૬૪. તમે કહી દો કે હે કિતાબવાળાઓ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, અને એ વાત એ કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો તમારા માંથી કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલાને છોડીને અન્યને રબ બનાવે, જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લેં તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે.
૬૫. હે કિતાબવાળાઓ! તમે ઇબ્રાહીમ વિશે કેમ ઝઘડો કરી રહ્યા છો, (કે તે યહૂદી હતા કે નસ્રાની) જો કે તૌરાત અને ઇન્જીલ તો તેમના પછી જ ઉતારવામાં આવી હતી, શું તમે આટલું પણ નથી વિચારતા?
૬૬. તમે એવા લોકો છો, જે તે વાતોમાં મતભેદ કરી ચુક્યા છો, જેના વિશે તમને થોડીક પણ જાણકારી હતી પરંતુ હવે તમે એ વિશે કેમ ઝઘડો કરી રહ્યા છો, જેની જાણકારી તમને સહેજ પણ નથી, તેને અલ્લાહ જ જાણે છે, તમે નથી જાણતા.
૬૮. દરેક લોકો કરતા ઇબ્રાહીમથી નજીક તે લોકો છે જેમણે તેમનું કહ્યું માન્યું (તેમના પછી) આ પયગંબર (મુહમ્મદ) અને તેમના પર ઇમાન લાવવાવાળા, અને અલ્લાહ ઈમાનવાળાઓનો જ દોસ્ત અને મદદગાર છે.