Қуръони Карим маъноларининг таржимаси - Гужуротча таржима - Рабила ал-Умрий

Бет рақами:close

external-link copy
7 : 58

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— مَا یَكُوْنُ مِنْ نَّجْوٰی ثَلٰثَةٍ اِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ اِلَّا هُوَ سَادِسُهُمْ وَلَاۤ اَدْنٰی مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْثَرَ اِلَّا هُوَ مَعَهُمْ اَیْنَ مَا كَانُوْا ۚ— ثُمَّ یُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟

૭. શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. એવું ક્યારેય થતું નથી કે ત્રણ વ્યક્તિની વાર્તાલાપ થતી હોય અને ચોથો તે (અલ્લાહ) ન હોય, અથવા પાંચ વ્યક્તિઓની વાર્તાલાપ થતી હોય અને છઠ્ઠો તે (અલ્લાહ) ન હોય, (મશવરો કરનાર) તેના કરતા વધારે હોય કે ઓછા તે તેમની સાથે જ હોય છે, તેઓ જ્યાં પણ હોય, પછી તે કયામતના દિવસે તેમને જણાવી પણ દેશે, જે કઈ તેઓ કરતા હતા, ખરેખર અલ્લાહ બધું જ જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
8 : 58

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ نُهُوْا عَنِ النَّجْوٰی ثُمَّ یَعُوْدُوْنَ لِمَا نُهُوْا عَنْهُ وَیَتَنٰجَوْنَ بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِیَتِ الرَّسُوْلِ ؗ— وَاِذَا جَآءُوْكَ حَیَّوْكَ بِمَا لَمْ یُحَیِّكَ بِهِ اللّٰهُ ۙ— وَیَقُوْلُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ لَوْلَا یُعَذِّبُنَا اللّٰهُ بِمَا نَقُوْلُ ؕ— حَسْبُهُمْ جَهَنَّمُ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمَصِیْرُ ۟

૮. શું તમે તે લોકોને જોયા નથી, જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, ફરી તેઓ તે જ કાર્ય કરે છે, જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા, અને તેઓ અંદરો-અંદર ગુનાહ, અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે વાતો કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને એવી રીતે સલામ કરે છે, જે રીતે અલ્લાહએ તમને સલામ નથી કહ્યું, અને પોતાના મનમાં કહે છે કે જે કઈ અમે કહી રહ્યા છે, તેના પર અલ્લાહ અમને સજા કેમ નથી આપતો? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
9 : 58

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا تَنَاجَیْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِیَتِ الرَّسُوْلِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوٰی ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟

૯. હે ઇમાનવાળાઓ! તમે જ્યારે વાતચીત કરો તો ગુનાહ, અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે ગુપસુપ ન કરો, પરંતુ ભલાઇ અને સયંમની વાતચીત કરો અને અલ્લાહથી ડરતા રહો, જેની પાસે તમે સૌ ભેગા કરવામાં આવશો. info
التفاسير:

external-link copy
10 : 58

اِنَّمَا النَّجْوٰی مِنَ الشَّیْطٰنِ لِیَحْزُنَ الَّذِیْنَ اٰمَنُوْا وَلَیْسَ بِضَآرِّهِمْ شَیْـًٔا اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟

૧૦. ગુસપુસ એ તો એક શેતાની કામ છે, જેનાથી ઇમાનવાળોને ઠેસ પહોંચે. જોકે અલ્લાહ તઆલાની આદેશ વગર તેમને સહેજ પણ તકલીફ પહોચી શકતી નથી.અને ઇમાનવાળાઓએ અલ્લાહ પરજ ભરોસો કરવો જોઈએ. info
التفاسير:

external-link copy
11 : 58

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا قِیْلَ لَكُمْ تَفَسَّحُوْا فِی الْمَجٰلِسِ فَافْسَحُوْا یَفْسَحِ اللّٰهُ لَكُمْ ۚ— وَاِذَا قِیْلَ انْشُزُوْا فَانْشُزُوْا یَرْفَعِ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ ۙ— وَالَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ دَرَجٰتٍ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟

૧૧. હે મુસલમાનો! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ) વાકેફ છે. info
التفاسير: