ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි

පිටු අංක:close

external-link copy
57 : 39

اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰىنِیْ لَكُنْتُ مِنَ الْمُتَّقِیْنَ ۟ۙ

૫૭. અથવા આવું કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતો, તો હું પણ પરહેજગાર લોકો માંથી હોત. info
التفاسير:

external-link copy
58 : 39

اَوْ تَقُوْلَ حِیْنَ تَرَی الْعَذَابَ لَوْ اَنَّ لِیْ كَرَّةً فَاَكُوْنَ مِنَ الْمُحْسِنِیْنَ ۟

૫૮. અથવા અઝાબ જોઇને કહેવા લાગે, કદાચ! કે કોઇ પણ રીતે હું પાછો ફરી શકતો હોત, તો હું પણ સદાચારી લોકો માંથી થઇ જાત. info
التفاسير:

external-link copy
59 : 39

بَلٰی قَدْ جَآءَتْكَ اٰیٰتِیْ فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكٰفِرِیْنَ ۟

૫૯. (અલ્લાહ કહેશે) હાં, કેમ નહિ, તારી પાસે મારી આયતો પહોંચી હતી, જેને તે જુઠલાવી અને ઘમંડ કરતો રહ્યો અને તું કાફિરો માંથી હતો. info
التفاسير:

external-link copy
60 : 39

وَیَوْمَ الْقِیٰمَةِ تَرَی الَّذِیْنَ كَذَبُوْا عَلَی اللّٰهِ وُجُوْهُهُمْ مُّسْوَدَّةٌ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْمُتَكَبِّرِیْنَ ۟

૬૦. અને જે લોકોએ અલ્લાહ પર જૂઠાણું બાંધ્યું છે, કયામતના દિવસે તમે જોઈ લેશો કે તેમના ચહેરા કાળાં પડી જશે, શું ઘમંડી લોકોનું ઠેકાણું જહન્નમ નથી? info
التفاسير:

external-link copy
61 : 39

وَیُنَجِّی اللّٰهُ الَّذِیْنَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ ؗ— لَا یَمَسُّهُمُ السُّوْٓءُ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟

૬૧. અને જે લોકો અલ્લાહથી ડરતા રહ્યા, તેમને અલ્લાહ તઆલા તેમની સફળતાના (કારણે) દરેક જગ્યાએથી બચાવી લેશે, ન તો તેમને કોઇ દુ:ખ સ્પર્શ કરી શકશે અને ન તો તેઓ નિરાશ થશે. info
التفاسير:

external-link copy
62 : 39

اَللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ ؗ— وَّهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟

૬૨. અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે. info
التفاسير:

external-link copy
63 : 39

لَهٗ مَقَالِیْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠

૬૩. આકાશો અને ધરતીના (ખજાનાની) ચાવીઓનો માલિક તે જ છે. જે-જે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તે જ નુકસાન ઉઠાવનારા છે. info
التفاسير:

external-link copy
64 : 39

قُلْ اَفَغَیْرَ اللّٰهِ تَاْمُرُوْٓنِّیْۤ اَعْبُدُ اَیُّهَا الْجٰهِلُوْنَ ۟

૬૪. તમે તેમને કહી દો કે, હે અજ્ઞાની લોકો! શું તમે મને અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવાની સલાહ આપી રહ્યા છો? info
التفاسير:

external-link copy
65 : 39

وَلَقَدْ اُوْحِیَ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۚ— لَىِٕنْ اَشْرَكْتَ لَیَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟

૬૫. જો કે તમારી તરફ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે કે જો તમે શિર્ક કરશો તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો. info
التفاسير:

external-link copy
66 : 39

بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟

૬૬. પરંતુ તમે અલ્લાહની જ બંદગી કરો અને આભાર વ્યક્ત કરનારાબંદા બનીને રહો. info
التفاسير:

external-link copy
67 : 39

وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ۖۗ— وَالْاَرْضُ جَمِیْعًا قَبْضَتُهٗ یَوْمَ الْقِیٰمَةِ وَالسَّمٰوٰتُ مَطْوِیّٰتٌ بِیَمِیْنِهٖ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟

૬૭. અને તે લોકોએ અલ્લાહની કદર ન કરી, જેવું કે તેની કદર કરવાનો હક છે, કયામતના દિવસે સંપૂર્ણ ધરતી તેની મુઠ્ઠીમાં હશે અને સંપૂર્ણ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે, તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે. info
التفاسير: