Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

Səhifənin rəqəmi:close

external-link copy
38 : 2

قُلْنَا اهْبِطُوْا مِنْهَا جَمِیْعًا ۚ— فَاِمَّا یَاْتِیَنَّكُمْ مِّنِّیْ هُدًی فَمَنْ تَبِعَ هُدَایَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟

૩૮. અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જો મારા તરફથી જે કંઈ માર્ગદર્શન તમારી પાસે પહોંચે, અને જે લોકો મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે, તો તેમને ન તો કોઈ ભય હશે અને ન તો તેમને કોઈ ગમ હશે. info
التفاسير:

external-link copy
39 : 2

وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠

૩૯. અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે. info
التفاسير:

external-link copy
40 : 2

یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَوْفُوْا بِعَهْدِیْۤ اُوْفِ بِعَهْدِكُمْ ۚ— وَاِیَّایَ فَارْهَبُوْنِ ۟

૪૦. હે બની ઇસ્રાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો, જે મેં તમને આપી હતી અને તમે મને આપેલ વચન પુરુ કરો અને મેં તમને જે વચન આપ્યું છે તેને હું પૂરું કરીશ અને ફક્ત મારાથી જ ડરો. info
التفاسير:

external-link copy
41 : 2

وَاٰمِنُوْا بِمَاۤ اَنْزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُوْنُوْۤا اَوَّلَ كَافِرٍ بِهٖ ۪— وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؗ— وَّاِیَّایَ فَاتَّقُوْنِ ۟

૪૧. અને તે કિતાબ (કુરઆન) પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે ઉતારી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનશો અને મારી આયતોને થોડીક કિંમતે વેચી ન નાખો. અને ફકત મારાથી જ ડરો. info
التفاسير:

external-link copy
42 : 2

وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟

૪૨. અને સત્યને અસત્ય સાથે ભેળસેળ ન કરો અને ન સત્યને છુપાવો, જ્યારે કે (સાચી વાત) તમે ખુબ જ સારી રીતે જાણો છો. info
التفاسير:

external-link copy
43 : 2

وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارْكَعُوْا مَعَ الرّٰكِعِیْنَ ۟

૪૩. અને નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, અને રૂકુઅ કરવાવાળાઓ સાથે તમે પણ રૂકુઅ કરતા રહો. info
التفاسير:

external-link copy
44 : 2

اَتَاْمُرُوْنَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ اَنْفُسَكُمْ وَاَنْتُمْ تَتْلُوْنَ الْكِتٰبَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

૪૪. શું લોકોને ભલાઇ ની શિખામણ આપો છો? અને પોતે જ પોતાને ભુલી જાઓ છો જો કે તમે કિતાબ (તૌરાત) પઢો છો, શું તમારામાં આટલી પણ બુધ્ધી નથી? info
التفاسير:

external-link copy
45 : 2

وَاسْتَعِیْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِ ؕ— وَاِنَّهَا لَكَبِیْرَةٌ اِلَّا عَلَی الْخٰشِعِیْنَ ۟ۙ

૪૫. સબર અને નમાઝ સાથે મદદ માંગતા રહો, આ વસ્તુ ભારે પરિશ્રમવાળી છે, પરંતુ ડરવાવાળાઓ માટે (સરળ છે). info
التفاسير:

external-link copy
46 : 2

الَّذِیْنَ یَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَاَنَّهُمْ اِلَیْهِ رٰجِعُوْنَ ۟۠

૪૬. અને જેઓ યકીન કરે છે કે તેઓ પોતાના પાલનહારથી (નજીક માંજ) મુલાકાત કરશે અને તેની જ તરફ પાછા ફરવાના છે. info
التفاسير:

external-link copy
47 : 2

یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟

૪૭. હે બની ઇસ્રાઈલ! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમને આપી હતી અને મેં તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર શ્રેષ્ઠતા આપી હતી. info
التفاسير:

external-link copy
48 : 2

وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَّلَا یُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟

૪૮. અને તે દિવસથી ડરતા રહો જ્યારે કોઇ કોઇના કામમાં નહીં આવી શકે અને ન તો તેની બાબત કોઇ ભલામણ સ્વીકારવામાં આવશે અને ન તો તેની પાસેથી દંડ લઈ તેને છોડવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે. info
التفاسير: