Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Gujariyanci - Rabila Al’umary

Lambar shafi: 564:564 close

external-link copy
17 : 68

اِنَّا بَلَوْنٰهُمْ كَمَا بَلَوْنَاۤ اَصْحٰبَ الْجَنَّةِ ۚ— اِذْ اَقْسَمُوْا لَیَصْرِمُنَّهَا مُصْبِحِیْنَ ۟ۙ

૧૭. નિ:શંક અમે તેમની એવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે કસમ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું. info
التفاسير:

external-link copy
18 : 68

وَلَا یَسْتَثْنُوْنَ ۟

૧૮. અને કોઈ (ફળ) બાકી નહીં રાખીએ. info
التفاسير:

external-link copy
19 : 68

فَطَافَ عَلَیْهَا طَآىِٕفٌ مِّنْ رَّبِّكَ وَهُمْ نَآىِٕمُوْنَ ۟

૧૯. પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા. info
التفاسير:

external-link copy
20 : 68

فَاَصْبَحَتْ كَالصَّرِیْمِ ۟ۙ

૨૦. બસ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે કપાયેલી ખેતી. info
التفاسير:

external-link copy
21 : 68

فَتَنَادَوْا مُصْبِحِیْنَ ۟ۙ

૨૧. હવે સવાર થતા જ તેઓ એકબીજાને પોકારવા લાગ્યા. info
التفاسير:

external-link copy
22 : 68

اَنِ اغْدُوْا عَلٰی حَرْثِكُمْ اِنْ كُنْتُمْ صٰرِمِیْنَ ۟

૨૨. કે અગર તમારે ફળ તોડવા હોય તો વહેલી પરોઢમાં પોતાની ખેતી તરફ ચાલી નીકળો. info
التفاسير:

external-link copy
23 : 68

فَانْطَلَقُوْا وَهُمْ یَتَخَافَتُوْنَ ۟ۙ

૨૩. ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા. info
التفاسير:

external-link copy
24 : 68

اَنْ لَّا یَدْخُلَنَّهَا الْیَوْمَ عَلَیْكُمْ مِّسْكِیْنٌ ۟ۙ

૨૪. કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે. info
التفاسير:

external-link copy
25 : 68

وَّغَدَوْا عَلٰی حَرْدٍ قٰدِرِیْنَ ۟

૨૫. અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે (ફળ તોડવા માટે) સમર્થ છીએ. info
التفاسير:

external-link copy
26 : 68

فَلَمَّا رَاَوْهَا قَالُوْۤا اِنَّا لَضَآلُّوْنَ ۟ۙ

૨૬. જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા છે. info
التفاسير:

external-link copy
27 : 68

بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ ۟

૨૭. ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ. info
التفاسير:

external-link copy
28 : 68

قَالَ اَوْسَطُهُمْ اَلَمْ اَقُلْ لَّكُمْ لَوْلَا تُسَبِّحُوْنَ ۟

૨૮. તે લોકોમાં, જે વચલો હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા? info
التفاسير:

external-link copy
29 : 68

قَالُوْا سُبْحٰنَ رَبِّنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟

૨૯. તેઓ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક આપણે જ જાલિમ હતા. info
التفاسير:

external-link copy
30 : 68

فَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ یَّتَلَاوَمُوْنَ ۟

૩૦. ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા. info
التفاسير:

external-link copy
31 : 68

قَالُوْا یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا طٰغِیْنَ ۟

૩૧. કહેવા લાગ્યા ખૂબ અફસોસ! ખરેખર અમે જ વિદ્રોહી હતા. info
التفاسير:

external-link copy
32 : 68

عَسٰی رَبُّنَاۤ اَنْ یُّبْدِلَنَا خَیْرًا مِّنْهَاۤ اِنَّاۤ اِلٰی رَبِّنَا رٰغِبُوْنَ ۟

૩૨. આશા છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ. info
التفاسير:

external-link copy
33 : 68

كَذٰلِكَ الْعَذَابُ ؕ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟۠

૩૩. આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરતનનો અઝાબ તો આના કરતા મોટો હશે, કાશ તે લોકો જાણતા હોત. info
التفاسير:

external-link copy
34 : 68

اِنَّ لِلْمُتَّقِیْنَ عِنْدَ رَبِّهِمْ جَنّٰتِ النَّعِیْمِ ۟

૩૪. ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે. info
التفاسير:

external-link copy
35 : 68

اَفَنَجْعَلُ الْمُسْلِمِیْنَ كَالْمُجْرِمِیْنَ ۟ؕ

૩૫. શું અમે મુસલમાનો પાપીઓ જેવા કરી દઇશું . info
التفاسير:

external-link copy
36 : 68

مَا لَكُمْ ۫— كَیْفَ تَحْكُمُوْنَ ۟ۚ

૩૬. તમને શું થઇ ગયુ છે, કેવા નિર્ણયો કરો છો? info
التفاسير:

external-link copy
37 : 68

اَمْ لَكُمْ كِتٰبٌ فِیْهِ تَدْرُسُوْنَ ۟ۙ

૩૭. શું તમારી પાસે કોઇ કિતાબ છે, જે તમે પઢતા હોય? info
التفاسير:

external-link copy
38 : 68

اِنَّ لَكُمْ فِیْهِ لَمَا تَخَیَّرُوْنَ ۟ۚ

૩૮. કે તેમાં તમારી મનચાહી વાતો હોય? info
التفاسير:

external-link copy
39 : 68

اَمْ لَكُمْ اَیْمَانٌ عَلَیْنَا بَالِغَةٌ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ۙ— اِنَّ لَكُمْ لَمَا تَحْكُمُوْنَ ۟ۚ

૩૯. અથવા તો અમારા શિરે તમારી કેટલીક કસમો છે? જે કયામત સૂધી બાકી રહે, કે તમારા માટે તે બધુ જ છે, જે તમે પોતાની તરફથી નક્કી કરી લો. info
التفاسير:

external-link copy
40 : 68

سَلْهُمْ اَیُّهُمْ بِذٰلِكَ زَعِیْمٌ ۟ۚۛ

૪૦. (હે પયગંબર) તમે તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે? info
التفاسير:

external-link copy
41 : 68

اَمْ لَهُمْ شُرَكَآءُ ۛۚ— فَلْیَاْتُوْا بِشُرَكَآىِٕهِمْ اِنْ كَانُوْا صٰدِقِیْنَ ۟

૪૧. શું તેમના કોઇ ભાગીદાર છે? જો તે સાચા હોય તો પોત પોતાના ભાગીદારો લઇને આવે. info
التفاسير:

external-link copy
42 : 68

یَوْمَ یُكْشَفُ عَنْ سَاقٍ وَّیُدْعَوْنَ اِلَی السُّجُوْدِ فَلَا یَسْتَطِیْعُوْنَ ۟ۙ

૪૨. જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે. info
التفاسير: