የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የጉጅራትኛ ቋንቋ ትርጉም - ራቤላ አልዑመሪይ

የገፅ ቁጥር:close

external-link copy
155 : 4

فَبِمَا نَقْضِهِمْ مِّیْثَاقَهُمْ وَكُفْرِهِمْ بِاٰیٰتِ اللّٰهِ وَقَتْلِهِمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ وَّقَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ طَبَعَ اللّٰهُ عَلَیْهَا بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا ۪۟

૧૫૫. પછી તેમની સાથે જે કંઈ પણ થયું, એટલા માટે કે તેઓએ પોતાનું વચન તોડ્યું, અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, પયગંબરોને નાહક કતલ કર્યા, અને આમ કહ્યું કે અમારા દિલો પર પરદો છે, જો કે સત્યતા એ છે કે તેમના કૂફરના કારણે અલ્લાહએ તેમના દિલો પર મહોર લગાવી દીધી. એટલા માટે તેઓ થોડીક જ વાતો સિવાય કોઈ વાત પર ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
156 : 4

وَّبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلٰی مَرْیَمَ بُهْتَانًا عَظِیْمًا ۟ۙ

૧૫૬. અને એટલા માટે પણ (અલ્લાહ તઆલાએ તેમના દિલો પર મહોર લગાવી દીધી) કે સત્ય વાતનો ઇન્કાર કર્યો અને મરયમ પર મોટો આરોપ લગાવ્યો. info
التفاسير:

external-link copy
157 : 4

وَّقَوْلِهِمْ اِنَّا قَتَلْنَا الْمَسِیْحَ عِیْسَی ابْنَ مَرْیَمَ رَسُوْلَ اللّٰهِ ۚ— وَمَا قَتَلُوْهُ وَمَا صَلَبُوْهُ وَلٰكِنْ شُبِّهَ لَهُمْ ؕ— وَاِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ لَفِیْ شَكٍّ مِّنْهُ ؕ— مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ— وَمَا قَتَلُوْهُ یَقِیْنًا ۟ۙ

૧૫૭. અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે તેઓએ તેમને ન તો કતલ કર્યા છે અને ન તો ફાંસીએ ચઢાવ્યા છે, પરંતુ તેમના માટે આ બાબત શંકાસ્પદ કરી દીધો, અને જે લોકોએ આ બાબતે મતભેદ કર્યો તે પોતે પણ શંકા કરી રહ્યો છે, તેમને સત્ય વાતની કોઈ જાણ નથી, ફક્ત અનુમાન કરી તેની પાછળ ચાલી રહ્યા છે, અને આ સચોટ વાત છે કે તેઓએ ઈસા બિન મરયમને કતલ નથી કર્યા. info
التفاسير:

external-link copy
158 : 4

بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَیْهِ ؕ— وَكَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا ۟

૧૫૮. પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં હતા, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે. info
التفاسير:

external-link copy
159 : 4

وَاِنْ مِّنْ اَهْلِ الْكِتٰبِ اِلَّا لَیُؤْمِنَنَّ بِهٖ قَبْلَ مَوْتِهٖ ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ یَكُوْنُ عَلَیْهِمْ شَهِیْدًا ۟ۚ

૧૫૯. અને આ જેટલા અહલે કિતાબના લોકો છે, ઈસા બિન મરયમની (કુદરતી) મૃત્યુ પહેલા જરૂર આ વાત પર ઈમાન લાવશે, અને કયામતના દિવસે તેઓ તેમના વિરુદ્ધ ગવાહી અપાશે. info
التفاسير:

external-link copy
160 : 4

فَبِظُلْمٍ مِّنَ الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا عَلَیْهِمْ طَیِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِیْلِ اللّٰهِ كَثِیْرًا ۟ۙ

૧૬૦. યહૂદી લોકોના આ અત્યાચાર કરવાના કારણે અને લોકોને અલ્લાહના માર્ગથી રોકવાના કારણે અમે કેટલીય પવિત્ર વસ્તુ તેમના માટે હરામ કરી દીધી જે આ પહેલા તેમના માટે હલાલ હતી. info
التفاسير:

external-link copy
161 : 4

وَّاَخْذِهِمُ الرِّبٰوا وَقَدْ نُهُوْا عَنْهُ وَاَكْلِهِمْ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ؕ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ مِنْهُمْ عَذَابًا اَلِیْمًا ۟

૧૬૧. અને એટલા માટે પણ કે તેઓ વ્યાજ ખાતા હતા જો કે તેઓને વ્યાજથી રોકવામાં આવ્યા હતા, એવી જ રીતે તેઓ લોકોનો માલ હડપી લેતા હતા અને આવા કાફિરો માટે અમે દુઃખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે. info
التفاسير:

external-link copy
162 : 4

لٰكِنِ الرّٰسِخُوْنَ فِی الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُوْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ وَالْمُقِیْمِیْنَ الصَّلٰوةَ وَالْمُؤْتُوْنَ الزَّكٰوةَ وَالْمُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— اُولٰٓىِٕكَ سَنُؤْتِیْهِمْ اَجْرًا عَظِیْمًا ۟۠

૧૬૨. પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, તેઓ એ વહી ઉપર પણ ઈમાન ધરાવે છે, જે તમારી તરફ ઉતારવામાં આવી છે, અને તેના ઉપર પણ જે તમારા પહેલા ઉતારવામાં આવી હતી, તેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન રાખે છે, આવા લોકોને જ અમે મોટો બદલો આપીશું. info
التفاسير: