Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

Səhifənin rəqəmi:close

external-link copy
55 : 16

لِیَكْفُرُوْا بِمَاۤ اٰتَیْنٰهُمْ ؕ— فَتَمَتَّعُوْا ۫— فَسَوْفَ تَعْلَمُوْنَ ۟

૫૫. જેથી અલ્લાહએ તેમને જે કંઈ પણ આપી રાખ્યું છે (તેનો શુકર કરવાના બદલામાં) તેની નાશુકરી જ કરે, સારું (થોડોક સમય) ફાયદો ઉઠાવી લો, નજીક માંજ (સત્યતા) ની જાણ તમને થઈ જશે. info
التفاسير:

external-link copy
56 : 16

وَیَجْعَلُوْنَ لِمَا لَا یَعْلَمُوْنَ نَصِیْبًا مِّمَّا رَزَقْنٰهُمْ ؕ— تَاللّٰهِ لَتُسْـَٔلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُوْنَ ۟

૫૬. અને જે રોજી અમે તેમને આપી રાખી છે, તેમાંથી એવા (ભાગીદારોનો) ભાગ નક્કી કરે છે, જેમના વિશે તેઓ જાણતા પણ નથી, અલ્લાહની કસમ! જે કઈ તમે અલ્લાહ પર જુઠાણું બાંધી રહ્યા છો, તેના વિશે તે જરૂર તમને પૂછશે. info
التفاسير:

external-link copy
57 : 16

وَیَجْعَلُوْنَ لِلّٰهِ الْبَنٰتِ سُبْحٰنَهٗ ۙ— وَلَهُمْ مَّا یَشْتَهُوْنَ ۟

૫૭. અને તે પવિત્ર અલ્લાહ માટે બાળકીઓ નક્કી કરે છે જો કે અલ્લાહ આ પ્રમાણેની વાતોથી પાક છે, અને પોતાના માટે તે જે પોતાની ઇચ્છા અનુસાર હોય. (અર્થાત દીકરાઓ) info
التفاسير:

external-link copy
58 : 16

وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِالْاُ ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟ۚ

૫૮. તેમના માંથી કોઈને જ્યારે બાળકીની ખબર આપવામાં આવે તો તેનો ચહેરો ફિક્કો પડી જાય છે અને મનમાં સંકોચ અનુભવે છે. info
التفاسير:

external-link copy
59 : 16

یَتَوَارٰی مِنَ الْقَوْمِ مِنْ سُوْٓءِ مَا بُشِّرَ بِهٖ ؕ— اَیُمْسِكُهٗ عَلٰی هُوْنٍ اَمْ یَدُسُّهٗ فِی التُّرَابِ ؕ— اَلَا سَآءَ مَا یَحْكُمُوْنَ ۟

૫૯. અને આ વાતના કારણે લોકોથી છુપાઇને ફરે છે, વિચારે છે કે શું તેનું અપમાન થયા પછી તે બાળકને જીવિત છોડી દે અથવા જમીનમાં ધસાવી દે? જુઓ! કેટલો ખરાબ નિર્ણય કરે છે. info
التفاسير:

external-link copy
60 : 16

لِلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ مَثَلُ السَّوْءِ ۚ— وَلِلّٰهِ الْمَثَلُ الْاَعْلٰی ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

૬૦. ખરાબ ઉદાહરણ તે લોકો માટે છે, જેઓ આખિરત પર ઇમાન નથી ધરાવતા, અલ્લાહ માટે તો શ્રેષ્ઠ ઉદાહરણ છે, તે ઘણો વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
61 : 16

وَلَوْ یُؤَاخِذُ اللّٰهُ النَّاسَ بِظُلْمِهِمْ مَّا تَرَكَ عَلَیْهَا مِنْ دَآبَّةٍ وَّلٰكِنْ یُّؤَخِّرُهُمْ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ۚ— فَاِذَا جَآءَ اَجَلُهُمْ لَا یَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّلَا یَسْتَقْدِمُوْنَ ۟

૬૧. જો લોકોના જુલમ કરવાના કારણે અલ્લાહ તઆલા તેમની પકડ કરતો, તો ધરતી પર એક પણ સજીવ ન રહેતો, પરંતુ તે તો એક મુદ્દત સુધી ઢીલ આપી રહ્યો છે, જ્યારે તેમનો તે સમય આવી પહોંચે છે તો (અલ્લાહનો અઝાબ) તેમનાથી એક ક્ષણ બરાબર પણ આગળ પાછળ નથી થઈ શકતો. info
التفاسير:

external-link copy
62 : 16

وَیَجْعَلُوْنَ لِلّٰهِ مَا یَكْرَهُوْنَ وَتَصِفُ اَلْسِنَتُهُمُ الْكَذِبَ اَنَّ لَهُمُ الْحُسْنٰی ؕ— لَا جَرَمَ اَنَّ لَهُمُ النَّارَ وَاَنَّهُمْ مُّفْرَطُوْنَ ۟

૬૨. આ લોકો અલ્લાહ માટે તે વસ્તુ પસંદ કરે છે, જે પોતાના માટે નાપસંદ કરત હોય છે, અને તે લોકો જુઠ્ઠી વાતો વર્ણવે છે, કે તેમના માટે તો ભલાઈ જ ભલાઈ છે, તે માટે તો જહન્નમની આગ જ છે, અને તેમાં આ લોકો બધા કરતા (સૌથી આગળ) ધકેલવામાં આવશે. info
التفاسير:

external-link copy
63 : 16

تَاللّٰهِ لَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنْ قَبْلِكَ فَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ اَعْمَالَهُمْ فَهُوَ وَلِیُّهُمُ الْیَوْمَ وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

૬૩. અલ્લાહની કસમ! અમે તમારા પહેલા ઘણી કોમો તરફ પયગંબર મોકલી ચુક્યા છે, તો (આ પ્રમાણે જ થતું આયુ છે) કે શેતાને તેમના ખરાબ કાર્યોને તેમના માટે શણગારી બતાવે છે, આજે પણ શેતાન જ (તે મક્કાના કાફિરોનો) મિત્ર બની બેઠો છે, અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે. info
التفاسير:

external-link copy
64 : 16

وَمَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ اِلَّا لِتُبَیِّنَ لَهُمُ الَّذِی اخْتَلَفُوْا فِیْهِ ۙ— وَهُدًی وَّرَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟

૬૪. અમે કિતાબ તમારા પર એટલા માટે ઉતારી છે, કે જે વાતોમાં આ લોકો મતભેદ કરી રહ્યા છે, તેમના માટે સત્ય વાત સ્પષ્ટ કરી દો, ખરેખર આ કિતાબ ઈમાનવાળાઓ માટે હિદાયત પણ છે અને રહમત (પણ) છે. info
التفاسير: