Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Gujaratische Übersetzung - Rabila Al-Umri

Nummer der Seite:close

external-link copy
41 : 9

اِنْفِرُوْا خِفَافًا وَّثِقَالًا وَّجَاهِدُوْا بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

૪૧. નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ. info
التفاسير:

external-link copy
42 : 9

لَوْ كَانَ عَرَضًا قَرِیْبًا وَّسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوْكَ وَلٰكِنْ بَعُدَتْ عَلَیْهِمُ الشُّقَّةُ ؕ— وَسَیَحْلِفُوْنَ بِاللّٰهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ ۚ— یُهْلِكُوْنَ اَنْفُسَهُمْ ۚ— وَاللّٰهُ یَعْلَمُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟۠

૪૨. જો દુનિયાનો ફાયદો ઝડપથી મળતો અને મુસાફરી પણ સરળ હોત તો આ (મુનાફિકો) તમારી સાથે આવતા, પરંતુ આ સફર તેમને અઘરો લાગી રહ્યો છે, તો અલ્લાહની કસમો ખાવા લાગ્યા, (અને કહેવા લાગ્યા) જો અમે તમારી સાથે નીકળી શકતા હોત તો જરૂર સાથ આપતા, આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે, અને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે કે આ જુઠા લોકો છે. info
التفاسير:

external-link copy
43 : 9

عَفَا اللّٰهُ عَنْكَ ۚ— لِمَ اَذِنْتَ لَهُمْ حَتّٰی یَتَبَیَّنَ لَكَ الَّذِیْنَ صَدَقُوْا وَتَعْلَمَ الْكٰذِبِیْنَ ۟

૪૩. (હે નબી!) અલ્લાહ તમને માફ કરી દે, કેમ તમે તેઓને (પાછળ રહેવાની) પરવાનગી આપી? તમારી સમક્ષ વાત સ્પષ્ટ થઈ જાત કે કોણ તેમના માંથી સાચા કોણ છે અને જુઠા લોકો કોણ છે? info
التفاسير:

external-link copy
44 : 9

لَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ اَنْ یُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالْمُتَّقِیْنَ ۟

૪૪. જે લોકો અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન ધરાવે છે, તે લોકો પોતાના ધન અને માલ વડે જિહાદથી રોકાઇ જવા માટે કયારેય તમારી પાસે પરવાનગી નહીં માંગે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير:

external-link copy
45 : 9

اِنَّمَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَارْتَابَتْ قُلُوْبُهُمْ فَهُمْ فِیْ رَیْبِهِمْ یَتَرَدَّدُوْنَ ۟

૪૫. આ પરવાનગી તો તમારી પાસેથી તે લોકો જ માંગે છે જેમને ન તો અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન છે, જેમના હૃદય શંકામાં પડ્યા છે અને તે પોતાની શંકામાં જ પડેલા હોય છે. info
التفاسير:

external-link copy
46 : 9

وَلَوْ اَرَادُوا الْخُرُوْجَ لَاَعَدُّوْا لَهٗ عُدَّةً وَّلٰكِنْ كَرِهَ اللّٰهُ انْۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِیْلَ اقْعُدُوْا مَعَ الْقٰعِدِیْنَ ۟

૪૬. જો તેઓની ઇચ્છા જિહાદ માટેની હોત તો, તેઓ આ સફર માટે સામાનની તૈયારી કરી રાખતા, પરંતુ અલ્લાહને તેમનું નીકળવું પસંદ જ ન હતું, એટલા માટે અલ્લાહએ તેઓને શરૂઆતથી જ રોકી રાખ્યા અને કહી દેવામાં આવ્યું કે તમે બેસી રહેનાર લોકો સાથે બેઠેલા જ રહો. info
التفاسير:

external-link copy
47 : 9

لَوْ خَرَجُوْا فِیْكُمْ مَّا زَادُوْكُمْ اِلَّا خَبَالًا وَّلَاۡاَوْضَعُوْا خِلٰلَكُمْ یَبْغُوْنَكُمُ الْفِتْنَةَ ۚ— وَفِیْكُمْ سَمّٰعُوْنَ لَهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟

૪૭. જો આ લોકો તમારી સાથે ભેગા થઇને નીકળતા તો પણ, તમારા માટે ઉપદ્રવ કરવા સિવાય કંઈ પણ ન કરતા, ઉપરાંત તમારી વચ્ચે ઉપદ્રવ માટે આમતેમ ફરતા જ હોય છે તમારી સાથે પણ કેટલાક લોકો છે, જે તેઓની વાત ધ્યાનથી સાંભળે છે, અને અલ્લાહ આવા અત્યાચારી લોકોને ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير: