Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

Pagina nummer:close

external-link copy
257 : 2

اَللّٰهُ وَلِیُّ الَّذِیْنَ اٰمَنُوْا یُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ۬— وَالَّذِیْنَ كَفَرُوْۤا اَوْلِیٰٓـُٔهُمُ الطَّاغُوْتُ یُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَی الظُّلُمٰتِ ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠

૨૫૭. અલ્લાહ તે લોકોનો દોસ્ત છે, જેઓ ઈમાન લાવ્યા, તે તેઓને (કૂફર અને શિર્કના) અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે છે અને જે લોકોએ કૂફર કર્યું તેમનો દોસ્ત તાગૂત છે, તે તેઓને પ્રકાશ માંથી કાઢી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે. info
التفاسير:

external-link copy
258 : 2

اَلَمْ تَرَ اِلَی الَّذِیْ حَآجَّ اِبْرٰهٖمَ فِیْ رَبِّهٖۤ اَنْ اٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ ۘ— اِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّیَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۙ— قَالَ اَنَا اُحْیٖ وَاُمِیْتُ ؕ— قَالَ اِبْرٰهٖمُ فَاِنَّ اللّٰهَ یَاْتِیْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَاْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِیْ كَفَرَ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۚ

૨૫૮. શું તમે તે વ્યક્તિને નથી જોયો, જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ સાથે તેના પાલનહાર વિશે ઝગડો કરી રહ્યો હતો, જ્યારે ઇબ્રાહીમે તે વ્યક્તિ (નમરુદ)ને કહ્યું કે મારો પાલનહાર તો તે છે જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે કહેવા લાગ્યો કે હું પણ જીવિત કરુ છું અને મૃત્યુ આપુ છું, ઇબ્રાહીમે કહ્યું અલ્લાહ તઆલા સૂર્યને પૂર્વ દિશા માંથી કાઢે છે તું તેને પશ્ર્ચિમ દિશા માંથી કાઢી બતાવ, હવે તો તે ઇન્કારી અચંબામાં પડી ગયો અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો. info
التفاسير:

external-link copy
259 : 2

اَوْ كَالَّذِیْ مَرَّ عَلٰی قَرْیَةٍ وَّهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا ۚ— قَالَ اَنّٰی یُحْیٖ هٰذِهِ اللّٰهُ بَعْدَ مَوْتِهَا ۚ— فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗ ؕ— قَالَ كَمْ لَبِثْتَ ؕ— قَالَ لَبِثْتُ یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ ؕ— قَالَ بَلْ لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ اِلٰی طَعَامِكَ وَشَرَابِكَ لَمْ یَتَسَنَّهْ ۚ— وَانْظُرْ اِلٰی حِمَارِكَ۫— وَلِنَجْعَلَكَ اٰیَةً لِّلنَّاسِ وَانْظُرْ اِلَی الْعِظَامِ كَیْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوْهَا لَحْمًا ؕ— فَلَمَّا تَبَیَّنَ لَهٗ ۙ— قَالَ اَعْلَمُ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૨૫૯. અથવા તે વ્યક્તિને નથી જોયો, જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જોવો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير: