૮૭. મારા વ્હાલા પુત્રો! તમે જાવ અને યૂસુફ અને તેના ભાઇની સંપૂર્ણ રીતે શોધ કરો અને અલ્લાહની કૃપાથી નિરાશ ન થાવ, નિ:શંક પાલનહારની કૃપાથી નિરાશ તે જ લોકો થાય છે જેઓ કાફિર છે.
૮૮. પછી જ્યારે આ લોકો ફરીવાર યૂસુફ પાસે પહોંચ્યા, તો કહેવા લાગ્યા કે હે સરકાર! અમને અને અમારા કુટુંબીજનોને દુ:ખ પહોંચ્યું છે, અમે થોડુક જ (ધન) લાવ્યા છે, બસ! તમે અમારા પર સડકો કરતા અમને પૂરેપૂરું અનાજ આપો અલ્લાહ તઆલા દાન કરવાવાળાઓને બદલો આપે છે.
૯૦. તેઓ અચંબા સાથે બોલી ઉઠ્યા કે શું (ખરેખર) તમે જ યૂસુફ છો? જવાબ આપ્યો કે હાં, હું જ યૂસુફ છું અને આ મારો ભાઇ (બીન્યામીન) છે, અલ્લાહએ અમારા પર ઘણી કૃપા કરી, કારણ કે જે કોઈ અલ્લાહથી ડરવા લાગે અને ધીરજ રાખે છે તો અલ્લાહ તઆલા નેકી કરવાવાળાઓનો બદલો વ્યર્થ નથી કરતો.
૯૩. મારો આ કુર્તો તમે લઇ જાવ અને તેને મારા પિતાના ચહેરા પર નાંખી દેજો, જેથી તેઓની દૃષ્ટિ પાછી આવી જશે, અને તેમને તથા પોતાના દરેક કુંટુંબીજનોને મારી પાસે લઇ આવો.