Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi guxharatisht - Rabila el Umeri

અઝ્ ઝારિયાત

external-link copy
1 : 51

وَالذّٰرِیٰتِ ذَرْوًا ۟ۙ

૧. તે હવાઓની કસમ! જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે. info
التفاسير:

external-link copy
2 : 51

فَالْحٰمِلٰتِ وِقْرًا ۟ۙ

૨. પછી તેની (કસમ) જે (વાદળોનો) ભાર ઉઠાવી રાખે છે. info
التفاسير:

external-link copy
3 : 51

فَالْجٰرِیٰتِ یُسْرًا ۟ۙ

૩. પછી તેની (કસમ) જે ધીમે ધીમે ચાલે છે. info
التفاسير:

external-link copy
4 : 51

فَالْمُقَسِّمٰتِ اَمْرًا ۟ۙ

૪. પછી તેમની (કસમ) જે વસ્તુઓને વિભાજીત કરે છે. info
التفاسير:

external-link copy
5 : 51

اِنَّمَا تُوْعَدُوْنَ لَصَادِقٌ ۟ۙ

૫. નિ:શંક તમને જે વચનો આપવામાં આવે છે, (બધા) સાચા વચનો છે. info
التفاسير:

external-link copy
6 : 51

وَّاِنَّ الدِّیْنَ لَوَاقِعٌ ۟ؕ

૬. અને નિ:શંક ન્યાયનો (દિવસ) જરૂર આવશે. info
التفاسير:

external-link copy
7 : 51

وَالسَّمَآءِ ذَاتِ الْحُبُكِ ۟ۙ

૭. કસમ છે, વિવિધ માર્ગોવાળા આકાશની. info
التفاسير:

external-link copy
8 : 51

اِنَّكُمْ لَفِیْ قَوْلٍ مُّخْتَلِفٍ ۟ۙ

૮. તમે (આખિરત વિશે) વિવિધ પ્રકારની વાતો કરો છો. info
التفاسير:

external-link copy
9 : 51

یُّؤْفَكُ عَنْهُ مَنْ اُفِكَ ۟ؕ

૯. (આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે. info
التفاسير:

external-link copy
10 : 51

قُتِلَ الْخَرّٰصُوْنَ ۟ۙ

૧૦. નષ્ટ થાય, કાલ્પનિક વાતો કરવાવાળા. info
التفاسير:

external-link copy
11 : 51

الَّذِیْنَ هُمْ فِیْ غَمْرَةٍ سَاهُوْنَ ۟ۙ

૧૧. જેઓ એટલા બેદરકાર છે કે બધું જ ભુલાવી બેઠા છે. info
التفاسير:

external-link copy
12 : 51

یَسْـَٔلُوْنَ اَیَّانَ یَوْمُ الدِّیْنِ ۟ؕ

૧૨. પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે? info
التفاسير:

external-link copy
13 : 51

یَوْمَ هُمْ عَلَی النَّارِ یُفْتَنُوْنَ ۟

૧૩. જે દિવસે આ લોકોને આગમાં તપવવામાં આવશે, info
التفاسير:

external-link copy
14 : 51

ذُوْقُوْا فِتْنَتَكُمْ ؕ— هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ ۟

૧૪. (અને કહેવામાં અઆવશે) કે પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ તે અઝાબ છે, જેની તમે ઉતાવળ કરતા હતા. info
التفاسير:

external-link copy
15 : 51

اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ

૧૫. નિ:શંક પરહેજગાર લોકો તે દિવસે જન્નતો અને ઝરણાઓમાં હશે. info
التفاسير:

external-link copy
16 : 51

اٰخِذِیْنَ مَاۤ اٰتٰىهُمْ رَبُّهُمْ ؕ— اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُحْسِنِیْنَ ۟ؕ

૧૬. તેમના પાલનહારે જે કંઇ તેમને આપશે, તેને લઇ રહ્યા હશે, તે આ દિવસ આવતા પહેલા સદાચારી હતા. info
التفاسير:

external-link copy
17 : 51

كَانُوْا قَلِیْلًا مِّنَ الَّیْلِ مَا یَهْجَعُوْنَ ۟

૧૭. તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા. info
التفاسير:

external-link copy
18 : 51

وَبِالْاَسْحَارِ هُمْ یَسْتَغْفِرُوْنَ ۟

૧૮. અને સહરી ના સમયે માફી માંગતા હતા. info
التفاسير:

external-link copy
19 : 51

وَفِیْۤ اَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّآىِٕلِ وَالْمَحْرُوْمِ ۟

૧૯. અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ બન્ને માટે ભાગ હતો. info
التفاسير:

external-link copy
20 : 51

وَفِی الْاَرْضِ اٰیٰتٌ لِّلْمُوْقِنِیْنَ ۟ۙ

૨૦. અને મોમિનો માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે. info
التفاسير:

external-link copy
21 : 51

وَفِیْۤ اَنْفُسِكُمْ ؕ— اَفَلَا تُبْصِرُوْنَ ۟

૨૧. અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી? info
التفاسير:

external-link copy
22 : 51

وَفِی السَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوْعَدُوْنَ ۟

૨૨. આકાશમાં તમારી રોજી છે, અને તે બધું પણ, જેનું વચન તમને આપવામાં આવે છે. info
التفاسير:

external-link copy
23 : 51

فَوَرَبِّ السَّمَآءِ وَالْاَرْضِ اِنَّهٗ لَحَقٌّ مِّثْلَ مَاۤ اَنَّكُمْ تَنْطِقُوْنَ ۟۠

૨૩. આકાશ અને ધરતીના પાલનહારની કસમ! આ વાત એવી જ સાચી છે, જેવી કે તમારું વાત કરવું સત્ય છે. info
التفاسير:

external-link copy
24 : 51

هَلْ اَتٰىكَ حَدِیْثُ ضَیْفِ اِبْرٰهِیْمَ الْمُكْرَمِیْنَ ۟ۘ

૨૪. (હે નબી!) શું તમારી પાસે ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે? info
التفاسير:

external-link copy
25 : 51

اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ— قَالَ سَلٰمٌ ۚ— قَوْمٌ مُّنْكَرُوْنَ ۟

૨૫. જ્યારે તેઓ ઇબ્રાહીમ પાસે આવ્યા, તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને વિચાર કર્યો કે) આ તો અજાણ્યા લોકો છે. info
التفاسير:

external-link copy
26 : 51

فَرَاغَ اِلٰۤی اَهْلِهٖ فَجَآءَ بِعِجْلٍ سَمِیْنٍ ۟ۙ

૨૬. પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા. info
التفاسير:

external-link copy
27 : 51

فَقَرَّبَهٗۤ اِلَیْهِمْ قَالَ اَلَا تَاْكُلُوْنَ ۟ؗ

૨૭. અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા કેમ નથી? info
التفاسير:

external-link copy
28 : 51

فَاَوْجَسَ مِنْهُمْ خِیْفَةً ؕ— قَالُوْا لَا تَخَفْ ؕ— وَبَشَّرُوْهُ بِغُلٰمٍ عَلِیْمٍ ۟

૨૮. પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી. info
التفاسير:

external-link copy
29 : 51

فَاَقْبَلَتِ امْرَاَتُهٗ فِیْ صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوْزٌ عَقِیْمٌ ۟

૨૯. બસ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ. info
التفاسير:

external-link copy
30 : 51

قَالُوْا كَذٰلِكِ ۙ— قَالَ رَبُّكِ ؕ— اِنَّهٗ هُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ ۟

૩૦. તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે કહ્યું છે. નિ:શંક તે હિકામ્તવાળો અને જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
31 : 51

قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ ۟

૩૧. (ઇબ્રાહીમે) તે ફરિશ્તાઓને કહ્યું: હે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ)! તમારો શું હેતુ છે? info
التفاسير:

external-link copy
32 : 51

قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰی قَوْمٍ مُّجْرِمِیْنَ ۟ۙ

૩૨. તેમણે જવાબ આપ્યો કે અમને એક દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે. info
التفاسير:

external-link copy
33 : 51

لِنُرْسِلَ عَلَیْهِمْ حِجَارَةً مِّنْ طِیْنٍ ۟ۙ

૩૩. જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ. info
التفاسير:

external-link copy
34 : 51

مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ لِلْمُسْرِفِیْنَ ۟

૩૪. જે તમારા પાલનહાર તરફથી ચિન્હિત છે, તે સીમાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે. info
التفاسير:

external-link copy
35 : 51

فَاَخْرَجْنَا مَنْ كَانَ فِیْهَا مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۚ

૩૫. બસ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા. info
التفاسير:

external-link copy
36 : 51

فَمَا وَجَدْنَا فِیْهَا غَیْرَ بَیْتٍ مِّنَ الْمُسْلِمِیْنَ ۟ۚ

૩૬. અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું. info
التفاسير:

external-link copy
37 : 51

وَتَرَكْنَا فِیْهَاۤ اٰیَةً لِّلَّذِیْنَ یَخَافُوْنَ الْعَذَابَ الْاَلِیْمَ ۟ؕ

૩૭. અને અમે ત્યાં તેમના માટે એક નિશાની છોડી. જે દુ:ખદાયી અઝાબથી ડરે છે. info
التفاسير:

external-link copy
38 : 51

وَفِیْ مُوْسٰۤی اِذْ اَرْسَلْنٰهُ اِلٰی فِرْعَوْنَ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟

૩૮. અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા. info
التفاسير:

external-link copy
39 : 51

فَتَوَلّٰی بِرُكْنِهٖ وَقَالَ سٰحِرٌ اَوْ مَجْنُوْنٌ ۟

૩૯. બસ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે. info
التفاسير:

external-link copy
40 : 51

فَاَخَذْنٰهُ وَجُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِی الْیَمِّ وَهُوَ مُلِیْمٌ ۟ؕ

૪૦. છેવટે અમે તેને અને તેના લશ્કરને પકડી લીધા અને દરિયામાં નાખી દીધા અને તે હતો જ ધૂત્કારને લાયક. info
التفاسير:

external-link copy
41 : 51

وَفِیْ عَادٍ اِذْ اَرْسَلْنَا عَلَیْهِمُ الرِّیْحَ الْعَقِیْمَ ۟ۚ

૪૧. આવી જ રીતે આદનાં કિસ્સામાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો. info
التفاسير:

external-link copy
42 : 51

مَا تَذَرُ مِنْ شَیْءٍ اَتَتْ عَلَیْهِ اِلَّا جَعَلَتْهُ كَالرَّمِیْمِ ۟ؕ

૪૨. તે જે વસ્તુ પર પડતી તેને સડી ગયેલા હાડકાની જેમ (ચૂરે ચૂરા) કરી નાખતી હતી. info
التفاسير:

external-link copy
43 : 51

وَفِیْ ثَمُوْدَ اِذْ قِیْلَ لَهُمْ تَمَتَّعُوْا حَتّٰی حِیْنٍ ۟

૪૩. અને ષમૂદ (ના કિસ્સા)માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો. info
التفاسير:

external-link copy
44 : 51

فَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ وَهُمْ یَنْظُرُوْنَ ۟

૪૪. પરંતુ (આ ચેતવણી આપ્યા છતાં) તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓના પર વીજળીનો અઝાબ આવી ગયો. info
التفاسير:

external-link copy
45 : 51

فَمَا اسْتَطَاعُوْا مِنْ قِیَامٍ وَّمَا كَانُوْا مُنْتَصِرِیْنَ ۟ۙ

૪૫. બસ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો તેઓ પોતાનો બચાવ કરી શક્યા. info
التفاسير:

external-link copy
46 : 51

وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟۠

૪૬. અને આ પહેલા નૂહની કોમને પણ (નષ્ટ કર્યા હતા), તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી લોકો હતા. info
التفاسير:

external-link copy
47 : 51

وَالسَّمَآءَ بَنَیْنٰهَا بِاَیْىدٍ وَّاِنَّا لَمُوْسِعُوْنَ ۟

૪૭. આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે. info
التفاسير:

external-link copy
48 : 51

وَالْاَرْضَ فَرَشْنٰهَا فَنِعْمَ الْمٰهِدُوْنَ ۟

૪૮. અને ધરતીને અમે પાથરણું બનાવી દીધી, અને અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે. info
التفاسير:

external-link copy
49 : 51

وَمِنْ كُلِّ شَیْءٍ خَلَقْنَا زَوْجَیْنِ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟

૪૯. અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે (તેમનાથી) શિખામણ પ્રાપ્ત કરો. info
التفاسير:

external-link copy
50 : 51

فَفِرُّوْۤا اِلَی اللّٰهِ ؕ— اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۟ۚ

૫૦. બસ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું info
التفاسير:

external-link copy
51 : 51

وَلَا تَجْعَلُوْا مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ؕ— اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۟

૫૧. અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ ઇલાહ ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું. info
التفاسير:

external-link copy
52 : 51

كَذٰلِكَ مَاۤ اَتَی الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا قَالُوْا سَاحِرٌ اَوْ مَجْنُوْنٌ ۟۫

૫૨. આવી જ રીતે આ (મક્કાના કાફિરો) પહેલા જે પયગંબર આવ્યા, તેઓએ આ જ કહ્યું કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે. info
التفاسير:

external-link copy
53 : 51

اَتَوَاصَوْا بِهٖ ۚ— بَلْ هُمْ قَوْمٌ طَاغُوْنَ ۟ۚ

૫૩. શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે. info
التفاسير:

external-link copy
54 : 51

فَتَوَلَّ عَنْهُمْ فَمَاۤ اَنْتَ بِمَلُوْمٍ ۟ؗ

૫૪. તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી. info
التفاسير:

external-link copy
55 : 51

وَّذَكِّرْ فَاِنَّ الذِّكْرٰی تَنْفَعُ الْمُؤْمِنِیْنَ ۟

૫૫. અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે. info
التفاسير:

external-link copy
56 : 51

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْاِنْسَ اِلَّا لِیَعْبُدُوْنِ ۟

૫૬. મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે. info
التفاسير:

external-link copy
57 : 51

مَاۤ اُرِیْدُ مِنْهُمْ مِّنْ رِّزْقٍ وَّمَاۤ اُرِیْدُ اَنْ یُّطْعِمُوْنِ ۟

૫૭. ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે. info
التفاسير:

external-link copy
58 : 51

اِنَّ اللّٰهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِیْنُ ۟

૫૮. અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે. info
التفاسير:

external-link copy
59 : 51

فَاِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا ذَنُوْبًا مِّثْلَ ذَنُوْبِ اَصْحٰبِهِمْ فَلَا یَسْتَعْجِلُوْنِ ۟

૫૯. બસ! જે લોકોએ જુલમ કર્યો છે, તેમની પણ એ જ દશા થશેમ જે દશા તેમના કરતા પહેલા સાથીઓની થઇ, એટલા માટે તે લોકો મારાથી (અઝાબ) માટે ઉતાવળ ન કરે. info
التفاسير:

external-link copy
60 : 51

فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنْ یَّوْمِهِمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۟۠

૬૦. કુફ્ર કરનારાઓ માટે તે દિવસે નષ્ટતા હશે, જે દિવસથી તેમને ડરાવવામાં આવે છે. info
التفاسير: