૯. (તે સમયને યાદ કરો) જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી, કે હું સતત એક હજાર ફરિશ્તાઓ વડે તમારી મદદ કરીશ.
૧૦. આ વાત અલ્લાહએ તમને ફક્ત એટલા માટે જણાવી દીધી કે તમે ખુશ થઈ જાવ, અને તમારા દિલને શાંતિ મળે, નહીં તો મદદ તો ફક્ત અલ્લાહ તરફથી હોય છે, ખરેખર અલ્લાહ ઝબરદસ્ત અને હિકમતવાળો છે.
૧૧. (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલાએ તમારો ભય દૂર કરવા માટે તમારા પર ઉંઘ ઉતારી અને આકાશ માંથી તમારા પર વરસાદ મોકલ્યો જેથી તમને પાક કરી દે, અને તમારામાં શેતાની ગંદકીને નષ્ટ કરી દે, અને તમારા દિલોને મજબૂત બનાવી દે, અને તમારા પગને જમાવી દે.
૧૨. (તે સમયને યાદ કરો) જ્યારે તમારો પાલનહાર ફરિશ્તાઓને આદેશ આપી રહ્યો હતો કે હું તમારી સાથે છું, એટલા માટે મુસલમાનોના કદમ જમાવી રાખો, હમણાં જ હું કાફિરોના દિલોમાં ભય નાખી દઇશ, તો તમે તેમની ગરદનો પર અને દરેક સાંધાઓ પર પ્રહાર કરો.
૧૩. આ તે વાતની સજા છે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા આવા લોકોને સખત સજા આપનાર છે.
૧૬. અને જે વ્યક્તિ તે સમયે પીઠ બતાવી ભાગશે, પરંતુ હાં જે લડાઇ માટે કોઇ યુક્તિ કરી રહ્યો હોય અથવા જે (પોતાના) જૂથ તરફ શરણ ઇચ્છતો હોય, તેના માટે છૂટ છે, તે વગર જે કોઇ પણ આવું કરશે તેના પર અલ્લાહનો ગુસ્સો ઉતરશે અને તેનું ઠેકાણું જહન્નમ હશે, તે ઘણી જ ખરાબ જગ્યા છે.