قرآن کریم کے معانی کا ترجمہ - گجراتی ترجمہ - رابیلا عُمری

અલ્ બકરહ

external-link copy
1 : 2

الٓمّٓ ۟ۚ

૧. અલિફ-લામ્-મીમ્ [1] info

[1] આ સૂરતની શરૂઆતમાં વર્ણન થયેલ હુરૂફે મુકત્તઆત, તે હુરુફ કુરઆન મજીદને એક મોઅજિઝો (ચમત્કારિક વાળી) હોવાને દર્શાવે છે, અને તે મુશરિકો માટે એક ચેલેન્જ હતું, પરંતુ તેઓ તે ચેલેન્જનો જવાબ આપી ન શક્યા, અને આ શબ્દો અરબી ભાષાના શબ્દોનો સંગ્રહ છે, જેના દ્વારા અરબી ભાષા બને છે, જે એ વાતનો પુરાવો છે કે અરબના લોકો આના જેવા શબ્દો લાવવા પર અસમર્થ રહ્યા જો કે તેઓ અરબી ભાષામાં સૌથી વધુ નિષ્ણાત હતા, અને તે એ વાત તરફ ઈશારો કે કુરઆન અલ્લાહ તરફથી ઉતારવામાં આવ્યું છે.

التفاسير:

external-link copy
2 : 2

ذٰلِكَ الْكِتٰبُ لَا رَیْبَ ۖۚۛ— فِیْهِ ۚۛ— هُدًی لِّلْمُتَّقِیْنَ ۟ۙ

૨. આ કિતાબ (કુરઆન મજીદ)માં કોઇ શંકા નથી. એવા ડરવાવાળા લોકોને માર્ગદર્શન આપે છે. info
التفاسير:

external-link copy
3 : 2

الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟ۙ

૩. જે લોકો ગૈબ ઉપર ઇમાન રાખે છે અને નમાઝની પાબંદી કરે છે અને અમારા આપેલા (માલ) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, info
التفاسير:

external-link copy
4 : 2

وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ— وَبِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟ؕ

૪. અને તેઓ, જે કંઈ પણ આપની તરફ અવતરિત કરવામાં આવ્યું છે, અને જે કંઇ પણ તમારાથી પહેલાના લોકો (પયગંબરો) પર અવતરિત કરવામાં આવ્યું તેના પર ઈમાન રાખે છે, અને તેઓ આખિરત ઉપર પણ સંપૂર્ણ યકીન ધરાવે છે. info
التفاسير:

external-link copy
5 : 2

اُولٰٓىِٕكَ عَلٰی هُدًی مِّنْ رَّبِّهِمْ ۗ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

૫. આ જ લોકો પોતાના પાલનહાર તરફથી (અવતરિત કરેલ) હિદાયત પર છે, અને આ જ લોકો સફળ થવાવાળા છે. info
التفاسير: