Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

Səhifənin rəqəmi:close

external-link copy
44 : 24

یُقَلِّبُ اللّٰهُ الَّیْلَ وَالنَّهَارَ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّاُولِی الْاَبْصَارِ ۟

૪૪. અલ્લાહ તઆલા જ દિવસ અને રાતને બદલે છે, જોનારાઓ માટે આમાં ખરેખર મોટી મોટી નિશાનીઓ છે. info
التفاسير:

external-link copy
45 : 24

وَاللّٰهُ خَلَقَ كُلَّ دَآبَّةٍ مِّنْ مَّآءٍ ۚ— فَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰی بَطْنِهٖ ۚ— وَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰی رِجْلَیْنِ ۚ— وَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰۤی اَرْبَعٍ ؕ— یَخْلُقُ اللّٰهُ مَا یَشَآءُ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૪૫. દરેક ચાલનારા સજીવોનું સર્જન અલ્લાહ તઆલાએ પાણી વડે કર્યું, તેમાંથી કેટલાક તો પોતાના પેટ વડે ચાલે છે, કેટલાક બે પગે ચાલે છે, કેટલાક ચાર પગે ચાલે છે, અલ્લાહ તઆલા જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
46 : 24

لَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍ مُّبَیِّنٰتٍ ؕ— وَاللّٰهُ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

૪૬. નિ:શંક અમે સ્પષ્ટ અને જાહેર આયતો ઉતારી કરી દીધી છે અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે, સત્ય માર્ગ બતાવી દે છે. info
التفاسير:

external-link copy
47 : 24

وَیَقُوْلُوْنَ اٰمَنَّا بِاللّٰهِ وَبِالرَّسُوْلِ وَاَطَعْنَا ثُمَّ یَتَوَلّٰی فَرِیْقٌ مِّنْهُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ ؕ— وَمَاۤ اُولٰٓىِٕكَ بِالْمُؤْمِنِیْنَ ۟

૪૭. અને આ (મુનાફિક લોકો) કહે છે કે અમે અલ્લાહ તઆલા અને પયગંબર પર ઈમાન લાવ્યા અને આજ્ઞાકારી બની ગયા, ત્યાર પછી તેમના માંથી એક જૂથ (અનુસરણ કરવાથી) મોઢું ફેરવી લે છે, ખરેખર આ લોકો ઈમાનવાળા છે (જ) નહીં. info
التفاسير:

external-link copy
48 : 24

وَاِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ مُّعْرِضُوْنَ ۟

૪૮. જ્યારે તેમને અલ્લાહ અને પયગંબર તરફ બોલાવવામાં આવે છે જેથી પયગંબર તેમના ઝઘડાઓનો ફેંસલો કરી દે, તેમના માંથી કેટલાક મોઢું ફેરવી લે છે. info
التفاسير:

external-link copy
49 : 24

وَاِنْ یَّكُنْ لَّهُمُ الْحَقُّ یَاْتُوْۤا اِلَیْهِ مُذْعِنِیْنَ ۟ؕ

૪૯. અને જો સત્ય તેમની પ્રમાણે હોય, તો આજ્ઞાકારી બની, તેની તરફ ચાલી આવે છે. info
التفاسير:

external-link copy
50 : 24

اَفِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَمِ ارْتَابُوْۤا اَمْ یَخَافُوْنَ اَنْ یَّحِیْفَ اللّٰهُ عَلَیْهِمْ وَرَسُوْلُهٗ ؕ— بَلْ اُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟۠

૫૦. શું તેમના હૃદયોમાં (નિફાકનો) રોગ છે, અથવા આ લોકો શંકામાં પડેલા છે, અથવા તે લોકોને એ વાતનો ભય છે કે અલ્લાહ તઆલા અને તેનો પયંગબર તેમનો અધિકાર છિનવે લેશે? વાત એવી છે કે આ લોકો પોતે જ જાલિમ છે. info
التفاسير:

external-link copy
51 : 24

اِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِیْنَ اِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اَنْ یَّقُوْلُوْا سَمِعْنَا وَاَطَعْنَا ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

૫૧. ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને અલ્લાહ અને તેના પયંગબર બોલાવવામાં આવે, જેથી તેઓ તેમની ફેંસલો કરી દે, તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આવા જ લોકો સફળ થનારા છે. info
التفاسير:

external-link copy
52 : 24

وَمَنْ یُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ وَیَخْشَ اللّٰهَ وَیَتَّقْهِ فَاُولٰٓىِٕكَ هُمُ الْفَآىِٕزُوْنَ ۟

૫૨. જે કોઈ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે, અલ્લાહથી ડરતા રહેશે, અને તેની અવજ્ઞા કરવાથી બચતો રહેશે, તો તે જ લોકો સફળ થનારા છે. info
التفاسير:

external-link copy
53 : 24

وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَىِٕنْ اَمَرْتَهُمْ لَیَخْرُجُنَّ ؕ— قُلْ لَّا تُقْسِمُوْا ۚ— طَاعَةٌ مَّعْرُوْفَةٌ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟

૫૩. (મુનાફિક લોકો) અલ્લાહના નામની સોગંદો ભારપૂર્વક લઇને (રસૂલને) કહે છે કે જો તમે તેમને આદેશ આપશો તો તેઓ જરૂર (જિહાદ માટે) નીકળી જઇશું, તમે તેમને કહી દો કે કસમો ન ખાઓ, તમારી આજ્ઞા વિશે તો દરેકને જાણ છે, જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير: