क़ुरआन के अर्थों का अनुवाद - इसका अनुवाद राबीला अल-उमरी द्वारा किया गया है। इसे अनुवाद अग्रदूत केंद्र की निगरानी में विकसित किया गया है।

पृष्ठ संख्या:close

external-link copy
164 : 2

اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِیْ تَجْرِیْ فِی الْبَحْرِ بِمَا یَنْفَعُ النَّاسَ وَمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِیْهَا مِنْ كُلِّ دَآبَّةٍ ۪— وَّتَصْرِیْفِ الرِّیٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَیْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟

૧૬૪. આકાશો અને ધરતીના સર્જનમાં, રાત-દિવસના આવવા જવામાં, અને તે હોડીમાં, જે લોકોને ફાયદો પહોંચાડવાવાળી વસ્તુઓને લઇને સમુદ્રોમાં ચાલે છે, અલ્લાહ તઆલાનું આકાશ માંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવામાં, અને તેમાં દરેક સજીવને ફેલાવી દેવામાં, હવાઓના પરિભ્રમણમાં અને તે વાદળમાં, જે આકાશ અને ધરતી વચ્ચે આજ્ઞાકિત બનીને રહે છે, તેમાં બુધ્ધીશાળી લોકો માટે અલ્લાહની નિશાનીઓ છે. info
التفاسير:

external-link copy
165 : 2

وَمِنَ النَّاسِ مَنْ یَّتَّخِذُ مِنْ دُوْنِ اللّٰهِ اَنْدَادًا یُّحِبُّوْنَهُمْ كَحُبِّ اللّٰهِ ؕ— وَالَّذِیْنَ اٰمَنُوْۤا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ— وَلَوْ یَرَی الَّذِیْنَ ظَلَمُوْۤا اِذْ یَرَوْنَ الْعَذَابَ ۙ— اَنَّ الْقُوَّةَ لِلّٰهِ جَمِیْعًا ۙ— وَّاَنَّ اللّٰهَ شَدِیْدُ الْعَذَابِ ۟

૧૬૫. (આ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) કેટલાક લોકો એવા પણ છે, જેઓ અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત કરે છે જેવી મુહબ્બત અલ્લાહથી હોવી જોઇએ, અને ઇમાનવાળાઓ સૌથી વધારે અલ્લાહથી જ મુહબ્બત કરે છે, કદાચ જાલિમો જ્યારે અલ્લાહનો અઝાબ જોઇ લેશે તો (જાણી લેશે) કે દરેક પ્રકારની તાકાત અલ્લાહ પાસે જ છે, અને અલ્લાહ સખત અઝાબ આપનાર છે. info
التفاسير:

external-link copy
166 : 2

اِذْ تَبَرَّاَ الَّذِیْنَ اتُّبِعُوْا مِنَ الَّذِیْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ ۟

૧૬૬. જે સમયે ભાગીદારો પોતાના અનુયાયીઓથી કંટાળી જશે અને અઝાબને પોતાની આંખોથી જોઇ લેશે તો તેમની વચ્ચે દરેક પ્રકારના સંબંધો તુટી જશે. info
التفاسير:

external-link copy
167 : 2

وَقَالَ الَّذِیْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّا ؕ— كَذٰلِكَ یُرِیْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَیْهِمْ ؕ— وَمَا هُمْ بِخٰرِجِیْنَ مِنَ النَّارِ ۟۠

૧૬૭. અને તેમના આજ્ઞાંકિત લોકો કહેવા લાગશે, કદાચ અમને દુનિયા તરફ બીજી વાર મોકલવામાં આવશે તો અમે પણ તેમનાથી એવી જ રીતે અળગા થઈ જઈશું, જેવી રીતે તેઓ અમારાથી અળગા થઈ ગયા છે, અલ્લાહ તઆલા તેમને પોતાના કાર્યો બતાવી દેશે, જે કાર્યો તેમના માટે અફસોસનું કારણ બનશે, તેઓ કદાપિ જહન્નમ માંથી નહી નીકળે. info
التفاسير:

external-link copy
168 : 2

یٰۤاَیُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِی الْاَرْضِ حَلٰلًا طَیِّبًا ؗ— وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟

૧૬૮. હે લોકો! ધરતી પર જેટલી પણ હલાલ અને પવિત્ર વસ્તુઓ છે તે ખાઓ અને શૈતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે. info
التفاسير:

external-link copy
169 : 2

اِنَّمَا یَاْمُرُكُمْ بِالسُّوْٓءِ وَالْفَحْشَآءِ وَاَنْ تَقُوْلُوْا عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

૧૬૯. તે તમને ફકત બુરાઇ અને અશ્ર્લિલતા અને અલ્લાહ માટે એવી વાતો કહેવાનો આદેશ આપશે જેનું તમને જ્ઞાન નથી. info
التفاسير: