قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - گوجراتچە تەرجىمىسى - رابىيلا ئەلئۇمرى

અદ્ દુખાન

external-link copy
1 : 44

حٰمٓ ۟ۚۛ

૧. હા-મીમ્ [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 44

وَالْكِتٰبِ الْمُبِیْنِ ۟ۙۛ

૨. તે કિતાબની કસમ! જે સત્યને સ્પષ્ટ કરે છે. info
التفاسير:

external-link copy
3 : 44

اِنَّاۤ اَنْزَلْنٰهُ فِیْ لَیْلَةٍ مُّبٰرَكَةٍ اِنَّا كُنَّا مُنْذِرِیْنَ ۟

૩. નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં ઉતારી છે, નિ:શંક અમે સચેત કરનારા છે. info
التفاسير:

external-link copy
4 : 44

فِیْهَا یُفْرَقُ كُلُّ اَمْرٍ حَكِیْمٍ ۟ۙ

૪. તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે. info
التفاسير:

external-link copy
5 : 44

اَمْرًا مِّنْ عِنْدِنَا ؕ— اِنَّا كُنَّا مُرْسِلِیْنَ ۟ۚ

૫. ખરેખર અમે જ પયગંબર બનાવી મોકલીએ છીએ, info
التفاسير:

external-link copy
6 : 44

رَحْمَةً مِّنْ رَّبِّكَ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ۙ

૬. અને આ તમારા પાલનહારની કૃપાથી હતું, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
7 : 44

رَبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۘ— اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ ۟

૭. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય. info
التفاسير:

external-link copy
8 : 44

لَاۤ اِلٰهَ اِلَّا هُوَ یُحْیٖ وَیُمِیْتُ ؕ— رَبُّكُمْ وَرَبُّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟

૮. તેના સિવાય કોઇ ઇલાહનથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે. info
التفاسير:

external-link copy
9 : 44

بَلْ هُمْ فِیْ شَكٍّ یَّلْعَبُوْنَ ۟

૯. પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
10 : 44

فَارْتَقِبْ یَوْمَ تَاْتِی السَّمَآءُ بِدُخَانٍ مُّبِیْنٍ ۟ۙ

૧૦. તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે. info
التفاسير:

external-link copy
11 : 44

یَّغْشَی النَّاسَ ؕ— هٰذَا عَذَابٌ اَلِیْمٌ ۟

૧૧. જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત અઝાબ હશે. info
التفاسير:

external-link copy
12 : 44

رَبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ اِنَّا مُؤْمِنُوْنَ ۟

૧૨. (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ. info
التفاسير:

external-link copy
13 : 44

اَنّٰی لَهُمُ الذِّكْرٰی وَقَدْ جَآءَهُمْ رَسُوْلٌ مُّبِیْنٌ ۟ۙ

૧૩. તે સમયે તેમને નસીહત ફાયદો નહીં પહોચાડે, જો કે સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,. info
التفاسير:

external-link copy
14 : 44

ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوْا مُعَلَّمٌ مَّجْنُوْنٌ ۟ۘ

૧૪. તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે. info
التفاسير:

external-link copy
15 : 44

اِنَّا كَاشِفُوا الْعَذَابِ قَلِیْلًا اِنَّكُمْ عَآىِٕدُوْنَ ۟ۘ

૧૫. અમે અઝાબને સહેજ દૂર કરી દઇશું તો તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો. info
التفاسير:

external-link copy
16 : 44

یَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرٰی ۚ— اِنَّا مُنْتَقِمُوْنَ ۟

૧૬. જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે. info
التفاسير:

external-link copy
17 : 44

وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُوْلٌ كَرِیْمٌ ۟ۙ

૧૭. નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા. info
التفاسير:

external-link copy
18 : 44

اَنْ اَدُّوْۤا اِلَیَّ عِبَادَ اللّٰهِ ؕ— اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૮. (જેણે કહ્યું) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير: