Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

Səhifənin rəqəmi:close

external-link copy
148 : 4

لَا یُحِبُّ اللّٰهُ الْجَهْرَ بِالسُّوْٓءِ مِنَ الْقَوْلِ اِلَّا مَنْ ظُلِمَ ؕ— وَكَانَ اللّٰهُ سَمِیْعًا عَلِیْمًا ۟

૧૪૮. અલ્લાહ તઆલા એ વાતને પસંદ નથી કરતો કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ માટે જાહેરમાં ખરાબ વાત કરે, જો તેના પર જુલમ કર્યું હોય, (તો કરી શકે છે), અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
149 : 4

اِنْ تُبْدُوْا خَیْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِیْرًا ۟

૧૪૯. જો તમે કોઇ ભલાઈ જાહેરમાં કરો અથવા છૂપી રીતે કરો અથવા કોઇની ભૂલ માફ કરી દો, તો અલ્લાહ તઆલા (પોતે પણ) ખૂબ માફ કરવાવાળો અને દરેક વાત પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
150 : 4

اِنَّ الَّذِیْنَ یَكْفُرُوْنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَیُرِیْدُوْنَ اَنْ یُّفَرِّقُوْا بَیْنَ اللّٰهِ وَرُسُلِهٖ وَیَقُوْلُوْنَ نُؤْمِنُ بِبَعْضٍ وَّنَكْفُرُ بِبَعْضٍ ۙ— وَّیُرِیْدُوْنَ اَنْ یَّتَّخِذُوْا بَیْنَ ذٰلِكَ سَبِیْلًا ۙ۟

૧૫૦. જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને એવું ઇચ્છે છે કે કૂફર અને ઈમાન વચ્ચે (એક ત્રીજો) માર્ગ અપનાવી લે. info
التفاسير:

external-link copy
151 : 4

اُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ حَقًّا ۚ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟

૧૫૧. આવા લોકો જ ખરેખર કાફિર છે, અને અમે કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ તૈયાર કરી રાખ્યો છે. info
التفاسير:

external-link copy
152 : 4

وَالَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ وَلَمْ یُفَرِّقُوْا بَیْنَ اَحَدٍ مِّنْهُمْ اُولٰٓىِٕكَ سَوْفَ یُؤْتِیْهِمْ اُجُوْرَهُمْ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

૧૫૨. અને જે લોકો અલ્લાહ પર અને તેના દરેક પયગંબરો પર ઈમાન લાવે છે અને તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા, આ જ લોકો છે, જેને અલ્લાહ પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ ઘણો જ માફ કરવાવાળો, દરગુજર કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
153 : 4

یَسْـَٔلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَیْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَلُوْا مُوْسٰۤی اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ— ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ— وَاٰتَیْنَا مُوْسٰی سُلْطٰنًا مُّبِیْنًا ۟

૧૫૩. અહલે કિતાબ તમારી પાસે માંગણી કરી રહ્યા છે કે તમે તેઓની સામે આકાશ માંથી કોઇ કિતાબ લાવો, તે લોકોએ મૂસા પાસે આના કરતા પણ મોટી માંગણી કરી હતી કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહ તઆલાને બતાવ, બસ! તેઓના આ અત્યાચારના કારણે તેઓ પર કડાકા સાથે વિજળી ત્રાટકી, પછી (હે અહલે કિતાબ)! તમારી પાસે સ્પષ્ટ પુરાવા પહોંચી ગયા છતાં, તમે વાછરડાને (પોતાનો મઅબૂદ) બનાવી લીધો, પરંતુ અમે તેઓની આ ભૂલ પણ માફ કરી દીધી અને અમે મૂસાને સંપૂર્ણ વિજયી આપ્યો. info
التفاسير:

external-link copy
154 : 4

وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّوْرَ بِمِیْثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُلْنَا لَهُمْ لَا تَعْدُوْا فِی السَّبْتِ وَاَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا ۟

૧૫૪. અમે (આ યહૂદી લોકો પાસે) વચન લીધા પછી તેમની ઉપર તેઓની તૂર પહાડ બતાવ્યો,અને તેઓને આદેશ આપ્યો કે સિજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ અને એ પણ આદેશ આપ્યો હતો કે શનિવારના દિવસ વિશે અતિરેક ન કરશો અને આ બધી વાતો અમે તેમની પાસે ઠોસ વચન લીધું હતું. info
التفاسير: