Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

Pagina nummer:close

external-link copy
23 : 34

وَلَا تَنْفَعُ الشَّفَاعَةُ عِنْدَهٗۤ اِلَّا لِمَنْ اَذِنَ لَهٗ ؕ— حَتّٰۤی اِذَا فُزِّعَ عَنْ قُلُوْبِهِمْ قَالُوْا مَاذَا ۙ— قَالَ رَبُّكُمْ ؕ— قَالُوا الْحَقَّ ۚ— وَهُوَ الْعَلِیُّ الْكَبِیْرُ ۟

૨૩. તેની પાસે ફક્ત તેમની જ ભલામણો ફાયદો પહોચાડી શકે છે, જેને તે પોતે પરવાનગી આપે, અને જ્યારે લોકોના દિલો માંથી ભય દૂર થશે તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું? તેઓ જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે. info
التفاسير:

external-link copy
24 : 34

قُلْ مَنْ یَّرْزُقُكُمْ مِّنَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قُلِ اللّٰهُ ۙ— وَاِنَّاۤ اَوْ اِیَّاكُمْ لَعَلٰی هُدًی اَوْ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

૨૪. તમે તેમને પૂછો! કે તમને આકાશો અને ધરતીમાં રોજી કોણ આપે છે? (પોતે) જવાબ આપો કે “અલ્લાહ તઆલા (જ રોજી આપે છે)”. (સાંભળો)! અમારા માંથી અને તમારા માંથી એક જૂથ જ હિદાયત પર અથવા ખુલ્લી ગુમરાહીમાં પડ્યો છે. info
التفاسير:

external-link copy
25 : 34

قُلْ لَّا تُسْـَٔلُوْنَ عَمَّاۤ اَجْرَمْنَا وَلَا نُسْـَٔلُ عَمَّا تَعْمَلُوْنَ ۟

૨૫. તમે તેમને કહી દો! કે અમે કરેલ અપરાધ વિશે તમારા માંથી કોઇને સવાલ કરવામાં નહીં આવે અને ન તો જે કઈ તમે કરી રહ્યા છો અમને તેના વિશે પૂછતાછ કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
26 : 34

قُلْ یَجْمَعُ بَیْنَنَا رَبُّنَا ثُمَّ یَفْتَحُ بَیْنَنَا بِالْحَقِّ ؕ— وَهُوَ الْفَتَّاحُ الْعَلِیْمُ ۟

૨૬. તેમને જણાવી દો કે આપણા સૌને આપણો પાલનહાર ભેગા કરી, પછી આપણી વચ્ચે સાચો નિર્ણય કરી દેશે, તે જ નિર્ણય કરનાર અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
27 : 34

قُلْ اَرُوْنِیَ الَّذِیْنَ اَلْحَقْتُمْ بِهٖ شُرَكَآءَ كَلَّا ؕ— بَلْ هُوَ اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૨૭. તમે તેમને કહી દો કે મને પણ તે લોકો બતાવો, જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવી તેમનો સાથ આપી રહ્યા છો, એ લોકો ક્યારેય નહીં બતાવી શકે, અલ્લાહ જ દરેક પ્રભુત્વ ધરાવે છે અને તે જ હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
28 : 34

وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِیْرًا وَّنَذِیْرًا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

૨૮. અમે તમને દરેક લોકો માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી. info
التفاسير:

external-link copy
29 : 34

وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૨૯. અને આ લોકો સવાલ કરે છે કે જો તમે સાચા છો તો તમારું વચન (કયામત) ક્યારે સાચું થશે? info
التفاسير:

external-link copy
30 : 34

قُلْ لَّكُمْ مِّیْعَادُ یَوْمٍ لَّا تَسْتَاْخِرُوْنَ عَنْهُ سَاعَةً وَّلَا تَسْتَقْدِمُوْنَ ۟۠

૩૦. જવાબ આપી દો કે તમારા માટે વચનનો સમય નક્કી છે, જેનાથી એક ક્ષણ ન તો પાછળ હઠી શકશો અને ન તો આગળ વધી શકશો. info
التفاسير:

external-link copy
31 : 34

وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَنْ نُّؤْمِنَ بِهٰذَا الْقُرْاٰنِ وَلَا بِالَّذِیْ بَیْنَ یَدَیْهِ ؕ— وَلَوْ تَرٰۤی اِذِ الظّٰلِمُوْنَ مَوْقُوْفُوْنَ عِنْدَ رَبِّهِمْ ۖۚ— یَرْجِعُ بَعْضُهُمْ اِلٰی بَعْضِ ١لْقَوْلَ ۚ— یَقُوْلُ الَّذِیْنَ اسْتُضْعِفُوْا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْا لَوْلَاۤ اَنْتُمْ لَكُنَّا مُؤْمِنِیْنَ ۟

૩૧. અને કાફિર ખે છે કે અમે આ કુરઆન પર ક્યારેય ઈમાન નહી લાવીએ અને ન તો આ પહેલાની કિતાબો પર, કદાચ કે તમે તે જાલિમ લોકોને તે સમયે જોતા, જ્યારે તેઓ પોતાના પાલનહાર સામે ઊભા રહી, એકબીજા પર આરોપ મૂકતા હશે, અશક્ત લોકો મોટા લોકોને કહેશે, જો તમે ન હોત તો અમે મોમિન હોત. info
التفاسير: