ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى گجراتی - رابیلا العُمری

شماره صفحه:close

external-link copy
95 : 6

اِنَّ اللّٰهَ فَالِقُ الْحَبِّ وَالنَّوٰی ؕ— یُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَمُخْرِجُ الْمَیِّتِ مِنَ الْحَیِّ ؕ— ذٰلِكُمُ اللّٰهُ فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟

૯૫. નિ:શંક અલ્લાહ તઆલા જ બીજ અને ઠળિયાને ફાડવાવાળો છે, તે સજીવને નિર્જીવ માંથી કાઢે છે અને તે નિર્જીવને સજીવ માંથી કાઢનાર છે. આ કામ તો અલ્લાહ તઆલા જ કરે છે, તો તમે ક્યાં ભટકી રહ્યા છો? info
التفاسير:

external-link copy
96 : 6

فَالِقُ الْاِصْبَاحِ ۚ— وَجَعَلَ الَّیْلَ سَكَنًا وَّالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ؕ— ذٰلِكَ تَقْدِیْرُ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟

૯૬. તે સવારને લાવનાર અને તેણે જ રાતને આરામ માટે બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને હિસાબ સાથે રાખ્યા છે, આ બધું જ ઝબરદસ્ત તાકાત ધરાવનાર અને બધું જ જાણવાવાળાના અંદાજા પ્રમાણે છે. info
التفاسير:

external-link copy
97 : 6

وَهُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ النُّجُوْمَ لِتَهْتَدُوْا بِهَا فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ ؕ— قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

૯૭. તે તો છે, જેણે તમારા માટે તારાઓનું સર્જન કર્યું, જેથી તમે તેના વડે અંધારામાં, ધરતી પર અને દરિયાઓમાં પણ રસ્તો શોધી શકો, અમે આ નિશાનીઓ ખૂબ સારી રીતે વર્ણન કરી દીધી, તે લોકો માટે, જે જાણે છે. info
التفاسير:

external-link copy
98 : 6

وَهُوَ الَّذِیْۤ اَنْشَاَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَّمُسْتَوْدَعٌ ؕ— قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّفْقَهُوْنَ ۟

૯૮. અને તે તો છે, જેણે તમને એક વ્યક્તિ (આદમ) દ્વારા પેદા કર્યા, પછી એક જ્ગ્યા હંમેશા માટેની છે અને એક જ્ગ્યા થોડાક સમય માટેની છે, નિ:શંક અમે આ પૂરાવા તે લોકો માટે ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધા, જેઓ બુદ્ધિશાળી છે. info
التفاسير:

external-link copy
99 : 6

وَهُوَ الَّذِیْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ— فَاَخْرَجْنَا بِهٖ نَبَاتَ كُلِّ شَیْءٍ فَاَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا ۚ— وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِیَةٌ ۙ— وَّجَنّٰتٍ مِّنْ اَعْنَابٍ وَّالزَّیْتُوْنَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَّغَیْرَ مُتَشَابِهٍ ؕ— اُنْظُرُوْۤا اِلٰی ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَیَنْعِهٖ ؕ— اِنَّ فِیْ ذٰلِكُمْ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟

૯૯. અને તે તો છે, જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા, જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષના, ઝૈતૂનના અને દાડમના બગીચાઓ બનાવ્યા, તેમના ફળ કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક અલગ અલગ હોય છે, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે પાકે છે, અને તેના પાકી જવાને જૂઓ, આ વાતોમાં તે લોકો માટે ઘણી નિશાનીઓ છે, જે ઈમાન લાવે છે. info
التفاسير:

external-link copy
100 : 6

وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ الْجِنَّ وَخَلَقَهُمْ وَخَرَقُوْا لَهٗ بَنِیْنَ وَبَنٰتٍ بِغَیْرِ عِلْمٍ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یَصِفُوْنَ ۟۠

૧૦૦. અને તે લોકોએ જિનોને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, જોકે તે લોકોનું સર્જન અલ્લાહ તઆલાએ જ કર્યુ અને તે લોકોએ અલ્લાહ વિશે દીકરા અને દીકરીઓ પૂરાવા વગર ઠેરવી રાખ્યા છે અને તે પવિત્ર અને ઉચ્ચ છે, તે વાતોથી જે આ લોકો કહે છે. info
التفاسير:

external-link copy
101 : 6

بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اَنّٰی یَكُوْنُ لَهٗ وَلَدٌ وَّلَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ ؕ— وَخَلَقَ كُلَّ شَیْءٍ ۚ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟

૧૦૧. તે આકાશો અને ધરતીનો સૌ પ્રથમ વખત સર્જન કરનાર છે, અલ્લાહ તઆલાના સંતાન કેવી રીતે હોઇ શકે છે, જેની કોઇ પત્ની જ નથી, અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનું સર્જન કર્યું અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير: