Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

Səhifənin rəqəmi: 166:151 close

external-link copy
138 : 7

وَجٰوَزْنَا بِبَنِیْۤ اِسْرَآءِیْلَ الْبَحْرَ فَاَتَوْا عَلٰی قَوْمٍ یَّعْكُفُوْنَ عَلٰۤی اَصْنَامٍ لَّهُمْ ۚ— قَالُوْا یٰمُوْسَی اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ— قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ ۟

૧૩૮. અને જ્યારે અમે બની ઇસ્રાઇલને સમુદ્ર પાર કરાવ્યો, તો તેઓ એક એવી કોમ પાસેથી પસાર થયા, જેઓ કેટલીક મૂર્તિઓ લઇને બેઠા હતા, કહેવા લાગ્યા કે હે મૂસા! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે, મૂસા કહ્યું કે ખરેખર તમે ખૂબ જ જાહિલ લોકો છો. info
التفاسير:

external-link copy
139 : 7

اِنَّ هٰۤؤُلَآءِ مُتَبَّرٌ مَّا هُمْ فِیْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૧૩૯. આ લોકો જે કાર્યમાં (મૃતીપૂજામાં) લાગેલા છે તેને નષ્ટ કરવામાં આવશે, તેઓનું આ કાર્ય આધારહીન છે. info
التفاسير:

external-link copy
140 : 7

قَالَ اَغَیْرَ اللّٰهِ اَبْغِیْكُمْ اِلٰهًا وَّهُوَ فَضَّلَكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟

૧૪૦. પછી કહ્યું કે શું હું તમારા માટે અલ્લાહ તઆલાને છોડીને બીજા કોઇને ઇલાહ નક્કી કરું? જો કે તેણે તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર પ્રાથમિકતા આપી છે. info
التفاسير:

external-link copy
141 : 7

وَاِذْ اَنْجَیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ ۚ— یُقَتِّلُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟۠

૧૪૧. અને (હે બની ઇસરાઈલ) તે સમય યાદ કરો જ્યારે અમે તમને ફિરઔનથી બચાવી લીધા, જે તમને સખત તકલીફો આપતો હતો, જે તમારા બાળકોને કતલ કરી દેતો અને તમારી સ્ત્રીઓને જીવિત છોડી દેતા અને તેમાં તમારા પાલનહાર તરફથી ઘણી મોટી કસોટી હતી. info
التفاسير:

external-link copy
142 : 7

وَوٰعَدْنَا مُوْسٰی ثَلٰثِیْنَ لَیْلَةً وَّاَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِیْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِیْنَ لَیْلَةً ۚ— وَقَالَ مُوْسٰی لِاَخِیْهِ هٰرُوْنَ اخْلُفْنِیْ فِیْ قَوْمِیْ وَاَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِیْلَ الْمُفْسِدِیْنَ ۟

૧૪૨. અને અમે મૂસાને ત્રીસ રાત્રિઓનું વચન આપ્યું, અને પછી તેમાં વધું દસ રાત્રિઓનું વચન આપ્યું, તો તેઓના પાલનહારનો સમય કુલ ચાલીસ રાત્રિઓનો થઇ ગયો, અને (જતી વખતે) મૂસા એ પોતાના ભાઇ હારૂન ને કહ્યું કે તમે મારા પછી આ લોકો માટે નાયબ બનશો, ઇસ્લાહ કરતા રહેજો અને ફસાદ ફેલાવનારની પાછળ ન જશો. info
التفاسير:

external-link copy
143 : 7

وَلَمَّا جَآءَ مُوْسٰی لِمِیْقَاتِنَا وَكَلَّمَهٗ رَبُّهٗ ۙ— قَالَ رَبِّ اَرِنِیْۤ اَنْظُرْ اِلَیْكَ ؕ— قَالَ لَنْ تَرٰىنِیْ وَلٰكِنِ انْظُرْ اِلَی الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰىنِیْ ۚ— فَلَمَّا تَجَلّٰی رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّخَرَّ مُوْسٰی صَعِقًا ۚ— فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَیْكَ وَاَنَا اَوَّلُ الْمُؤْمِنِیْنَ ۟

૧૪૩. અને જ્યારે મૂસા અમે નક્કી કરેલ સમય તેમજ જગ્યા પર પહોંચી ગયા અને તેમની સાથે તેમના પાલનહારે વાતચીત કરી, મૂસાએ કહ્યું, હે પાલનહાર! હું તમને જોઈ શકું એમ કર, અલ્લાહ તઆલાએ કહ્યું, તું મને કદાપિ નહીં જોઈ શકે, જો કે તે પર્વત તરફ નજર કર, જો તે પર્વત પોતાની જગ્યા પર અડગ રહ્યો તો તું પણ મને જોઈ શકીશ, પછી જ્યારે તેના પાલનહારે પર્વત પર તજલ્લી કરી તો તે પર્વતને ચૂરેચૂરા કરી દીધો અને મૂસા બેહોશ થઈ પડી ગયા, પછી જ્યારે હોશ આવ્યો તો કહેવા લાગ્યા કે તારી ઝાત ખૂબ જ પવિત્ર છે, હું તારી સમક્ષ તૌબા કરુ છું અને હું સૌથી પહેલા તારા પર ઈમાન લાવવાવાળો છું. info
التفاسير: