የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የጉጅራትኛ ቋንቋ ትርጉም - ራቤላ አልዑመሪይ

અલ્ હશ્ર

external-link copy
1 : 59

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૧. આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહતઆલા ની તસ્બીહ કરી રહી છે, તે પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
2 : 59

هُوَ الَّذِیْۤ اَخْرَجَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ مِنْ دِیَارِهِمْ لِاَوَّلِ الْحَشْرِ ؔؕ— مَا ظَنَنْتُمْ اَنْ یَّخْرُجُوْا وَظَنُّوْۤا اَنَّهُمْ مَّا نِعَتُهُمْ حُصُوْنُهُمْ مِّنَ اللّٰهِ فَاَتٰىهُمُ اللّٰهُ مِنْ حَیْثُ لَمْ یَحْتَسِبُوْا وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ یُخْرِبُوْنَ بُیُوْتَهُمْ بِاَیْدِیْهِمْ وَاَیْدِی الْمُؤْمِنِیْنَ ۗ— فَاعْتَبِرُوْا یٰۤاُولِی الْاَبْصَارِ ۟

૨. તે જ છે, જેણે પ્રથમ જ હમલામાં અહલે કિતાબ કાફિરોને તેમના ઘરો માંથી કાઢી મુકયા, તમે વિચાર પણ નહતો કર્યો કે તેઓ (પોતાના ઘરો માંથી) નીકળી જશે, અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની પકડ) થી બચાવી લેશે, બસ! તેઓના પર અલ્લાહ (ની પકડ) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ એવો ભય નાખી દીધો કે તેઓ પોતાના જ હાથ વડે પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો. info
التفاسير:

external-link copy
3 : 59

وَلَوْلَاۤ اَنْ كَتَبَ اللّٰهُ عَلَیْهِمُ الْجَلَآءَ لَعَذَّبَهُمْ فِی الدُّنْیَا ؕ— وَلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابُ النَّارِ ۟

૩. અને જો અલ્લાહ તઆલાએ તેઓના પર દેશનિકાલને લખી ન દીધું હોત તો ચોક્કસ પણે તેઓને દુનિયામાં જ સજા આપતો, અને આખિરતમાં તેઓ માટે આગની સખત સજા છે. info
التفاسير: