क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
187 : 2

اُحِلَّ لَكُمْ لَیْلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآىِٕكُمْ ؕ— هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَكُمْ فَتَابَ عَلَیْكُمْ وَعَفَا عَنْكُمْ ۚ— فَالْـٰٔنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا كَتَبَ اللّٰهُ لَكُمْ ۪— وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَكُمُ الْخَیْطُ الْاَبْیَضُ مِنَ الْخَیْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِ ۪— ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیْلِ ۚ— وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِی الْمَسٰجِدِ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

૧૮૭. રોઝાની રાત્રીઓમાં પોતાની પત્નિઓ સાથે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે, તે તમારો પોશાક છે અને તમે તેણીઓનો પોશાક છો, તમારી છુપી અપ્રમાણિકતાને અલ્લાહ તઆલા જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમને માફ કરી દીધા, હવે તમે તેણીઓ સાથે સમાગમ કરી શકો છો અને જે કંઈ અલ્લાહ તઆલાએ તમારા માટે લખીને રાખ્યું છે તેને તલબ કરો, અને ફજરના સમય સુધી જ્યાં સુધી સફેદ દોરો કાળા દોરા દ્વારા જાહેર ન થઈ જાય તમે ખાઇ-પી શકો છો પછી રાત સુધી રોઝો પુરો કરો જ્યારે તમે મસ્જિદોમાં એઅતિકાફ કરો તો પછી પત્નિઓ સાથે તે સમયે સમાગમ ન કરો, આ અલ્લાહ તઆલાની હદો છે, તમે તેની નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતો લોકો માટે સ્પષ્ટ બયાન કરે છે, જેથી લોકો પરહેજગાર બની જાય. info
التفاسير:

external-link copy
188 : 2

وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوْا بِهَاۤ اِلَی الْحُكَّامِ لِتَاْكُلُوْا فَرِیْقًا مِّنْ اَمْوَالِ النَّاسِ بِالْاِثْمِ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟۠

૧૮૮. અને એક બીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ, ન ન્યાયાધીશો પાસે કોઈ બાબત એટલા માટે લઈ જાઓ કે તમે કોઇનું ધન અયોગ્ય રીતે અપનાવી લો, જ્યારે કે (સત્ય વાત) તમે જાણો છો. info
التفاسير:

external-link copy
189 : 2

یَسْـَٔلُوْنَكَ عَنِ الْاَهِلَّةِ ؕ— قُلْ هِیَ مَوَاقِیْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ— وَلَیْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُیُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰی ۚ— وَاْتُوا الْبُیُوْتَ مِنْ اَبْوَابِهَا ۪— وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟

૧૮૯. લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) ઘરોની પાછળથી તમારૂ આવવું કોઈ સદકાર્ય નથી, પરંતુ નેકી તો તે છે, જે ડરવાવાળો હોય, એટલા માટે ઘરોના દરવાજાઓથી જ આવો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ બની જાવ. info
التفاسير:

external-link copy
190 : 2

وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ الَّذِیْنَ یُقَاتِلُوْنَكُمْ وَلَا تَعْتَدُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟

૧૯૦. અલ્લાહના માર્ગમાં તે લોકોની સાથે લડો, જેઓ તમારી સાથે લડે છે અને અતિરેક ન કરશો, (કારણકે)અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો. info
التفاسير: