የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የጉጅራትኛ ቋንቋ ትርጉም - ራቤላ አልዑመሪይ

የገፅ ቁጥር:close

external-link copy
53 : 3

رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ ۟

૫૩. હે અમારા પાલનહાર! અમે તે અવતરિત કરેલી વહી પર ઇમાન લાવ્યા અને અમે તારા પયગંબરનું અનુસરણ કર્યું. બસ! તું અમારું નામ સાક્ષીઓ માંથી લખી લે. info
التفاسير:

external-link copy
54 : 3

وَمَكَرُوْا وَمَكَرَ اللّٰهُ ؕ— وَاللّٰهُ خَیْرُ الْمٰكِرِیْنَ ۟۠

૫૪. અને બની ઇસ્રાઇલે (ઈસા વિરુદ્ધ) ષડયંત્ર રચ્યું જવાબમાં અલ્લાહ તઆલાએ તેમનું ષડયંત્ર તેમના પર જ સાબિત કરી દીધું, અને અલ્લાહ તઆલા સૌથી ઉત્તમ યુક્તિ કરનાર છે. info
التفاسير:

external-link copy
55 : 3

اِذْ قَالَ اللّٰهُ یٰعِیْسٰۤی اِنِّیْ مُتَوَفِّیْكَ وَرَافِعُكَ اِلَیَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِیْنَ كَفَرُوْا وَجَاعِلُ الَّذِیْنَ اتَّبَعُوْكَ فَوْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ۚ— ثُمَّ اِلَیَّ مَرْجِعُكُمْ فَاَحْكُمُ بَیْنَكُمْ فِیْمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟

૫૫. (અને તે અલ્લાહની યુક્તિ જ હતી) જ્યારે અલ્લાહ તઆલાએ ઇસાને કહ્યું! હું તમને મારી તરફ પાછો બોલાવી લઈશ અને તમને મારી તરફ ઉઠાવી લઈશ અને આ ઇન્કારીઓથી પવિત્ર કરીશ અને જે તારુ અનુસરણ કરશે તેને કયામત સુધી આ ઇન્કારીઓ પર વિજય આપીશ, અને છેવટે તમારે સૌએ મારી તરફ જ પાછું ફરવાનું છે, તો હું તમારી વચ્ચે તે વાતોનો નિર્ણય કરી દઇશ, જેમાં તમે મતભેદ કરી રહ્યાં છો. info
التفاسير:

external-link copy
56 : 3

فَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَاُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؗ— وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟

૫૬. જે લોકોએ કૂફર કર્યો છે, તેઓને હું દુનિયા અને આખિરતમાં સખત અઝાબ આપીશ, તેમની મદદ કરનાર કોઇ નહી હોય. info
التفاسير:

external-link copy
57 : 3

وَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ ۟

૫૭. પરંતુ જે ઈમાન લાવ્યા અને સારા અમલ કર્યા તેમને અલ્લાહ તઆલા પૂરેપૂરો બદલો આપશે, અને અલ્લાહ તઆલા ઝાલિમોને પસંદ નથી કરતો. info
التفاسير:

external-link copy
58 : 3

ذٰلِكَ نَتْلُوْهُ عَلَیْكَ مِنَ الْاٰیٰتِ وَالذِّكْرِ الْحَكِیْمِ ۟

૫૮. આ તે આયતો છે, જે અમે તમારી સમક્ષ પઢી રહ્યા છે હિકમતથી ભરેલી શિખામણો છે. info
التفاسير:

external-link copy
59 : 3

اِنَّ مَثَلَ عِیْسٰی عِنْدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ ؕ— خَلَقَهٗ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟

૫૯. અલ્લાહ તઆલાની પાસે ઇસાનું ઉદાહરણ આદમ જેવું જ છે, જેમને માટીથી બનાવ્યા, પછી તેને આદેશ આપ્યો કે થઇ જા તો બસ! તે થઇ ગયા. info
التفاسير:

external-link copy
60 : 3

اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُنْ مِّنَ الْمُمْتَرِیْنَ ۟

૬૦. તમારા પાલનહાર તરફથી સત્ય આવી ગઈ છે, ખબરદાર શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જતા. info
التفاسير:

external-link copy
61 : 3

فَمَنْ حَآجَّكَ فِیْهِ مِنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ۫— ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَّعْنَتَ اللّٰهِ عَلَی الْكٰذِبِیْنَ ۟

૬૧. ત્યારબાદ જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો! તમે અમે અમારા દીકરાઓને બોલાવીએ છીએ અને તમે પોતાના દીકરાઓને, અને અમે અમારી સ્ત્રીઓને અને તમે તમારી સ્ત્રીઓને અને અમારા લોકોને અને તમે તમારા લોકોને બોલાવી લે, અને અલ્લાહ સામે આજીજી સાથે દુઆ કરે કે જે જૂઠો હોય તેના પર અલ્લાહની લઅનત થાય. info
التفاسير: