क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
70 : 2

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ۙ— اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَیْنَا ؕ— وَاِنَّاۤ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ ۟

૭૦. તે કહેવા લાગ્યા કે મૂસા તમારા પાલનહાર પાસે દુઆ કરો કે તે હજુ અમને ગાયના વધુ લક્ષણો બતાવે, આ ગાયએ તો અમને શંકામાં નાખી દીધા છે અને અલ્લાહ ઇચ્છશે તો અમે જરૂર આ ગાય શોધી કાઢીશું. info
التفاسير:

external-link copy
71 : 2

قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِیْرُ الْاَرْضَ وَلَا تَسْقِی الْحَرْثَ ۚ— مُسَلَّمَةٌ لَّا شِیَةَ فِیْهَا ؕ— قَالُوا الْـٰٔنَ جِئْتَ بِالْحَقِّ ؕ— فَذَبَحُوْهَا وَمَا كَادُوْا یَفْعَلُوْنَ ۟۠

૭૧. (મૂસાએ) કહ્યું, તે ગાય એવી હોવી જોઈએ, જેનાથી કામ ન લેવામાં આવતું હોય, જે ન તો હળ ચલાવતી હોય અને ન તો ખેતરોને પાણી પીવડાવતી હોય, તે તંદુરસ્ત અને ખોડ વગરની હોવી જોઈએ, તેઓ કહેવા લાગ્યા, (મૂસા) હવે તમે ઠીક (લક્ષણો) બતાવી દીધા, (આટલી ચર્ચા કર્યા પછી) તેઓએ ગાય ઝબહ કરી, જ્યારે કે એવું લાગતું હતું કે તેઓ આ કામ નહીં કરી શકે. info
التفاسير:

external-link copy
72 : 2

وَاِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِیْهَا ؕ— وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟ۚ

૭૨. અને (હે બની ઇસ્રરાઈલ! તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે તમે એક વ્યક્તિનું કત્લ કરી દીધું હતું, પછી તમે આ આરોપ એક બીજા પર મૂકી અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા અને તમારી ગુપ્ત વાતોને અલ્લાહ તઆલા જાહેર કરવાવાળો હતો. info
التفاسير:

external-link copy
73 : 2

فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَا ؕ— كَذٰلِكَ یُحْیِ اللّٰهُ الْمَوْتٰی وَیُرِیْكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟

૭૩. અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિની લાશ પર મારો (તે જીવિત થઈ જશે, અને કતલ કરવાવાળાનું નામ બતાવી દેશે) અલ્લાહ તઆલા આ જ પ્રમાણે મૃતકોને જીવિત કરશે અને તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે. info
التفاسير:

external-link copy
74 : 2

ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ فَهِیَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ؕ— وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا یَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَشَّقَّقُ فَیَخْرُجُ مِنْهُ الْمَآءُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَهْبِطُ مِنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟

૭૪. (આટલી સ્પષ્ટ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) તમારા દિલ સખત થઈ ગયા, પથ્થર જેવા સખત અથવા તેના કરતાં પણ વધારે સખત થઇ ગયા, કારણકે પથ્થરો માંથી તો કેટલાક એવા પથ્થરો હોય છે, જેમાંથી નહેરો વહી નીકળે છે અને કેટલાક પથ્થરો તો એવા પણ હોય છે, જે ફાટી જાય તો તેમાંથી પાણી નીકળવા લાગે છે, અને કેટલાક પથ્થરો એવા પણ હોય છે, જે અલ્લાહના ભયથી (ભયભીત થઈ) પડી જાય છે અને જે કંઈ પણ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેનાથી અજાણ નથી. info
التفاسير:

external-link copy
75 : 2

اَفَتَطْمَعُوْنَ اَنْ یُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِیْقٌ مِّنْهُمْ یَسْمَعُوْنَ كَلٰمَ اللّٰهِ ثُمَّ یُحَرِّفُوْنَهٗ مِنْ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ یَعْلَمُوْنَ ۟

૭૫. (મુસલમાનો) શું તમારી ઇચ્છા છે કે આ લોકો (યહૂદી) ઇમાન લઈ આવે, જો કે તેમાં એવા લોકો પણ છે, જે અલ્લાહની વાણીને સાંભળે છે, પછી તેને સારી રીતે સમજે લીધા પછી પણ તેમાં જાણી જોઈને ફેરફાર કરી દે છે. info
التفاسير:

external-link copy
76 : 2

وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰی بَعْضٍ قَالُوْۤا اَتُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَیْكُمْ لِیُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

૭૬. જ્યારે આ લોકો ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે, તો કહે છે કે અમે ઇમાન લઇ આવ્યા છે અને જ્યારે એકાંતમાં એક બીજા સાથે મુલાકાત કરે છે તો કહે છે કે શું તમે મુસલમાનોને તે (ભેદની) વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ વાતો તો અલ્લાહ પાસે તમારા વિરુદ્ધ પુરાવા બની જશે. info
التفاسير: