Қуръони Карим маъноларининг таржимаси - Гужуротча таржима - Рабила ал-Умрий

અલ્ હાકકહ

external-link copy
1 : 69

اَلْحَآقَّةُ ۟ۙ

૧. સાબિત થવાવાળી info
التفاسير:

external-link copy
2 : 69

مَا الْحَآقَّةُ ۟ۚ

૨. સાબિત થવાવાળી શું છે? info
التفاسير:

external-link copy
3 : 69

وَمَاۤ اَدْرٰىكَ مَا الْحَآقَّةُ ۟ؕ

૩. અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે? info
التفاسير:

external-link copy
4 : 69

كَذَّبَتْ ثَمُوْدُ وَعَادٌ بِالْقَارِعَةِ ۟

૪. ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી. info
التفاسير:

external-link copy
5 : 69

فَاَمَّا ثَمُوْدُ فَاُهْلِكُوْا بِالطَّاغِیَةِ ۟

૫. (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા. info
التفاسير:

external-link copy
6 : 69

وَاَمَّا عَادٌ فَاُهْلِكُوْا بِرِیْحٍ صَرْصَرٍ عَاتِیَةٍ ۟ۙ

૬. અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા. info
التفاسير:

external-link copy
7 : 69

سَخَّرَهَا عَلَیْهِمْ سَبْعَ لَیَالٍ وَّثَمٰنِیَةَ اَیَّامٍ ۙ— حُسُوْمًا فَتَرَی الْقَوْمَ فِیْهَا صَرْعٰی ۙ— كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ خَاوِیَةٍ ۟ۚ

૭. જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય. info
التفاسير:

external-link copy
8 : 69

فَهَلْ تَرٰی لَهُمْ مِّنْ بَاقِیَةٍ ۟

૮. શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો? info
التفاسير:

external-link copy
9 : 69

وَجَآءَ فِرْعَوْنُ وَمَنْ قَبْلَهٗ وَالْمُؤْتَفِكٰتُ بِالْخَاطِئَةِ ۟ۚ

૯. ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા. info
التفاسير:

external-link copy
10 : 69

فَعَصَوْا رَسُوْلَ رَبِّهِمْ فَاَخَذَهُمْ اَخْذَةً رَّابِیَةً ۟

૧૦. તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા. info
التفاسير:

external-link copy
11 : 69

اِنَّا لَمَّا طَغَا الْمَآءُ حَمَلْنٰكُمْ فِی الْجَارِیَةِ ۟ۙ

૧૧. જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા. info
التفاسير:

external-link copy
12 : 69

لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَّتَعِیَهَاۤ اُذُنٌ وَّاعِیَةٌ ۟

૧૨. જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે. info
التفاسير:

external-link copy
13 : 69

فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ نَفْخَةٌ وَّاحِدَةٌ ۟ۙ

૧૩. બસ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે. info
التفاسير:

external-link copy
14 : 69

وَّحُمِلَتِ الْاَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَّاحِدَةً ۟ۙ

૧૪. અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે. info
التفاسير:

external-link copy
15 : 69

فَیَوْمَىِٕذٍ وَّقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ

૧૫. તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે. info
التفاسير:

external-link copy
16 : 69

وَانْشَقَّتِ السَّمَآءُ فَهِیَ یَوْمَىِٕذٍ وَّاهِیَةٌ ۟ۙ

૧૬. અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે. info
التفاسير:

external-link copy
17 : 69

وَّالْمَلَكُ عَلٰۤی اَرْجَآىِٕهَا ؕ— وَیَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ یَوْمَىِٕذٍ ثَمٰنِیَةٌ ۟ؕ

૧૭. તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે. info
التفاسير:

external-link copy
18 : 69

یَوْمَىِٕذٍ تُعْرَضُوْنَ لَا تَخْفٰی مِنْكُمْ خَافِیَةٌ ۟

૧૮. તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે. info
التفاسير:

external-link copy
19 : 69

فَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ فَیَقُوْلُ هَآؤُمُ اقْرَءُوْا كِتٰبِیَهْ ۟ۚ

૧૯. પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”. info
التفاسير:

external-link copy
20 : 69

اِنِّیْ ظَنَنْتُ اَنِّیْ مُلٰقٍ حِسَابِیَهْ ۟ۚ

૨૦. મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે. info
التفاسير:

external-link copy
21 : 69

فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۟ۙ

૨૧. બસ! તે એક મનગમતા જીવનમાં હશે. info
التفاسير:

external-link copy
22 : 69

فِیْ جَنَّةٍ عَالِیَةٍ ۟ۙ

૨૨. ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં info
التفاسير:

external-link copy
23 : 69

قُطُوْفُهَا دَانِیَةٌ ۟

૨૩. જેના ગુચ્છા નમી પડેલા હશે. info
التفاسير:

external-link copy
24 : 69

كُلُوْا وَاشْرَبُوْا هَنِیْٓـًٔا بِمَاۤ اَسْلَفْتُمْ فِی الْاَیَّامِ الْخَالِیَةِ ۟

૨૪. (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા. info
التفاسير:

external-link copy
25 : 69

وَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِشِمَالِهٖ ۙ۬— فَیَقُوْلُ یٰلَیْتَنِیْ لَمْ اُوْتَ كِتٰبِیَهْ ۟ۚ

૨૫. પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”. info
التفاسير:

external-link copy
26 : 69

وَلَمْ اَدْرِ مَا حِسَابِیَهْ ۟ۚ

૨૬. અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે. info
التفاسير:

external-link copy
27 : 69

یٰلَیْتَهَا كَانَتِ الْقَاضِیَةَ ۟ۚ

૨૭. કાશ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત. info
التفاسير:

external-link copy
28 : 69

مَاۤ اَغْنٰی عَنِّیْ مَالِیَهْ ۟ۚ

૨૮. મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ. info
التفاسير:

external-link copy
29 : 69

هَلَكَ عَنِّیْ سُلْطٰنِیَهْ ۟ۚ

૨૯. મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ. info
التفاسير:

external-link copy
30 : 69

خُذُوْهُ فَغُلُّوْهُ ۟ۙ

૩૦. આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો, info
التفاسير:

external-link copy
31 : 69

ثُمَّ الْجَحِیْمَ صَلُّوْهُ ۟ۙ

૩૧. પછી તેને જહન્નમમાં નાખી દો. info
التفاسير:

external-link copy
32 : 69

ثُمَّ فِیْ سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُوْنَ ذِرَاعًا فَاسْلُكُوْهُ ۟ؕ

૩૨. પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો. info
التفاسير:

external-link copy
33 : 69

اِنَّهٗ كَانَ لَا یُؤْمِنُ بِاللّٰهِ الْعَظِیْمِ ۟ۙ

૩૩. નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો. info
التفاسير:

external-link copy
34 : 69

وَلَا یَحُضُّ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ؕ

૩૪. અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો. info
التفاسير:

external-link copy
35 : 69

فَلَیْسَ لَهُ الْیَوْمَ هٰهُنَا حَمِیْمٌ ۟ۙ

૩૫. બસ! આજે તેનો કોઈ મિત્ર નહીં હોય. info
التفاسير:

external-link copy
36 : 69

وَّلَا طَعَامٌ اِلَّا مِنْ غِسْلِیْنٍ ۟ۙ

૩૬. અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહીં મળે. info
التفاسير:

external-link copy
37 : 69

لَّا یَاْكُلُهٗۤ اِلَّا الْخَاطِـُٔوْنَ ۟۠

૩૭. જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય. info
التفاسير:

external-link copy
38 : 69

فَلَاۤ اُقْسِمُ بِمَا تُبْصِرُوْنَ ۟ۙ

૩૮. બસ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો. info
التفاسير:

external-link copy
39 : 69

وَمَا لَا تُبْصِرُوْنَ ۟ۙ

૩૯. અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી. info
التفاسير:

external-link copy
40 : 69

اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِیْمٍ ۟ۚۙ

૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે. info
التفاسير:

external-link copy
41 : 69

وَّمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ؕ— قَلِیْلًا مَّا تُؤْمِنُوْنَ ۟ۙ

૪૧. આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો. info
التفاسير:

external-link copy
42 : 69

وَلَا بِقَوْلِ كَاهِنٍ ؕ— قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ۟ؕ

૪૨. અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો. info
التفاسير:

external-link copy
43 : 69

تَنْزِیْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟

૪૩. (આ તો) જગતના પાલનહારે ઉતાર્યું છે. info
التفاسير:

external-link copy
44 : 69

وَلَوْ تَقَوَّلَ عَلَیْنَا بَعْضَ الْاَقَاوِیْلِ ۟ۙ

૪૪. અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો, info
التفاسير:

external-link copy
45 : 69

لَاَخَذْنَا مِنْهُ بِالْیَمِیْنِ ۟ۙ

૪૫. તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા. info
التفاسير:

external-link copy
46 : 69

ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِیْنَ ۟ؗۖ

૪૬. પછી તેની ધોરી નસ કાપી નાખતા. info
التفاسير:

external-link copy
47 : 69

فَمَا مِنْكُمْ مِّنْ اَحَدٍ عَنْهُ حٰجِزِیْنَ ۟

૪૭. પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત. info
التفاسير:

external-link copy
48 : 69

وَاِنَّهٗ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِیْنَ ۟

૪૮. નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે. info
التفاسير:

external-link copy
49 : 69

وَاِنَّا لَنَعْلَمُ اَنَّ مِنْكُمْ مُّكَذِّبِیْنَ ۟

૪૯. અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે. info
التفاسير:

external-link copy
50 : 69

وَاِنَّهٗ لَحَسْرَةٌ عَلَی الْكٰفِرِیْنَ ۟

૫૦. નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે. info
التفاسير:

external-link copy
51 : 69

وَاِنَّهٗ لَحَقُّ الْیَقِیْنِ ۟

૫૧. અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે. info
التفاسير:

external-link copy
52 : 69

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟۠

૫૨. બસ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો. info
التفاسير: