Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Gujaratische Übersetzung - Rabila Al-Umri

Nummer der Seite:close

external-link copy
73 : 9

یٰۤاَیُّهَا النَّبِیُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِیْنَ وَاغْلُظْ عَلَیْهِمْ ؕ— وَمَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟

૭૩. હે પયગંબર! કાફિરો અને મુનાફિકો સાથે સંપૂર્ણ શક્તિ વડે તેમનો મુકાબલો કરો, અને તેમના પર સખત બની જાવ, તેમનું સાચું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
74 : 9

یَحْلِفُوْنَ بِاللّٰهِ مَا قَالُوْا ؕ— وَلَقَدْ قَالُوْا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوْا بَعْدَ اِسْلَامِهِمْ وَهَمُّوْا بِمَا لَمْ یَنَالُوْا ۚ— وَمَا نَقَمُوْۤا اِلَّاۤ اَنْ اَغْنٰىهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ مِنْ فَضْلِهٖ ۚ— فَاِنْ یَّتُوْبُوْا یَكُ خَیْرًا لَّهُمْ ۚ— وَاِنْ یَّتَوَلَّوْا یُعَذِّبْهُمُ اللّٰهُ عَذَابًا اَلِیْمًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَمَا لَهُمْ فِی الْاَرْضِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟

૭૪. આ અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે તેમણે આ પ્રમાણેની વાત નથી કરી, જો કે તેઓએ કાફિરના શબ્દો કહ્યા હતા, અને ઇસ્લામ લાવ્યા પછી ફરી કાફિર બની જાય છે, એવી જ રીતે તે લોકોએ એ વાતનો ઈરાદો કરી રાખ્યો હતો, જેને તેઓ કરી ન શક્યા, આ લોકો ફકત તે જ વાતનો બદલો લઇ રહ્યા છે કે તેમને અલ્લાહએ પોતાની કૃપાથી અને તેના પયગંબરે ધનવાન કરી દીધા, જો આ લોકો હજુ પણ તૌબા કરી લે તો, આ તેમના માટે સારું છે અને જો ચહેરો ફેરવશે તો અલ્લાહ તઆલા તેમને દુનિયા અને આખિરતમાં દુ:ખદાયી અઝાબ આપશે અને ધરતીમાં તેમના માટે કોઇ તેમની મદદ કરનાર તથા સહાય કરનાર ઊભો નહીં થાય. info
التفاسير:

external-link copy
75 : 9

وَمِنْهُمْ مَّنْ عٰهَدَ اللّٰهَ لَىِٕنْ اٰتٰىنَا مِنْ فَضْلِهٖ لَنَصَّدَّقَنَّ وَلَنَكُوْنَنَّ مِنَ الصّٰلِحِیْنَ ۟

૭૫. તે લોકોમાં કેટલાક એવા લોકો પણ છે જેમણે અલ્લાહને વચન આપ્યું હતું કે જો અલ્લાહ અમને પોતાની કૃપાથી ધન આપશે તો અમે ચોક્કસ દાન કરીશું અને સાચા સદાચારી લોકો બની જઇશું. info
التفاسير:

external-link copy
76 : 9

فَلَمَّاۤ اٰتٰىهُمْ مِّنْ فَضْلِهٖ بَخِلُوْا بِهٖ وَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ ۟

૭૬. પરંતુ જ્યારે અલ્લાહએ તેમને પોતાની કૃપા વડે આપ્યું તો, આ લોકો તેમાં કંજુસાઇ કરવા લાગ્યા, અને વાતને ટાળીને મોઢું ફેરવવા લાગ્યા. info
التفاسير:

external-link copy
77 : 9

فَاَعْقَبَهُمْ نِفَاقًا فِیْ قُلُوْبِهِمْ اِلٰی یَوْمِ یَلْقَوْنَهٗ بِمَاۤ اَخْلَفُوا اللّٰهَ مَا وَعَدُوْهُ وَبِمَا كَانُوْا یَكْذِبُوْنَ ۟

૭૭. બસ! જેના પરિણામરૂપે અલ્લાહએ તેમના હૃદયમાં તે દિવસ સુધી મુનાફિકપણું ભરી દીધું, જે દિવસે તેઓ તેની પાસે મુલાકાત કરશે, જેનું કારણ એ હતું કે જે વચન તે લોકોએ અલ્લાહને આપ્યું હતું તેમ વચનભંગ કર્યો, અને એટલા માટે પણ કે તેઓ જૂઠું બોલતા હતા. info
التفاسير:

external-link copy
78 : 9

اَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ سِرَّهُمْ وَنَجْوٰىهُمْ وَاَنَّ اللّٰهَ عَلَّامُ الْغُیُوْبِ ۟ۚ

૭૮. શું તે લોકો જાણતા નથી કે અલ્લાહ તઆલા તેઓના હૃદયોના ભેદો અને તેઓની ગુસપુસને જાણે છે, અને અલ્લાહ તઆલા ગૈબની દરેક વાતો જાણે છે. info
التفاسير:

external-link copy
79 : 9

اَلَّذِیْنَ یَلْمِزُوْنَ الْمُطَّوِّعِیْنَ مِنَ الْمُؤْمِنِیْنَ فِی الصَّدَقٰتِ وَالَّذِیْنَ لَا یَجِدُوْنَ اِلَّا جُهْدَهُمْ فَیَسْخَرُوْنَ مِنْهُمْ ؕ— سَخِرَ اللّٰهُ مِنْهُمْ ؗ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

૭૯. (મુનાફિકો માંથી કેટલાક એવા મુનાફિકો પણ છે) જેઓ ખુશીથી સદકો કરવાવાળા મોમિનને મહેણાં ટોણાં મારે છે અને તે લોકોને પણ (ટોણાં મારે છે) જેમને પોતાની મહેનત અને મજૂરી સિવાય કંઈ મળતું નથી, બસ! આ લોકો તેઓનો મજાક ઉડાવે છે, અલ્લાહ પણ તેમની સાથે મજાક કરે છે, તેમના માટે જ દુ:ખદાયી અઝાબ છે. info
التفاسير: