Kur'an-ı Kerim meal tercümesi - Güceratça Tercüme - Rabile el-Umari

Sayfa numarası:close

external-link copy
203 : 2

وَاذْكُرُوا اللّٰهَ فِیْۤ اَیَّامٍ مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ تَعَجَّلَ فِیْ یَوْمَیْنِ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۚ— وَمَنْ تَاَخَّرَ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۙ— لِمَنِ اتَّقٰی ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟

૨૦૩. અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજહની ૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, શરત એ કે તે અલ્લાહથી ડરવાવાળાઓ હોય અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમને સૌને તેની જ તરફ ભેગા કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
204 : 2

وَمِنَ النَّاسِ مَنْ یُّعْجِبُكَ قَوْلُهٗ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیُشْهِدُ اللّٰهَ عَلٰی مَا فِیْ قَلْبِهٖ ۙ— وَهُوَ اَلَدُّ الْخِصَامِ ۟

૨૦૪. અને લોકો માંથી એક તે વ્યક્તિ પણ છે, જેની દૂનિયાની વાતો તમને રાજી કરી દે છે અને તે પોતાના દિલની વાતો પર અલ્લાહને સાક્ષી ઠેરવે છે, જો કે તે કજિયાખોર છે. info
التفاسير:

external-link copy
205 : 2

وَاِذَا تَوَلّٰی سَعٰی فِی الْاَرْضِ لِیُفْسِدَ فِیْهَا وَیُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الْفَسَادَ ۟

૨૦૫. જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી. info
التفاسير:

external-link copy
206 : 2

وَاِذَا قِیْلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتْهُ الْعِزَّةُ بِالْاِثْمِ فَحَسْبُهٗ جَهَنَّمُ ؕ— وَلَبِئْسَ الْمِهَادُ ۟

૨૦૬. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, તો તેનું ઘમંડ તેને ગુનોહ કરવા પર જમાવી દે છે, આવા લોકોનું ઠેકાણું ફકત જહન્નમ છે અને નિઃશંક તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
207 : 2

وَمِنَ النَّاسِ مَنْ یَّشْرِیْ نَفْسَهُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۟

૨૦૭. અને લોકો માંથી કોઈ એવો પણ છે, જે અલ્લાહ તઆલાને રાજી કરવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે અને અલ્લાહ તઆલા આવા બંદાઓ પર ઘણી જ કૃપા કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
208 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ادْخُلُوْا فِی السِّلْمِ كَآفَّةً ۪— وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟

૨૦૮. હે ઇમાનવાળાઓ! ઇસ્લામમાં પુરેપુરા દાખલ થઇ જાવ અને શેતાનના માર્ગનું અનુસરણ ન કરો, કારણકે તે તમારો ખુલ્લો દુશ્મન છે. info
التفاسير:

external-link copy
209 : 2

فَاِنْ زَلَلْتُمْ مِّنْ بَعْدِ مَا جَآءَتْكُمُ الْبَیِّنٰتُ فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟

૨૦૯. તમારી પાસે સ્પષ્ટ પુરાવા આવી જવા છતાં પણ પથભ્રષ્ટ થઈ જાવ તો જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે, info
التفاسير:

external-link copy
210 : 2

هَلْ یَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیَهُمُ اللّٰهُ فِیْ ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلٰٓىِٕكَةُ وَقُضِیَ الْاَمْرُ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠

૨૧૦. શું લોકો તે વાતની રાહ જૂએ છે કે તેઓ પાસે પોતે અલ્લાહ તઆલા ઘુમ્મસના છાયાઓમાં આવી જાય અને ફરિશ્તાઓ પણ, અને કાર્યોના નિર્ણય (હમણાં) જ કરવામાં આવે, અલ્લાહ તરફ જ દરેક કાર્યો ફેરવવામાં આવે છે, info
التفاسير: