૧. પવિત્ર છે તે ઝાત (અલ્લાહ તઅલા), જેણે એક રાત્રિમાં પોતાના બંદાને મસ્જિદે હરામથી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે અમારા બંદાને અમારી (કુદરતની) કેટલીક નિશાનીઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળવાવાળો અને જોવાવાળો છે.
૨. અમે મૂસાને કિતાબ આપી અને તેને બની ઇસ્રાઇલ માટે હિદાયત માટેનું કારણ બનાવી દીધું, (અને તેમાં તે લોકોને આદેશ આપવામાં આવ્યો) કે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો.
૫. પછી જ્યારે અમારું પ્રથમ વચન સાબિત થયું તો હે બની ઇસ્રાઈ લ! અમે તમારી વિરુદ્ધ અમારા બહાદુર યોદ્વા લાવી દીધા, જે તમારા શહેરોમાં ઘૂસીને (દૂર સુધી ફેલાય) ગયા, આ (અલ્લાહ)નું વચન હતું, જે પૂરું થવાનું જ હતું.
૭. (જો) તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (કે અત્યાચારી વિજયી) તમારા ચહેરા બગાડી નાખે અને મસ્જિદે (અક્સા)માં એ રીતે જ પ્રવેશ કરે જે રીતે પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો, અને જ્યાં જ્યાં પોતાનું બળ ચાલે તે જગ્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે.