૧. આ લોકો તમને અન્ફાલ (યુદ્ધ પછી મળેલો માલ) વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ માલ તો અલ્લાહ અને તેના પયગંબર માટે છે, બસ તમે અલ્લાહથી ડરો અને પોતાના અંદરોઅંદરના સંબંધોને સુધારો અને અલ્લાહ તઆલા અને તેના પયગંબરનું અનુસરણ કરો, જો તમે મોમિન હોય.
૨. સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.
૫. જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી (બદરના યુદ્ધ વખતે) સત્ય કામ માટે નિકાળયા હતા, (મુસલમાનોએ પણ આ રીતે જ નિકળવાનું હતું) જો કે મોમિન લોકોનું એક જૂથને તે પસંદ ન હતું.
૬. તેઓ તમારી સાથે સત્ય વિશે ઝઘડો કરી રહ્યાં હતા જો કે સત્ય તો જાહેર થઈ ગયું હતું, (તેમની સ્થિતિ એવી હતી) જેવી કે તેમને મૃત્યુ તરફ હાકવામાં આવી રહ્યા હોય અને તેઓ મૌતને જોઇ રહ્યા હોય.
૭. અને જ્યારે અલ્લાહ તઆલાએ તમને વચન આપ્યું હતું કે બન્ને જૂથ માંથી એક જૂથ તમારું હશે, અને તમારી ઈચ્છા એવી હતી કે હથિયાર વગરનું જૂથ તમારા હાથમાં આવી જાય, જ્યારે કે અલ્લાહની ઈચ્છા એવી હતી કે પોતાના આદેશો દ્વારા સત્યને સત્ય કરી બતાવે, અને કાફિરોને જડ જ કાપી નાખે.