ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى گجراتی - رابیلا العُمری

અલ્ અન્આમ

external-link copy
1 : 6

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوْرَ ؕ۬— ثُمَّ الَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ یَعْدِلُوْنَ ۟

૧. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને અંધકાર અને પ્રકાશ બનાવ્યા, તો પણ જે લોકો કાફિર છે તેઓ અન્યને પોતાના પાલનહાર બરાબર ઠેહરાવે છે. info
التفاسير:

external-link copy
2 : 6

هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ طِیْنٍ ثُمَّ قَضٰۤی اَجَلًا ؕ— وَاَجَلٌ مُّسَمًّی عِنْدَهٗ ثُمَّ اَنْتُمْ تَمْتَرُوْنَ ۟

૨. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી એક સમય નક્કી કર્યો (અર્થાત મૌત) અને બીજો એ કસમય નક્કી છે, (અર્થાત કયામતનો દિવસ) તો પણ તમે અલ્લાહ વિશે શંકા કરી રહ્યા છો. info
التفاسير:

external-link copy
3 : 6

وَهُوَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَفِی الْاَرْضِ ؕ— یَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَیَعْلَمُ مَا تَكْسِبُوْنَ ۟

૩. અને તે જ અલ્લાહ છે, જે આકાશોમાં પણ છે અને ધરતીમાં પણ છે, તે તમારી છૂપી (વાતો)ને અને તમારી જાહેર (વાતો) ને પણ જાણે છે અને તમે જે કંઈ કાર્ય કરો છો તેને પણ જાણે છે. info
التفاسير:

external-link copy
4 : 6

وَمَا تَاْتِیْهِمْ مِّنْ اٰیَةٍ مِّنْ اٰیٰتِ رَبِّهِمْ اِلَّا كَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟

૪. અને (આ કાફિરો) પાસે તેમના પાલનહાર તરફથી કોઇ પણ નિશાની આવી તો તેઓ તેનાથી અળગા જ રહે છે. info
التفاسير:

external-link copy
5 : 6

فَقَدْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ ؕ— فَسَوْفَ یَاْتِیْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟

૫. તેઓ પાસે સત્ય આવી ગઈ તો તેઓએ તેને જુઠલાવી દીધું અને જે કંઈ બાબતો વિશે તેઓ મજાક કરી રહ્યા છે, નજીકમાં જ તેઓ તેમને પહોંચીને રહેશે. info
التفاسير:

external-link copy
6 : 6

اَلَمْ یَرَوْا كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ مَّكَّنّٰهُمْ فِی الْاَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَّكُمْ وَاَرْسَلْنَا السَّمَآءَ عَلَیْهِمْ مِّدْرَارًا ۪— وَّجَعَلْنَا الْاَنْهٰرَ تَجْرِیْ مِنْ تَحْتِهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟

૬. શું તેઓએ જોયું નથી કે અમે તેમનાથી પહેલા કેટલીય કોમોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ અમે તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને તેઓના ગુનાહોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજી કોમ પેદા કરી દીધી. info
التفاسير:

external-link copy
7 : 6

وَلَوْ نَزَّلْنَا عَلَیْكَ كِتٰبًا فِیْ قِرْطَاسٍ فَلَمَسُوْهُ بِاَیْدِیْهِمْ لَقَالَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ ۟

૭. અને (કાફિરોની સ્થિતિ આ પ્રમાણે છે કે) જો અમે કાગળ પર લખેલ કિતાબ તમારા પર ઊતારતા, પછી તેને આ લોકો પોતાના હાથ વડે અડી પણ લેતા, તો પણ આ કાફિરો એવું જ કહેતા કે આ તો સ્પષ્ટ જાદુ જ છે. info
التفاسير:

external-link copy
8 : 6

وَقَالُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ مَلَكٌ ؕ— وَلَوْ اَنْزَلْنَا مَلَكًا لَّقُضِیَ الْاَمْرُ ثُمَّ لَا یُنْظَرُوْنَ ۟

૮. અને આ લોકો એવું કહેતા કે તેઓની પાસે કોઇ ફરિશ્તા કેમ ઉતારવામાં નથી આવતા? અને જો અમે કોઇ ફરિશ્તા મોકલી દેતા, તો વાત જ પૂરી થઇ જાત, પછી તેઓને થોડીક પણ મહેતલ આપવામાં ન આવતી. info
التفاسير: