የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የጉጅራትኛ ቋንቋ ትርጉም - ራቤላ አልዑመሪይ

የገፅ ቁጥር:close

external-link copy
6 : 28

وَنُمَكِّنَ لَهُمْ فِی الْاَرْضِ وَنُرِیَ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا مِنْهُمْ مَّا كَانُوْا یَحْذَرُوْنَ ۟

૬. અને તેમને તે શહેરમાં મજબૂત બનાવીએ, અને ફિરઔન, હામાન અને તેમના લશ્કરોને તે બતાવીએ, જેનાથી તેઓ ડરી રહ્યા હતાં. info
التفاسير:

external-link copy
7 : 28

وَاَوْحَیْنَاۤ اِلٰۤی اُمِّ مُوْسٰۤی اَنْ اَرْضِعِیْهِ ۚ— فَاِذَا خِفْتِ عَلَیْهِ فَاَلْقِیْهِ فِی الْیَمِّ وَلَا تَخَافِیْ وَلَا تَحْزَنِیْ ۚ— اِنَّا رَآدُّوْهُ اِلَیْكِ وَجَاعِلُوْهُ مِنَ الْمُرْسَلِیْنَ ۟

૭. અમે મૂસાની માતાને વહી કરી કે આ બાળક (મૂસાને) દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કંઇ ભય લાગે તો તેને દરિયામાં વહાવી દેજો અને કોઈ ડર ન રાખજો અને નિરાશ ન થશો. અમે ખરેખર તેને તમારી તરફ પાછા મોકલીશું. અને તેને અમારા પયગંબરો માંથી બનાવીશું. info
التفاسير:

external-link copy
8 : 28

فَالْتَقَطَهٗۤ اٰلُ فِرْعَوْنَ لِیَكُوْنَ لَهُمْ عَدُوًّا وَّحَزَنًا ؕ— اِنَّ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا كَانُوْا خٰطِـِٕیْنَ ۟

૮. છેવટે ફિરઔનનાં ઘરવાળાઓએ તે બાળકને ઉઠાવી લીધો કે તેમના માટે દુશ્મન અને ચિંતાનું કારણ બને, અને ફિરઔન અને હામાન અને તેમના લશ્કર અપરાધી જ હતાં. info
التفاسير:

external-link copy
9 : 28

وَقَالَتِ امْرَاَتُ فِرْعَوْنَ قُرَّتُ عَیْنٍ لِّیْ وَلَكَ ؕ— لَا تَقْتُلُوْهُ ۖۗ— عَسٰۤی اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟

૯. અને ફિરઔનની પત્નીએ કહ્યું, આ બાળક તો મારી અને તમારી આંખોની ઠંડક છે, તેને કતલ ન કરો, શક્ય છે કે આ આપણને કંઇક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો જ દીકરો બનાવી લઇએ અને તે લોકો (તેના પરિણામથી) અજાણ હતા. info
التفاسير:

external-link copy
10 : 28

وَاَصْبَحَ فُؤَادُ اُمِّ مُوْسٰی فٰرِغًا ؕ— اِنْ كَادَتْ لَتُبْدِیْ بِهٖ لَوْلَاۤ اَنْ رَّبَطْنَا عَلٰی قَلْبِهَا لِتَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

૧૦. મૂસાની માતાનું દીલ ગભરાઇ ગયું, જો અમે તેમના હૃદયને શાંતિ ન આપતા તો તે ભેદ જાહેર કરી દેત, આ એટલા માટે કે તે (અમારા વચન પર) યકીન કરતી રહે. info
التفاسير:

external-link copy
11 : 28

وَقَالَتْ لِاُخْتِهٖ قُصِّیْهِ ؗ— فَبَصُرَتْ بِهٖ عَنْ جُنُبٍ وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ

૧૧. મૂસાની માતાએ મૂસાની બહેનને કહ્યું કે તું આ બાળકની પાછળ પાછળ જા,તે પોતાને બચાવી ચાલતી રહી અને બીજાને તેની ખબર ન પડી શકી. info
التفاسير:

external-link copy
12 : 28

وَحَرَّمْنَا عَلَیْهِ الْمَرَاضِعَ مِنْ قَبْلُ فَقَالَتْ هَلْ اَدُلُّكُمْ عَلٰۤی اَهْلِ بَیْتٍ یَّكْفُلُوْنَهٗ لَكُمْ وَهُمْ لَهٗ نٰصِحُوْنَ ۟

૧૨. તેમના પહોંચતા પહેલા જ અમે મૂસા પર દૂધ પીવડાવનારીઓનું દૂધ અવૈધ કરી દીધું હતું, મૂસાની બહેન કહેવા લાગી કે શું હું તમને એવું ઘર ન બતાવું, જે આ બાળકનું ભરણ-પોષણ કરે અને તેઓ તેના માટે શુભેચ્છક હોય? info
التفاسير:

external-link copy
13 : 28

فَرَدَدْنٰهُ اِلٰۤی اُمِّهٖ كَیْ تَقَرَّ عَیْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟۠

૧૩. બસ! અમે (આ પ્રમાણે) મૂસાને તેની માતા તરફ પાછો ફેરવ્યો, જેથી તેની આંખો ઠંડી રહે અને નિરાશ ન થાય અને જાણી લે કે અલ્લાહ તઆલાનું વચન સાચું છે, પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી. info
التفاسير: