૧૦૮. તમે કહી દો કે, મારો માર્ગ આ જ છે, હું અને મારું અનુસરણ કરનારા અલ્લાહ તરફ બોલાવી રહ્યા છે, સંપૂર્ણ ભરોસા સાથે. અને અલ્લાહ પવિત્ર છે અને હું મુશરિકો માંથી નથી.
૧૦૯. તમારા પહેલા અમે જેટલા પણ પયગંબરો મોકલ્યા છે, બધાં પુરુષ જ હતા, અને તેમની જ વસ્તીઓના રહેવાસી હતા, જેમની તરફ અમે વહી કરતા રહ્યા, શું આ લોકો જમીન પર હરી-ફરીને જોતા નથી એ તેમનાથી પહેલા લોકોની દશા કેવી થઈ? અને જે લોકો અલ્લાહથી ડરે છે તેમના માટે આખિરતનું ઘર જ ઉત્તમ છે, શું આ લોકો કઈ પણ સમજતા નથી?
૧૧૦. (આ પહેલા પયગંબરો સાથે આ બધું જ થતું રહ્યું) અહીં સુધી કે જ્યારે રસૂલ નિરાશ થઈ ગયા અને લોકોને પણ યકીન થઈ ગયું કે તેમના દ્વારા જૂઠું કહેવામાં આવ્યું છે, તો પયગંબરો માટે અમારી મદદ આવી ગઇ, પછી અમે જેને ઇચ્છીએ તેને બચાવી લઈએ છીએ, જોન કે અપરાધી લોકો પરથી અમારો અઝાબ હટાવવામાં નથી આવતો.
૧૧૧. આ કિસ્સાઓમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણ છે, આ કુરઆન એવું નથી જે ઘઢી કાઢવામાં આવ્યું હોય, પરંતુ આ કુરઆન પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, તેમાં દરેક વાતનું સ્પષ્ટીકર વર્ણન કરવામાં આવ્યું છે, અને ઈમાન લાવવાવાળાઓ માટે હિદાયત અને રહેમત છે.