ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى گجراتی - رابیلا العُمری

شماره صفحه:close

external-link copy
53 : 6

وَكَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّیَقُوْلُوْۤا اَهٰۤؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَیْهِمْ مِّنْ بَیْنِنَا ؕ— اَلَیْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِیْنَ ۟

૫૩. અને આવી જ રીતે અમે કેટલાકની કેટલાક વડે કસોટી કરી રહ્યા છે, જેથી (તે તેમને જોઈ) કહે કે શું અમારા માંથી આ જ લોકો છે, જેમના પર અલ્લાહએ એહસાન કર્યો છે? શું અલ્લાહ તઆલા પોતાના શુકર કરનાર બંદાઓને તેમના કરતા વધારે નથી જાણતો? info
التفاسير:

external-link copy
54 : 6

وَاِذَا جَآءَكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاٰیٰتِنَا فَقُلْ سَلٰمٌ عَلَیْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلٰی نَفْسِهِ الرَّحْمَةَ ۙ— اَنَّهٗ مَنْ عَمِلَ مِنْكُمْ سُوْٓءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهٖ وَاَصْلَحَ ۙ— فَاَنَّهٗ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૫૪. અને આ લોકો જ્યારે તમારી પાસે આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો (એવું) કહી દો કે તમારા પર સલામતી છે, તમારા પાલનહારે કૃપા કરવી પોતાના શિરે નક્કી કરી લીધું છે, કે જે વ્યક્તિ તમારા માંથી ખરાબ કૃત્ય અજાણતાથી કરી બેસે, ત્યાર પછી તેઓ તૌબા કરી લે, અને ઇસ્લાહ કરી લે, તો અલ્લાહ (ની એ ખૂબી છે કે તે) મોટો માફ કરનાર છે, ઘણો કૃપાળુ છે. info
التفاسير:

external-link copy
55 : 6

وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَلِتَسْتَبِیْنَ سَبِیْلُ الْمُجْرِمِیْنَ ۟۠

૫૫. આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય. info
التفاسير:

external-link copy
56 : 6

قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قُلْ لَّاۤ اَتَّبِعُ اَهْوَآءَكُمْ ۙ— قَدْ ضَلَلْتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الْمُهْتَدِیْنَ ۟

૫૬. તમે કહી દો કે મને તે વાતથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે તેમને કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, અને જો હું આવું કરીશ તો હું ભટકી ગયો અને હિદાયત પામેલ લોકો માંથી નહીં રહું info
التفاسير:

external-link copy
57 : 6

قُلْ اِنِّیْ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَكَذَّبْتُمْ بِهٖ ؕ— مَا عِنْدِیْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ ؕ— اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ ؕ— یَقُصُّ الْحَقَّ وَهُوَ خَیْرُ الْفٰصِلِیْنَ ۟

૫૭. તમે તેમને કહી દો કે હું મારા પાલનહાર તરફથી સ્પષ્ટ પુરાવા (કુરઆન) પર કાયમ છું, જેને તમે જુઠલાવી દીધું છે, અને જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, (અઝાબની) તે મારી પાસે નથી, આદેશ તો ફક્ત અલ્લાહનો જ છે, જે સત્ય વર્ણન કરે છે અને તે જ શ્રેષ્ઠ ઇન્સાફ કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
58 : 6

قُلْ لَّوْ اَنَّ عِنْدِیْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ لَقُضِیَ الْاَمْرُ بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِالظّٰلِمِیْنَ ۟

૫૮. તમે કહી દો કે જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, જો તેના પર મારો અધિકાર હોત તો મારી અને તમારી વચ્ચે (પહેલા જ) નિર્ણય થઈ જતો, અને અલ્લાહ જાલિમ લોકો વિશે ખૂબ સારી રીતે જાણે છે, (કે તેમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ) info
التفاسير:

external-link copy
59 : 6

وَعِنْدَهٗ مَفَاتِحُ الْغَیْبِ لَا یَعْلَمُهَاۤ اِلَّا هُوَ ؕ— وَیَعْلَمُ مَا فِی الْبَرِّ وَالْبَحْرِ ؕ— وَمَا تَسْقُطُ مِنْ وَّرَقَةٍ اِلَّا یَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِیْ ظُلُمٰتِ الْاَرْضِ وَلَا رَطْبٍ وَّلَا یَابِسٍ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟

૫૯. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો જમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે. info
التفاسير: