แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาคุชราต - รอบีลา อัลอุมะรีย์

external-link copy
2 : 59

هُوَ الَّذِیْۤ اَخْرَجَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ مِنْ دِیَارِهِمْ لِاَوَّلِ الْحَشْرِ ؔؕ— مَا ظَنَنْتُمْ اَنْ یَّخْرُجُوْا وَظَنُّوْۤا اَنَّهُمْ مَّا نِعَتُهُمْ حُصُوْنُهُمْ مِّنَ اللّٰهِ فَاَتٰىهُمُ اللّٰهُ مِنْ حَیْثُ لَمْ یَحْتَسِبُوْا وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ یُخْرِبُوْنَ بُیُوْتَهُمْ بِاَیْدِیْهِمْ وَاَیْدِی الْمُؤْمِنِیْنَ ۗ— فَاعْتَبِرُوْا یٰۤاُولِی الْاَبْصَارِ ۟

૨. તે જ છે, જેણે પ્રથમ જ હમલામાં અહલે કિતાબ કાફિરોને તેમના ઘરો માંથી કાઢી મુકયા, તમે વિચાર પણ નહતો કર્યો કે તેઓ (પોતાના ઘરો માંથી) નીકળી જશે, અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની પકડ) થી બચાવી લેશે, બસ! તેઓના પર અલ્લાહ (ની પકડ) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ એવો ભય નાખી દીધો કે તેઓ પોતાના જ હાથ વડે પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો. info
التفاسير: