Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Gujariyanci - Rabila Al’umary

Lambar shafi:close

external-link copy
42 : 5

سَمّٰعُوْنَ لِلْكَذِبِ اَكّٰلُوْنَ لِلسُّحْتِ ؕ— فَاِنْ جَآءُوْكَ فَاحْكُمْ بَیْنَهُمْ اَوْ اَعْرِضْ عَنْهُمْ ۚ— وَاِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ یَّضُرُّوْكَ شَیْـًٔا ؕ— وَاِنْ حَكَمْتَ فَاحْكُمْ بَیْنَهُمْ بِالْقِسْطِ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ ۟

૪૨. આ લોકો જૂઠી વાતો ગઢવા માટે જાસૂસી કરે છે, (તે સિવાય) હરામ ખાવાવાળા પણ છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓમાં ન્યાય સાથે નિર્ણય કરો, નિ:શંક ન્યાય કરનારાઓ સાથે અલ્લાહ મોહબ્બત કરે છે. info
التفاسير:

external-link copy
43 : 5

وَكَیْفَ یُحَكِّمُوْنَكَ وَعِنْدَهُمُ التَّوْرٰىةُ فِیْهَا حُكْمُ اللّٰهِ ثُمَّ یَتَوَلَّوْنَ مِنْ بَعْدِ ذٰلِكَ ؕ— وَمَاۤ اُولٰٓىِٕكَ بِالْمُؤْمِنِیْنَ ۟۠

૪૩. (આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી તેઓ આદેશોથી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી. info
التفاسير:

external-link copy
44 : 5

اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰىةَ فِیْهَا هُدًی وَّنُوْرٌ ۚ— یَحْكُمُ بِهَا النَّبِیُّوْنَ الَّذِیْنَ اَسْلَمُوْا لِلَّذِیْنَ هَادُوْا وَالرَّبّٰنِیُّوْنَ وَالْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَكَانُوْا عَلَیْهِ شُهَدَآءَ ۚ— فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ ۟

૪૪. અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તેં પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા, અને પરહેજગાર લોકો તેમજ આલિમો પણ (તૌરાત મુજબ જ ફેંસલો કરતા હતા), કારણકે તેઓને અલ્લાહની કિતાબની સુરક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તે કિતાબ સત્ય હોવાના સાક્ષી પણ આપતા હતા, એટલા માટે તમે લોકોથી ન ડરશો પરંતુ મારાથી જ ડરો, અને મારી આયતોને નજીવી કિંમતના બદલામાં વેંચી ન નાખો, અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે. info
التفاسير:

external-link copy
45 : 5

وَكَتَبْنَا عَلَیْهِمْ فِیْهَاۤ اَنَّ النَّفْسَ بِالنَّفْسِ ۙ— وَالْعَیْنَ بِالْعَیْنِ وَالْاَنْفَ بِالْاَنْفِ وَالْاُذُنَ بِالْاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ ۙ— وَالْجُرُوْحَ قِصَاصٌ ؕ— فَمَنْ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟

૪૫. તેમના માટે અમે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ, આંખના બદલામાં આંખ, નાકના બદલામાં નાક, કાનના બદલામાં કાન, દાંતના બદલામાં દાંત અને જખમોનો બરાબર બરાબર બદલો રહેશે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશ મુજબ ફેંસલો ન કરે તો આવા જ લોકો જાલિમ છે. info
التفاسير: