી છે, જેનો ઇન્કાર દુરાચારી સિવાય કોઇ નથી કરતું. info
التفاسير:

external-link copy
100 : 2

اَوَكُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِیْقٌ مِّنْهُمْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

૧૦૦. આ લોકો જ્યારે પણ કોઇ વચન કરે છે તો તેઓનું કોઇ એક જૂથ તેને તોડી નાખે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો ઇમાન ધરાવતા જ નથી. info
التفاسير:

external-link copy
101 : 2

وَلَمَّا جَآءَهُمْ رَسُوْلٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِیْقٌ مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ ۙۗ— كِتٰبَ اللّٰهِ وَرَآءَ ظُهُوْرِهِمْ كَاَنَّهُمْ لَا یَعْلَمُوْنَ ۟ؗ

૧૦૧. જ્યારે પણ તેઓની પાસે અલ્લાહનો કોઇ પયગંબર તેઓની કિતાબની પુષ્ટી કરવાવાળો આવ્યો તે કિતાબવાળાના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ નાખી દીધી જેવી રીતે કે જાણતા જ નથી. info
التفاسير: