Bản dịch ý nghĩa nội dung Qur'an - 古吉拉特语翻译 - 拉比勒·欧玛利

અશ્ શૂરા

external-link copy
1 : 42

حٰمٓ ۟ۚ

૧. હા-મીમ્ info
التفاسير:

external-link copy
2 : 42

عٓسٓقٓ ۟

૨. ઐન્-સીન્-કૉફ્ [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
3 : 42

كَذٰلِكَ یُوْحِیْۤ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۙ— اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૩. અલ્લાહ તઆલા, જે જબરદસ્ત છે અને હિકમતવાળો છે. આવી જ રીતે તમારી તરફ અને તમારા કરતા પહેલા (પયગંબરો) તરફ વહી કરતો રહ્યો છે. info
التفاسير:

external-link copy
4 : 42

لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟

૪. આકાશો અને ધરતીમાં જે કંઈ છે, બધું જ તેનું છે, તે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત છે. info
التفاسير:

external-link copy
5 : 42

تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَالْمَلٰٓىِٕكَةُ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیَسْتَغْفِرُوْنَ لِمَنْ فِی الْاَرْضِ ؕ— اَلَاۤ اِنَّ اللّٰهَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟

૫. (જે કંઈ વાતો આ મુશરિક લોકો કહી રહ્યા છે) નજીક છે કે આકાશ ઉપરથી ફાટી જાય જો કે દરેક ફરિશ્તાઓ પોતાના પાલનહારની પવિત્રતા પ્રશંસા સાથે વર્ણન કરે છે અને ધરતીવાળાઓ માટે માફી માંગી રહ્યા છે, સારી રીતે સમજી લો કે અલ્લાહ તઆલા જ માફ કરવાવાળો અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
6 : 42

وَالَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ اللّٰهُ حَفِیْظٌ عَلَیْهِمْ ۖؗ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟

૬. અને જે લોકોએ તેના સિવાય બીજાને જવાબદાર બનાવ્યા છે, અલ્લાહ તઆલા તેમને જોઇ રહ્યો છે અને તમે તેમના જવાબદાર નથી. info
التفاسير:

external-link copy
7 : 42

وَكَذٰلِكَ اَوْحَیْنَاۤ اِلَیْكَ قُرْاٰنًا عَرَبِیًّا لِّتُنْذِرَ اُمَّ الْقُرٰی وَمَنْ حَوْلَهَا وَتُنْذِرَ یَوْمَ الْجَمْعِ لَا رَیْبَ فِیْهِ ؕ— فَرِیْقٌ فِی الْجَنَّةِ وَفَرِیْقٌ فِی السَّعِیْرِ ۟

૭. અને આવી જ રીતે અમે આ કુરઆન તમારી તરફ અરબી (ભાષામાં) ઉતાર્યું છે, જેથી તમે મક્કા અને તેની આજુબાજુના લોકોને સચેત કરી દો અને ભેગા થવાના દિવસથી પણ ડરાવો, જેના આવવામાં કોઇ શંકા નથી, (તે દિવસે) એક જૂથ જન્નતમાં જશે અને એક જૂથ જહન્નમમાં જશે. info
التفاسير:

external-link copy
8 : 42

وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟

૮. જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો તે સૌને એક જ જૂથ બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે અને જાલિમ લોકો માટે ન તો કોઈ મિત્ર હશે અને ન તો કોઈ મદદ કરનાર. info
التفاسير:

external-link copy
9 : 42

اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ۚ— فَاللّٰهُ هُوَ الْوَلِیُّ وَهُوَ یُحْیِ الْمَوْتٰی ؗ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

૯. શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને કારસાજ બનાવી લીધા છે? (ખરેખર) અલ્લાહ તઆલા જ કારસાજ છે, તે જ મૃતકોને જીવિત કરશે અને તે જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
10 : 42

وَمَا اخْتَلَفْتُمْ فِیْهِ مِنْ شَیْءٍ فَحُكْمُهٗۤ اِلَی اللّٰهِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبِّیْ عَلَیْهِ تَوَكَّلْتُ ۖۗ— وَاِلَیْهِ اُنِیْبُ ۟

૧૦. અને જે-જે વસ્તુમાં તમારો વિવાદ હોય, તેનો નિર્ણય અલ્લાહ તઆલા જ કરશે, તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું તેના પર જ ભરોસો કરું છું અને જેની તરફ હુ ઝૂકું છું. info
التفاسير: