قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - گوجراتچە تەرجىمىسى - رابىيلا ئەلئۇمرى

અલ્ મુઅમિનૂન

external-link copy
1 : 23

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ

૧. નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી. info
التفاسير:

external-link copy
2 : 23

الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ

૨. જેઓ પોતાની નમાઝોને ખશૂઅ (એકાગ્રતા) સાથે પઢે છે. info
التفاسير:

external-link copy
3 : 23

وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ

૩. જેઓ બકવાસ વાતોથી દૂર રહે છે. info
التفاسير:

external-link copy
4 : 23

وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ

૪. જેઓ ઝકાત આપતા રહે છે. info
التفاسير:

external-link copy
5 : 23

وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ

૫. જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે છે. info
التفاسير:

external-link copy
6 : 23

اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ

૬. પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી. info
التفاسير:

external-link copy
7 : 23

فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ

૭. જો આ સિવાય બીજો કોઈ તરીકો અપનાવશે તો આવા લોકો જ હદ વટાવી દેનાર છે. info
التفاسير:

external-link copy
8 : 23

وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ

૮. જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરે છે. info
التفاسير:

external-link copy
9 : 23

وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ

૯. જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે. info
التفاسير:

external-link copy
10 : 23

اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ

૧૦. આ જ લોકો વારસદાર છે. info
التفاسير:

external-link copy
11 : 23

الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

૧૧. જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
12 : 23

وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ

૧૨. નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું. info
التفاسير:

external-link copy
13 : 23

ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟

૧૩. પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું. info
التفاسير:

external-link copy
14 : 23

ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ

૧૪. પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે. info
التفاسير:

external-link copy
15 : 23

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ

૧૫. ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો. info
التفاسير:

external-link copy
16 : 23

ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟

૧૬. પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે. info
التفاسير:

external-link copy
17 : 23

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟

૧૭. અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી ગાફિલ નથી. info
التفاسير: