Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

Pagina nummer:close

external-link copy
154 : 2

وَلَا تَقُوْلُوْا لِمَنْ یُّقْتَلُ فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتٌ ؕ— بَلْ اَحْیَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ ۟

૧૫૪. અને અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદ થવાવાળાઓને મૃતક ન કહો, તેઓ જીવિત છે, પરંતુ તમે સમજતા નથી. info
التفاسير:

external-link copy
155 : 2

وَلَنَبْلُوَنَّكُمْ بِشَیْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِ ؕ— وَبَشِّرِ الصّٰبِرِیْنَ ۟ۙ

૧૫૫. અને અમે કોઇને કોઇ રીતે તમારી કસોટી જરૂરથી કરીશું, શત્રુના ભયથી, ભુખ અને તરસ વડે, ધન અને જીવ વડે, અને ફળોની અછતથી અને ધીરજ રાખનારને ખુશખબરી આપી દો. info
التفاسير:

external-link copy
156 : 2

الَّذِیْنَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ ۙ— قَالُوْۤا اِنَّا لِلّٰهِ وَاِنَّاۤ اِلَیْهِ رٰجِعُوْنَ ۟ؕ

૧૫૬. તેમના પર જ્યારે કોઇ મુસીબત આવી પહોંચે છે તો કહી દે છે કે અમે તો પોતે અલ્લાહની માલિકી હેઠળ છે અને અમે તેની જ તરફ પાછા ફરવાના છે. info
التفاسير:

external-link copy
157 : 2

اُولٰٓىِٕكَ عَلَیْهِمْ صَلَوٰتٌ مِّنْ رَّبِّهِمْ وَرَحْمَةٌ ۫— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُهْتَدُوْنَ ۟

૧૫૭. આવા લોકો પર જ તેઓના પાલનહારની કૃપાઓ અને દયાઓ થતી રહે છે અને આ જ લોકો હિદાયતના માર્ગે છે. info
التفاسير:

external-link copy
158 : 2

اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآىِٕرِ اللّٰهِ ۚ— فَمَنْ حَجَّ الْبَیْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَیْهِ اَنْ یَّطَّوَّفَ بِهِمَا ؕ— وَمَنْ تَطَوَّعَ خَیْرًا ۙ— فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِیْمٌ ۟

૧૫૮. સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે, એટલા માટે બૈયતુલ્લાહનો હજ અને ઉમરહ કરવાવાળા પર, તેનો (સફા અને મરવહ) તવાફ કરવામાં કોઇ ગુનોહ નથી, પોતાની રજાથી ભલાઇ કરવાવાળાની અલ્લાહ કદર કરે છે, અને તેઓને ખુબ જ સારી રીતે જાણે છે. info
التفاسير:

external-link copy
159 : 2

اِنَّ الَّذِیْنَ یَكْتُمُوْنَ مَاۤ اَنْزَلْنَا مِنَ الْبَیِّنٰتِ وَالْهُدٰی مِنْ بَعْدِ مَا بَیَّنّٰهُ لِلنَّاسِ فِی الْكِتٰبِ ۙ— اُولٰٓىِٕكَ یَلْعَنُهُمُ اللّٰهُ وَیَلْعَنُهُمُ اللّٰعِنُوْنَ ۟ۙ

૧૫૯. જે લોકો અમારા અવતરિત કરેલા સ્પષ્ટ પુરાવા અને હિદાયતને છુપાવે છે, જ્યારે કે અમે પોતાની કિતાબમાં લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરી ચુકયા છે, આવા લોકો પર અલ્લાહ લઅનત કરે છે અને દરેક લઅનત કરવાવાળાઓ પણ લઅનત કરે છે. info
التفاسير:

external-link copy
160 : 2

اِلَّا الَّذِیْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَبَیَّنُوْا فَاُولٰٓىِٕكَ اَتُوْبُ عَلَیْهِمْ ۚ— وَاَنَا التَّوَّابُ الرَّحِیْمُ ۟

૧૬૦. પરંતુ જે લોકોએ (આ કામથી) તૌબા કરી લીધી અને પોતાનો સુધારો કરી લીધો અને (જે વાત છુપાવી હતી) તેને સ્પષ્ટ કરી દીધી, તો હું આવા લોકોની જ તૌબા કબુલ કરું છું અને હું તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છું. info
التفاسير:

external-link copy
161 : 2

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓىِٕكَ عَلَیْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ

૧૬૧. નિંશંક જે લોકો કૂફર કરે છે અને કૂફરની સ્થિતિમાં જ મૃત્યુ પામ્યા તો આવા લોકો પર જ અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત છે. info
التفاسير:

external-link copy
162 : 2

خٰلِدِیْنَ فِیْهَا ۚ— لَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟

૧૬૨. તે લોકો હંમેશા એક જ સ્થિતિમાં રહેશે, ન તો તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન તો તેઓને કોઈ મહેતલ આપવામાં આવશે. info
التفاسير:

external-link copy
163 : 2

وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ ۟۠

૧૬૩. તમારો ઇલાહ એક જ છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે. info
التفاسير: