૧૫૪. ત્યારબાદ અલ્લાહ તઆલાએ તમારા માંથી કેટલાક લોકોને શાંતિવાળી ઊંઘ આપી દીધી, કેટલાક લોકો એવા પણ હતા જેમને પોતાના જીવની ચિંતા થઈ રહી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું આ બાબતે અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને આ બાબતે (ઉહદનું યુદ્ધમાં) કંઇ પણ અમારો અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કતલ થવાની જગ્યા તરફ ચાલી આવતા, આ હાર એટલા માટે હતી કે અલ્લાહ તઆલા જે કઈ તમારા હૃદયમાં છુપાયેલી છું, તેના વડે અલ્લાહ તમારી આજમાયશ કરે, અને જે કંઈ (ખોટ) તમારા દિલોમાં છે, તેનાથી અલ્લાહ તમને પાક કરી દે, અને અલ્લાહ દિલોના ભેદોને પણ સારી રીતે જાણે છે.
૧૫૫. જે દિવસે બન્ને લશ્કરો આમનો સામનો થયો, તો તમારા માંથી કેટલાક લોકો જે હારી ગયા, એટલા માટે કે તેમની કેટલીક ભૂલના કારણે શેતાને તેમના કદમ ડગમગાવી દીધા, અલ્લાહ તઆલાએ તેમને માફ કરી દીધા છે, બેશક અલ્લાહ તઆલા માફ કરનાર અને ધૈર્યવાન છે.
૧૫૬. હે ઇમાનવાળાઓ! તમે તે કાફિરો જેવા ન થઇ જશો કે જ્યારે તેમના ભાઈ સફરમાં અથવા જિહાદ માટે નીકળતા તો તેમને કહેતા, જો તમે અમારી સાથે તો ન કતલ થતા અને ન તો તમને કતલ કરવામાં આવતા, અલ્લાહ તઆલા તેઓની આ પ્રમાણેની વાતોને અફસોસ કરવાનું સ્ત્રોત બનાવી દે છે, અને (સત્યતા એ છે કે) અલ્લાહ જ જીવિત રાખે છે અને અલ્લાહ જ મૃત્યુ પણ આપે છે અને જે કઈ કામ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ જોઈ રહ્યો છે.
૧૫૭. જો અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદ કરવામાં આવો અથવા તો મૃત્યુ પામો તો નિંશંક અલ્લાહ તઆલાની માફી અને દયા તેનાથી ઉત્તમ છે જેને આ લોકો ભેગું કરી રહ્યા છે.