Қуръони Карим маъноларининг таржимаси - Гужуротча таржима - Рабила ал-Умрий

Бет рақами:close

external-link copy
5 : 12

قَالَ یٰبُنَیَّ لَا تَقْصُصْ رُءْیَاكَ عَلٰۤی اِخْوَتِكَ فَیَكِیْدُوْا لَكَ كَیْدًا ؕ— اِنَّ الشَّیْطٰنَ لِلْاِنْسَانِ عَدُوٌّ مُّبِیْنٌ ۟

૫. યાકૂબે કહ્યું કે વ્હાલા દીકરા! આ સપનું પોતાના ભાઇઓ સામે વર્ણન ન કરશો, એવું ન થાય કે તેઓ તારી સાથે કોઈ દગો કરે, શેતાન તો માનવીનો ખુલ્લો શત્રુ છે. info
التفاسير:

external-link copy
6 : 12

وَكَذٰلِكَ یَجْتَبِیْكَ رَبُّكَ وَیُعَلِّمُكَ مِنْ تَاْوِیْلِ الْاَحَادِیْثِ وَیُتِمُّ نِعْمَتَهٗ عَلَیْكَ وَعَلٰۤی اٰلِ یَعْقُوْبَ كَمَاۤ اَتَمَّهَا عَلٰۤی اَبَوَیْكَ مِنْ قَبْلُ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ ؕ— اِنَّ رَبَّكَ عَلِیْمٌ حَكِیْمٌ ۟۠

૬. અને આ (સ્વપ્ન દ્વારા) તમારો પાલનહાર તમને (દીન માટે) પસંદ કરી લેશે, અને તને સમસ્યાઓના ઉકેલ (સપનાનું સ્પષ્ટીકરણ) પણ શિખવાડશે અને તમારા પર અને યાકૂબના ઘરવાળાઓ પર પોતાની ભરપૂર કૃપા એવી રીતે પૂરી કરશે, જેવી રીતે કે તેણે આ પહેલા તમારા દાદા અને પરદાદા એટલે કે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ભરપૂર કૃપા કરી. ખરેખર તમારો પાલનહાર ખૂબ જ જ્ઞાની અને જબરદસ્ત હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
7 : 12

لَقَدْ كَانَ فِیْ یُوْسُفَ وَاِخْوَتِهٖۤ اٰیٰتٌ لِّلسَّآىِٕلِیْنَ ۟

૭. યૂસુફ અને તેમના ભાઇઓનાં કિસ્સામાં ઘણી શિખામણો છે, જાણવાવાળાઓ માટે. info
التفاسير:

external-link copy
8 : 12

اِذْ قَالُوْا لَیُوْسُفُ وَاَخُوْهُ اَحَبُّ اِلٰۤی اَبِیْنَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ ؕ— اِنَّ اَبَانَا لَفِیْ ضَلٰلٍ مُّبِیْنِ ۟ۙۖ

૮. જ્યારે યૂસુફના ભાઈઓ (અંદરોઅંદર) વાત કરવા લાગ્યા, યૂસુફ અને તેનો ભાઇ આપણા પિતાને આપણા કરતા વધુ પ્રિય છે, જો કે આપણે (શક્તિશાળી) જૂથ છે, આપણા પિતા સ્પષ્ટ ભૂલ કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
9 : 12

١قْتُلُوْا یُوْسُفَ اَوِ اطْرَحُوْهُ اَرْضًا یَّخْلُ لَكُمْ وَجْهُ اَبِیْكُمْ وَتَكُوْنُوْا مِنْ بَعْدِهٖ قَوْمًا صٰلِحِیْنَ ۟

૯. એટલા માટે યૂસુફને મારી નાખો, અથવા તેને કોઈ (વેરાન) જગ્યાએ ફેંકી દો, પછી તમારા પિતાનું ધ્યાન ફક્ત તમારી તરફ જ કેન્દ્રિત રહેશે, ત્યાર પછી તમે સદાચારી બની જજો. info
التفاسير:

external-link copy
10 : 12

قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوْا یُوْسُفَ وَاَلْقُوْهُ فِیْ غَیٰبَتِ الْجُبِّ یَلْتَقِطْهُ بَعْضُ السَّیَّارَةِ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟

૧૦. તેમના માંથી એકે કહ્યું યૂસુફને કતલ ન કરો, પરંતુ જો તમે કરવા જ માંગતા હોય તો આ પ્રમાણે કરો, તેને એક અંધારા કુવામાં નાખી દો, કે તેને કોઈ (આવતી જતી) ટોળકી ઉઠાવી લે, info
التفاسير:

external-link copy
11 : 12

قَالُوْا یٰۤاَبَانَا مَا لَكَ لَا تَاْمَنَّا عَلٰی یُوْسُفَ وَاِنَّا لَهٗ لَنٰصِحُوْنَ ۟

૧૧. (આ યુક્તિ કર્યા પછી) તેઓ પોતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી! તમે યૂસુફ વિશે અમારા પર ભરોસો કેમ નથી કરતા? અમે તો તેના શુભેચ્છુક છીએ. info
التفاسير:

external-link copy
12 : 12

اَرْسِلْهُ مَعَنَا غَدًا یَّرْتَعْ وَیَلْعَبْ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟

૧૨. આવતીકાલે તમે તેને અમારી સાથે મોકલી દેજો, જેથી કરીને તે (જંગલના ફળો) ખાઇ-પીવે અને રમે, અમે તેની સુરક્ષા કરતા રહીશું. info
التفاسير:

external-link copy
13 : 12

قَالَ اِنِّیْ لَیَحْزُنُنِیْۤ اَنْ تَذْهَبُوْا بِهٖ وَاَخَافُ اَنْ یَّاْكُلَهُ الذِّئْبُ وَاَنْتُمْ عَنْهُ غٰفِلُوْنَ ۟

૧૩. (યાકૂબ અ.સ.એ) કહ્યું તમારું તેને લઇને જવું મને તો ખૂબ જ ઉદાસ કરી દેશે અને મને એ પણ અંદેશો રહેશે કે તમારી બેદરકારીના કારણે વરું તેનો શિકાર કરી જશે . info
التفاسير:

external-link copy
14 : 12

قَالُوْا لَىِٕنْ اَكَلَهُ الذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ اِنَّاۤ اِذًا لَّخٰسِرُوْنَ ۟

૧૪. તેમણે જવાબ આપ્યો કે અમારા જેવા (શક્તિશાળી) જૂથની હાજરીમાં પણ જો તેને વરું ખાઇ જાય તો અમે તદ્દન નફ્ફટ સાબિત થઇ જઇશું. info
التفاسير: