Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

Pagina nummer:close

external-link copy
49 : 2

وَاِذْ نَجَّیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ یُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟

૪૯. (અને તે સમયને પણ યાદ કરો) જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો, જેઓ તમને દુઃખદાયક યાતના આપતા હતા, તમારા બાળકોને તો મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, અને આમાં તમારા માટે તમારા પાલનહાર તરફથી ભવ્ય અજમાયશ હતી. info
التفاسير:

external-link copy
50 : 2

وَاِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَاَنْجَیْنٰكُمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟

૫૦. અને (તે સમય પર યાદ કરો) જ્યારે અમે તમારા માટે દરિયામાં ફાટ પાડી (તેમાં રસ્તો) બનાવ્યો, આવી રીતે અમે તમને ફિરઔનના લોકોથી બચાવી લીધા, અને ફીરઓના લોકોને તે સમુન્દ્રમાં ડૂબાડી દીધા. info
التفاسير:

external-link copy
51 : 2

وَاِذْ وٰعَدْنَا مُوْسٰۤی اَرْبَعِیْنَ لَیْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟

૫૧. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે મૂસાને ચાલીસ રાત્રીઓનું વચન આપી બોલાવ્યા, તો તેમની ગેરહાજરીમાં તમે વાછરડાને (પૂજવા) લાગ્યા અને તમે સૌ ઝાલિમ છો. info
التفاسير:

external-link copy
52 : 2

ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

૫૨. તેમ છતાં અમે તમને માફ કરી દીધા કદાચ તમે આભારી બની જાઓ. info
التفاسير:

external-link copy
53 : 2

وَاِذْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟

૫૩. (આ સમય દરમિયાન) અમે મૂસાને કિતાબ અને ફુરકાન (સત્ય અને અસત્યની ઓળખ માટેનું માપદંડ) આપ્યું, જેથી તમે હિદાયત મેળવી શકો. info
التفاسير:

external-link copy
54 : 2

وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ اِنَّكُمْ ظَلَمْتُمْ اَنْفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوْبُوْۤا اِلٰی بَارِىِٕكُمْ فَاقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ عِنْدَ بَارِىِٕكُمْ ؕ— فَتَابَ عَلَیْكُمْ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

૫૪. અને જ્યારે મૂસાએ (પાછા આવીને) પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ! તમે વાછરડાને પૂજ્ય બનાવી પોતાના પર જુલમ કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર પાસે તૌબા કરો, પોતાને અંદરો અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ જ વાત તમારા માટે સારી છે, પછી (અલ્લાહ) એ તમારી તૌબા કબુલ કરી, કારણકે તે જ તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયાળુ છે. info
التفاسير:

external-link copy
55 : 2

وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰی نَرَی اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْكُمُ الصّٰعِقَةُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟

૫૫. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ, જેથી તમારા જોતા જ તમારા પર વિજળી પડી. info
التفاسير:

external-link copy
56 : 2

ثُمَّ بَعَثْنٰكُمْ مِّنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

૫૬. તમારા મૃત્યુ પછી અમે તમને જીવિત કર્યા, કદાચ કે તમે આભારી બની જાઓ. info
التفاسير:

external-link copy
57 : 2

وَظَلَّلْنَا عَلَیْكُمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ؕ— كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ ؕ— وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟

૫૭. અને અમે તમારા પર વાદળનો છાયડો કર્યો અને તમારા (ખાવા માટે) મન અને સલવા ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ, જે અમે તમને આપી છે, તેઓએ (અવજ્ઞા કરી) અમારા પર જુલમ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના પર જ જુલમ કરી રહ્યા હતા. info
التفاسير: