Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

external-link copy
29 : 18

وَقُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ ۫— فَمَنْ شَآءَ فَلْیُؤْمِنْ وَّمَنْ شَآءَ فَلْیَكْفُرْ ۚ— اِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ نَارًا اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ— وَاِنْ یَّسْتَغِیْثُوْا یُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ یَشْوِی الْوُجُوْهَ ؕ— بِئْسَ الشَّرَابُ ؕ— وَسَآءَتْ مُرْتَفَقًا ۟

૨૯. તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ પાણી ઇચ્છશે તો તેમને તે પાણી આપવામાં આવશે. જે ઓગળેલા તાંબાની જેમ ગરમ ગરમ હશે, જે તેમના ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ છે તે પીણું, અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે. info
التفاسير: