የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የጉጅራትኛ ቋንቋ ትርጉም - ራቤላ አልዑመሪይ

external-link copy
125 : 2

وَاِذْ جَعَلْنَا الْبَیْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًا ؕ— وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّی ؕ— وَعَهِدْنَاۤ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ اَنْ طَهِّرَا بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْعٰكِفِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟

૧૨૫. (તે સમયને યાદ કરો) જ્યારે અમે બૈયતુલ્લાહ (કઅબા શરીફ) ને લોકો માટે એવી જગ્યા બનાવી દીધી, જેની તરફ (ઈબાદત) માટે જાય અને સંપૂર્ણ શાંતિની જગ્યા બનાવી, અને તમે ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો, અને અમે ઇબ્રાહીમ તેમજ ઇસ્માઇલ પાસેથી વચન લીધું કે તમે મારા ઘરને તવાફ કરવાવાળા અને એઅતેકાફ કરવાવાળા અને રૂકુઅ-સિજદો કરવાવાળાઓ માટે પાક-સાફ રાખો. info
التفاسير: