Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi guxharatisht - Rabila el Umeri

અલ્ ઇસ્રા

external-link copy
1 : 17

سُبْحٰنَ الَّذِیْۤ اَسْرٰی بِعَبْدِهٖ لَیْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ اِلَی الْمَسْجِدِ الْاَقْصَا الَّذِیْ بٰرَكْنَا حَوْلَهٗ لِنُرِیَهٗ مِنْ اٰیٰتِنَا ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟

૧. પવિત્ર છે તે ઝાત (અલ્લાહ તઅલા), જેણે એક રાત્રિમાં પોતાના બંદાને મસ્જિદે હરામથી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે અમારા બંદાને અમારી (કુદરતની) કેટલીક નિશાનીઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળવાવાળો અને જોવાવાળો છે. info
التفاسير:

external-link copy
2 : 17

وَاٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَجَعَلْنٰهُ هُدًی لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ اَلَّا تَتَّخِذُوْا مِنْ دُوْنِیْ وَكِیْلًا ۟ؕ

૨. અમે મૂસાને કિતાબ આપી અને તેને બની ઇસ્રાઇલ માટે હિદાયત માટેનું કારણ બનાવી દીધું, (અને તેમાં તે લોકોને આદેશ આપવામાં આવ્યો) કે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો. info
التفاسير:

external-link copy
3 : 17

ذُرِّیَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ؕ— اِنَّهٗ كَانَ عَبْدًا شَكُوْرًا ۟

૩. આ બની ઇસ્રાઈલ તે લોકોનાં સંતાન હતા, જેમને અમે નૂહ સાથે હોડીમાં સવાર કર્યા હતા, ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો. info
التفاسير:

external-link copy
4 : 17

وَقَضَیْنَاۤ اِلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ فِی الْكِتٰبِ لَتُفْسِدُنَّ فِی الْاَرْضِ مَرَّتَیْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِیْرًا ۟

૪. આ કિતાબમાં અમે બની ઇસ્રાઇલના લોકોને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે તમે ધરતી પર ફરી વાર વિદ્રોહ કરશો અને તમે ખૂબ જ અતિરેક કરશો. info
التفاسير:

external-link copy
5 : 17

فَاِذَا جَآءَ وَعْدُ اُوْلٰىهُمَا بَعَثْنَا عَلَیْكُمْ عِبَادًا لَّنَاۤ اُولِیْ بَاْسٍ شَدِیْدٍ فَجَاسُوْا خِلٰلَ الدِّیَارِ وَكَانَ وَعْدًا مَّفْعُوْلًا ۟

૫. પછી જ્યારે અમારું પ્રથમ વચન સાબિત થયું તો હે બની ઇસ્રાઈ લ! અમે તમારી વિરુદ્ધ અમારા બહાદુર યોદ્વા લાવી દીધા, જે તમારા શહેરોમાં ઘૂસીને (દૂર સુધી ફેલાય) ગયા, આ (અલ્લાહ)નું વચન હતું, જે પૂરું થવાનું જ હતું. info
التفاسير:

external-link copy
6 : 17

ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَیْهِمْ وَاَمْدَدْنٰكُمْ بِاَمْوَالٍ وَّبَنِیْنَ وَجَعَلْنٰكُمْ اَكْثَرَ نَفِیْرًا ۟

૬. પછી અમે તેમના પર તમને વિજય અપાવ્યો અને તરત જ ધન અને સંતાન દ્વારા તમારી મદદ કરી અને તમારું ખૂબ જ મોટું જૂથ બનાવી દીધું. info
التفاسير:

external-link copy
7 : 17

اِنْ اَحْسَنْتُمْ اَحْسَنْتُمْ لِاَنْفُسِكُمْ ۫— وَاِنْ اَسَاْتُمْ فَلَهَا ؕ— فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ لِیَسُوْٓءٗا وُجُوْهَكُمْ وَلِیَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوْهُ اَوَّلَ مَرَّةٍ وَّلِیُتَبِّرُوْا مَا عَلَوْا تَتْبِیْرًا ۟

૭. (જો) તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (કે અત્યાચારી વિજયી) તમારા ચહેરા બગાડી નાખે અને મસ્જિદે (અક્સા)માં એ રીતે જ પ્રવેશ કરે જે રીતે પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો, અને જ્યાં જ્યાં પોતાનું બળ ચાલે તે જગ્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે. info
التفاسير: