ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි

અલ્ જિન

external-link copy
1 : 72

قُلْ اُوْحِیَ اِلَیَّ اَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوْۤا اِنَّا سَمِعْنَا قُرْاٰنًا عَجَبًا ۟ۙ

૧. (હે મુહમ્મદ) તમે તેમને કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે આ (કુરઆનને) ધ્યાનથી સાંભળ્યુ પછી (પોતાની કોમ તરફ જઈને) કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે. info
التفاسير:

external-link copy
2 : 72

یَّهْدِیْۤ اِلَی الرُّشْدِ فَاٰمَنَّا بِهٖ ؕ— وَلَنْ نُّشْرِكَ بِرَبِّنَاۤ اَحَدًا ۟ۙ

૨. જે ભલાઈનો માર્ગ બતાવે છે. એટલે અમે તેના પર ઇમાન લઇ આવ્યા. અને અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ. info
التفاسير:

external-link copy
3 : 72

وَّاَنَّهٗ تَعٰلٰی جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَّلَا وَلَدًا ۟ۙ

૩. અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ બુલંદ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો. info
التفاسير:

external-link copy
4 : 72

وَّاَنَّهٗ كَانَ یَقُوْلُ سَفِیْهُنَا عَلَی اللّٰهِ شَطَطًا ۟ۙ

૪. અને એ કે આપણા માંથી મૂર્ખ લોકો અલ્લાહ વિશે જુઠી વાત ઘડતા રહે છે. info
التفاسير:

external-link copy
5 : 72

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ تَقُوْلَ الْاِنْسُ وَالْجِنُّ عَلَی اللّٰهِ كَذِبًا ۟ۙ

૫. અને એ કે અમે તો એવું જ સમજતા હતા કે માનવી અને જિન્નાત અલ્લાહ વિશે કદાપી જૂઠ બોલી નથી શકતા. info
التفاسير:

external-link copy
6 : 72

وَّاَنَّهٗ كَانَ رِجَالٌ مِّنَ الْاِنْسِ یَعُوْذُوْنَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوْهُمْ رَهَقًا ۟ۙ

૬. અને એ કે માનવીઓ માંથી કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતોનાં ઘમંડમાં વધારો થયો. info
التفاسير:

external-link copy
7 : 72

وَّاَنَّهُمْ ظَنُّوْا كَمَا ظَنَنْتُمْ اَنْ لَّنْ یَّبْعَثَ اللّٰهُ اَحَدًا ۟ۙ

૭. અને એ કે માનવીઓ પણ એવું જ સમજતા હતા કે જેવું તામે સમજો છો કે અલ્લાહ કોઇને પણ ક્યારેય બીજીવાર જીવીત નહીં કરે. info
التفاسير:

external-link copy
8 : 72

وَّاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِیْدًا وَّشُهُبًا ۟ۙ

૮. અને એ કે અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓથી છવાયેલુ જોયુ. info
التفاسير:

external-link copy
9 : 72

وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ؕ— فَمَنْ یَّسْتَمِعِ الْاٰنَ یَجِدْ لَهٗ شِهَابًا رَّصَدًا ۟ۙ

૯. અને એ કે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવશે તો તે એક અંગારાને પોતાની લાગમાં જોશે. info
التفاسير:

external-link copy
10 : 72

وَّاَنَّا لَا نَدْرِیْۤ اَشَرٌّ اُرِیْدَ بِمَنْ فِی الْاَرْضِ اَمْ اَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ۟ۙ

૧૦. અને એ કે અમે ન જાણી શક્યા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે. info
التفاسير:

external-link copy
11 : 72

وَّاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ؕ— كُنَّا طَرَآىِٕقَ قِدَدًا ۟ۙ

૧૧. અને એ કે અમારા માંથી કેટલાક તો સદાચારીઓ છે. અને કેટલાક તેના કરતા નીચા દરજજાના છે, અમે વિવિધ તરીકા પર વહેંચાયેલા છીએ. info
التفاسير:

external-link copy
12 : 72

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِی الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۟ۙ

૧૨. અને અમને યકીન થઇ ગયું છે કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ. info
التفاسير:

external-link copy
13 : 72

وَّاَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰۤی اٰمَنَّا بِهٖ ؕ— فَمَنْ یُّؤْمِنْ بِرَبِّهٖ فَلَا یَخَافُ بَخْسًا وَّلَا رَهَقًا ۟ۙ

૧૩. અને એ કે જ્યારે હિદયાત (ની વાત) સાંભળી તો અમે તેના પર ઇમાન લઈ લાવ્યા અને જે કોઈ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો ભય હશે. info
التفاسير:

external-link copy
14 : 72

وَّاَنَّا مِنَّا الْمُسْلِمُوْنَ وَمِنَّا الْقٰسِطُوْنَ ؕ— فَمَنْ اَسْلَمَ فَاُولٰٓىِٕكَ تَحَرَّوْا رَشَدًا ۟

૧૪. અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો. info
التفاسير:

external-link copy
15 : 72

وَاَمَّا الْقٰسِطُوْنَ فَكَانُوْا لِجَهَنَّمَ حَطَبًا ۟ۙ

૧૫. અને જે અન્યાયી લોકો છે તે જહન્નમનું ઇંધણ બનશે. info
التفاسير:

external-link copy
16 : 72

وَّاَنْ لَّوِ اسْتَقَامُوْا عَلَی الطَّرِیْقَةِ لَاَسْقَیْنٰهُمْ مَّآءً غَدَقًا ۟ۙ

૧૬. અને જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા. info
التفاسير:

external-link copy
17 : 72

لِّنَفْتِنَهُمْ فِیْهِ ؕ— وَمَنْ یُّعْرِضْ عَنْ ذِكْرِ رَبِّهٖ یَسْلُكْهُ عَذَابًا صَعَدًا ۟ۙ

૧૭. જેથી અમે આ નેઅમત વડે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત અઝાબમાં નાખી દેશે. info
التفاسير:

external-link copy
18 : 72

وَّاَنَّ الْمَسٰجِدَ لِلّٰهِ فَلَا تَدْعُوْا مَعَ اللّٰهِ اَحَدًا ۟ۙ

૧૮. અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો. info
التفاسير:

external-link copy
19 : 72

وَّاَنَّهٗ لَمَّا قَامَ عَبْدُ اللّٰهِ یَدْعُوْهُ كَادُوْا یَكُوْنُوْنَ عَلَیْهِ لِبَدًا ۟ؕ۠

૧૯. અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા. info
التفاسير:

external-link copy
20 : 72

قُلْ اِنَّمَاۤ اَدْعُوْا رَبِّیْ وَلَاۤ اُشْرِكُ بِهٖۤ اَحَدًا ۟

૨૦. તમે તેમને કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારુ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો. info
التفاسير:

external-link copy
21 : 72

قُلْ اِنِّیْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا رَشَدًا ۟

૨૧. કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો. info
التفاسير:

external-link copy
22 : 72

قُلْ اِنِّیْ لَنْ یُّجِیْرَنِیْ مِنَ اللّٰهِ اَحَدٌ ۙ۬— وَّلَنْ اَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۟ۙ

૨૨. કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું. info
التفاسير:

external-link copy
23 : 72

اِلَّا بَلٰغًا مِّنَ اللّٰهِ وَرِسٰلٰتِهٖ ؕ— وَمَنْ یَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ۟ؕ

૨૩. પરંતુ હું અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દઉ, (હવે) જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
24 : 72

حَتّٰۤی اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ فَسَیَعْلَمُوْنَ مَنْ اَضْعَفُ نَاصِرًا وَّاَقَلُّ عَدَدًا ۟

૨૪. (આ લોકો પોતાના માર્ગથી અહી હટે) અહીં સુધી કે તેઓ તેને (અઝાબ) જોઇ ન લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે. info
التفاسير:

external-link copy
25 : 72

قُلْ اِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ مَّا تُوْعَدُوْنَ اَمْ یَجْعَلُ لَهٗ رَبِّیْۤ اَمَدًا ۟

૨૫. કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે. info
التفاسير:

external-link copy
26 : 72

عٰلِمُ الْغَیْبِ فَلَا یُظْهِرُ عَلٰی غَیْبِهٖۤ اَحَدًا ۟ۙ

૨૬. તે ગૈબ જાણવાવાળો છે અને તે પોતાના ગૈબની જાણ કોઈને નથી આપતો. info
التفاسير:

external-link copy
27 : 72

اِلَّا مَنِ ارْتَضٰی مِنْ رَّسُوْلٍ فَاِنَّهٗ یَسْلُكُ مِنْ بَیْنِ یَدَیْهِ وَمِنْ خَلْفِهٖ رَصَدًا ۟ۙ

૨૭. સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે. info
التفاسير:

external-link copy
28 : 72

لِّیَعْلَمَ اَنْ قَدْ اَبْلَغُوْا رِسٰلٰتِ رَبِّهِمْ وَاَحَاطَ بِمَا لَدَیْهِمْ وَاَحْصٰی كُلَّ شَیْءٍ عَدَدًا ۟۠

૨૮. જેથી તે જાણી લે કે તેઓએ પોતાના પાલનહારનાં આદેશો પહોચાડી દીધા છે, અને તે તેમની દરેક સ્થિતિને ઘેરી રાખી છે, અને તેણે દરેક વસ્તુની સંપૂર્ણ રીતે ગણતરી કરી રાખી છે. info
التفاسير: