क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
113 : 2

وَقَالَتِ الْیَهُوْدُ لَیْسَتِ النَّصٰرٰی عَلٰی شَیْءٍ ۪— وَّقَالَتِ النَّصٰرٰی لَیْسَتِ الْیَهُوْدُ عَلٰی شَیْءٍ ۙ— وَّهُمْ یَتْلُوْنَ الْكِتٰبَ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ مِثْلَ قَوْلِهِمْ ۚ— فَاللّٰهُ یَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟

૧૧૩. યહુદી કહે છે કે ઇસાઇઓ સત્યમાર્ગ પર નથી અને ઇસાઇઓ કહે છે કે યહુદીઓ સત્યમાર્ગ પર નથી, જ્યારે કે આ દરેક લોકો (તૌરાત) પઢે છે, આ પ્રમાણેની વાતો એવા લોકો પણ કહે છે, જેઓ અજ્ઞાનીઓ પણ વાતો કહે છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેઓના આ વિરોધનો નિર્ણય તેઓ વચ્ચે કરી દેશે, info
التفاسير:

external-link copy
114 : 2

وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ یُّذْكَرَ فِیْهَا اسْمُهٗ وَسَعٰی فِیْ خَرَابِهَا ؕ— اُولٰٓىِٕكَ مَا كَانَ لَهُمْ اَنْ یَّدْخُلُوْهَاۤ اِلَّا خَآىِٕفِیْنَ ؕ۬— لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ وَّلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟

૧૧૪. તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી લોકોને રોકે અને તેઓની બરબાદીની કોશીશ કરે, આવા લોકોએ ડર રાખતા જ મસ્જિદોમાં જવું જોઇએ, તેઓ માટે દૂનિયામાં પણ અપમાન છે અને આખિરતમાં પણ મોટો અઝાબ છે, info
التفاسير:

external-link copy
115 : 2

وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۗ— فَاَیْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِیْمٌ ۟

૧૧૫. પશ્ર્ચિમ અને પૂર્વનો બધું અલ્લાહ માટે જ છે, તમે જ્યાં પણ મોઢું ફેરવો ત્યાં જ અલ્લાહનું મોઢું છે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને ખુબ જાણનાર છે. info
التفاسير:

external-link copy
116 : 2

وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ— سُبْحٰنَهٗ ؕ— بَلْ لَّهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ ۟

૧૧૬. (કિતાબવાળાઓ) કહે છે કે અલ્લાહ તઆલાની સંતાન છે (નહીં પરંતુ) અલ્લાહ તઆલા આ પ્રમાણેની વાતોથી પવિત્ર છે, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, તે સૌનો માલીક છે અનેં સૌ દરેકે તેના આજ્ઞાકારી છે. info
التفاسير:

external-link copy
117 : 2

بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟

૧૧૭. તે આકાશો અને ધરતીનું સૌ પ્રથમ સર્જનકરનાર છે, તે જે કાર્યને કરવાનો નિર્ણય કરી દે, કે થઇ જા બસ! તે ત્યાંજ થઇ જાય છે. info
التفاسير:

external-link copy
118 : 2

وَقَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ لَوْلَا یُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِیْنَاۤ اٰیَةٌ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْ ؕ— تَشَابَهَتْ قُلُوْبُهُمْ ؕ— قَدْ بَیَّنَّا الْاٰیٰتِ لِقَوْمٍ یُّوْقِنُوْنَ ۟

૧૧૮. અજ્ઞાની લોકોએ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી સાથે વાત કેમ નથી કરતો અથવા અમારી પાસે કોઇ નિશાની કેમ નથી આવતી? આ પ્રમાણેને વાત તેઓના પુર્વજોએ પણ કહી હતી, તેઓના અને તેમના પૂર્વજોના દિલ સરખા થઇ ગયા છે, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી છે. info
التفاسير:

external-link copy
119 : 2

اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّنَذِیْرًا ۙ— وَّلَا تُسْـَٔلُ عَنْ اَصْحٰبِ الْجَحِیْمِ ۟

૧૧૯. અમે તો તમને સત્ય સાથે ખુશખબરી આપનાર અને ડરાવનાર બનાવી મોકલ્યા છે અને તમને (મુહમ્મદ પયગંબર સાહેબ) જહન્નમીઓ વિશે તમને પુછવામાં નહી આવે. info
التفاسير: