ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි

පිටු අංක:close

external-link copy
109 : 3

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠

૧૦૯. અલ્લાહ તઆલા માટે જ છે, જે કંઇ આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા તરફ જ દરેક કાર્ય મોકલવામાં આવે છે. info
التفاسير:

external-link copy
110 : 3

كُنْتُمْ خَیْرَ اُمَّةٍ اُخْرِجَتْ لِلنَّاسِ تَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَتُؤْمِنُوْنَ بِاللّٰهِ ؕ— وَلَوْ اٰمَنَ اَهْلُ الْكِتٰبِ لَكَانَ خَیْرًا لَّهُمْ ؕ— مِنْهُمُ الْمُؤْمِنُوْنَ وَاَكْثَرُهُمُ الْفٰسِقُوْنَ ۟

૧૧૦. (મુસલમાનો) તમે જ ઉત્તમ જૂથ છો, જેને લોકોના (સુધારા અને હિદાયત માટે) બનાવવામાં આવી છે, તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો, જો કિતાબવાળા પણ ઇમાન લાવતા તો તેઓ માટે સારુ હોત, તેઓમાં કેટલાક ઇમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો વિદ્રોહી છે. info
التفاسير:

external-link copy
111 : 3

لَنْ یَّضُرُّوْكُمْ اِلَّاۤ اَذًی ؕ— وَاِنْ یُّقَاتِلُوْكُمْ یُوَلُّوْكُمُ الْاَدْبَارَ ۫— ثُمَّ لَا یُنْصَرُوْنَ ۟

૧૧૧. આ લોકો તમને સતાવવા સિવાય વધારે નુકસાન પહોંચાડી શકતા નથી, જો તમારી સાથે યુધ્ધ કરશે તો પીઠ બતાવી પાછા ફરી નશે, પછી તેઓની મદદ કરવામાં નહી આવે. info
التفاسير:

external-link copy
112 : 3

ضُرِبَتْ عَلَیْهِمُ الذِّلَّةُ اَیْنَ مَا ثُقِفُوْۤا اِلَّا بِحَبْلٍ مِّنَ اللّٰهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتْ عَلَیْهِمُ الْمَسْكَنَةُ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟ۗ

૧૧૨. તેઓ દરેક જગ્યા પર અપમાનિત કરવામાં આવશે, સિવાય એ કે અલ્લાહ તઆલાના અથવા લોકોના શરણમાં આવી જાય, આ લોકો અલ્લાહના ગુસ્સાના હકદાર બની ગયા છે અને તેઓ પર લાચારી નાખી દેવામાં આવી છે, આ એટલા માટે કે આ લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને કારણ વગર પયગંબરોને કત્લ કરતા હતા, એટલા માટે કે તેઓ અવજ્ઞાકારીઓ અને અત્યાચારીઓ હતા. info
التفاسير:

external-link copy
113 : 3

لَیْسُوْا سَوَآءً ؕ— مِنْ اَهْلِ الْكِتٰبِ اُمَّةٌ قَآىِٕمَةٌ یَّتْلُوْنَ اٰیٰتِ اللّٰهِ اٰنَآءَ الَّیْلِ وَهُمْ یَسْجُدُوْنَ ۟

૧૧૩. આ કિતાબવાળાઓ બધા સરખા નથી, પરંતુ તે કિતાબવાળાઓમાં એક જૂથ (સત્ય પર) અડગ રહેવાવાળું પણ છે, જે રાત્રિના સમયે અલ્લાહની કિતાબ પઢે છે અને સિજદા પણ કરે છે. info
التفاسير:

external-link copy
114 : 3

یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَیَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَیُسَارِعُوْنَ فِی الْخَیْرٰتِ ؕ— وَاُولٰٓىِٕكَ مِنَ الصّٰلِحِیْنَ ۟

૧૧૪. આ લોકો અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન પણ રાખે છે, સદકાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કાર્યોથી રોકે છે અને ભલાઇના કાર્યોમાં જલ્દી કરે છે, આ સદાચારી લોકો છે. info
التفاسير:

external-link copy
115 : 3

وَمَا یَفْعَلُوْا مِنْ خَیْرٍ فَلَنْ یُّكْفَرُوْهُ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالْمُتَّقِیْنَ ۟

૧૧૫. આ લોકો જે કંઇ પણ ભલાઇ કરશે તેઓની નાકદરી કરવામાં નહી આવે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખુબ સારી રીતે જાણે છે. info
التفاسير: